Get The App

કોક્રોચ જનતા પાર્ટી એ દેશના યુવાનો તથા યુવતિઓની વ્યાપક હતાશા તથા નિરાશાનું પરિણામ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
કોક્રોચ જનતા પાર્ટી એ દેશના યુવાનો તથા યુવતિઓની વ્યાપક હતાશા તથા નિરાશાનું પરિણામ 1 - image

- વ્યવસ્થાએ જેમને યાદ કરવાનું બંધ કરી દીધું છે તેવા બેરોજગારોને જગાડવાની કવાયત 

- વાંદાઓ કયારેય કરડતા નથી અને માણસ જેવી રીતે તેમની પર હુમલા કરે છે તેવા હુમલા તેઓ કરતા નથી

કોક્રોચ જનતા પાર્ટી એ દેશના યુવાનો તથા યુવતિઓની વ્યાપક હતાશા તથા નિરાશાનું પરિણામ 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ક્રોચ (વાંદા) એ કોઈ ખરાબ અથવા અપશબ્દ નથી. વીકિપીડીયામાં સર્ચ કરવાથી  જણાશે કે, વાંદાઓએ પોતાના મૂળ શારીરિક માળખાને અંદાજે ૨૦ કરોડ વર્ષોથી ટકાવી રાખ્યું છે. એટલે કે અંદાજે ૩,૦૦,૦૦૦ વર્ષ પહેલા આફ્રિકામાં હોમો સેપિયન્સનો પ્રથમ દેખાવ થયો તેના ૧,૯૯,૭૦૦,૦૦૦ વર્ષ પૂર્વે. વિશ્વમાં રહેવાના અધિકારની દ્રષ્ટિએ માનવી કરતા વાંદાઓનો હક પહેલા છે. 

સાયન્સ એન્સાઈકલોપેડિયા  આપણને સમજાવે છે કે  વાંદાઓ કયારેય કરડતા નથી અને માણસ જેવી રીતે તેમની પર હુમલા કરે છે તેવા હુમલા તેઓ કરતા નથી. જો કે વાંદાઓ બેકટેરિઆ ધરાવે છે, બીમારી ફેલાવે છે અને એલર્જી ઊભી કરે છે (ખાસ કરીને હરિફ જુથના સભ્યોમાં). કેટલાક માણસો વાંદાઓને ભયાનક ગણાવે છે. જ્યારે કેટલાક માણસો અન્ય માણસોને ડરામણા ગણે છે. 

હચમચાટ ભરેલું

કેટલાક દિવસો અગાઉ, એક ઉચ્ચ પદવીધારીએ વાંદાઓને ઉંઘમાંથી જગાડી દીધા. તેમને આશીર્વાદ આપો તેમણે તરત જ ચોખવટ કરી હતી કે, તેઓ કોર્ટમાં  નકલી ડીગ્રી સાથે ફરતા નકલી વકીલો બાબત બોલ્યા હતા. આવા નકલી વકીલો ખરાબ નામે બોલાવવાને પાત્ર છે, પરંતુ હું આદરપૂર્વક સ્વીકારુ છું કે, વાંદા તો નહીં જ. એક વખત ઉશકેરાયા બાદ, વાંદાઓ ઉશકેરાટમાં જ રહે છે. કેટલાક ઉશકેરાયેલા વાંદાઓએ રાજકીય પક્ષની રચના કરી છે, એકસ હેન્ડલ શરૂ કર્યું છે, વેબસાઈટની રચના કરી છે અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ખોલાવ્યું છે. છેલ્લી માહિતી પ્રમાણે આ હેન્ડલના ૨.૨૦ કરોડ ફોલોઅર્સ હતા. 

ઉશકેરાયેલા સદર વાંદાઓએ પ્રતિકાર કર્યો છે. આને પરિણામે, માનવીઓ ઉશકેરાયા છે અને હચમચી ગયા છે. મને લાગે છે કે માણસો તેમના કોલ્હાપુરી ચપ્પલમાં ધુ્રજી ઉઠયા છે. આમ ન હોત તો, ૧૪.૫૦ લાખ યુનિફોર્મધારી  સક્રિય લશકરી અધિકારી સાથેના સશસ્ત્ર દળ,  ૪૨૦૦ મુખ્ય બેટલ ટેન્કસ, ૫૮૦ ફાઈટર વિમાન, ૨૭૦ નૌકા જહાજો, બે વિમાનવાહક જહાજો અને સેંકડો અણુશસ્ત્રો  તથા રિઝર્વ બેન્ક તરફથી મળેલા રૂપિયા  ૨,૮૬,૫૮૮ કરોડના ડિવિડન્ડ સાથેના ભારતના ઉચ્ચ સત્તાધારીએ  માત્ર  ડિજિટલ એવી કોક્રોચ જનતા પાટી  (સીજેપી)ના  સ્થાપક   ૩૦ વર્ષના અભિજિત દીગ્પેના એકસ હેન્ડલથી ગભરાયને  એકસને તેનું હેન્ડલ બંધ કરવા શા માટે જણાવ્યું હશે?

દીગ્પે દૂર બેસીને આપણા દૂશમન ડોનાલ્ડ ટ્રમ્પની સંભાળ હેઠળ માસ્ટર્સ ડીગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે.

સદર વેબસાઈટમાં સીજેપીની સ્થાપનાનો હેતુ સ્પષ્ટ કરાયો છે. અમે કોક્રોચની ઓળખ ધરાવીએ છીએ. યુવાનોને જો આજ રીતે સાંભળવાના હોય તો. આળસુ અને બેરોજગારનો અવાજ, સીજેપી આવા લોકોના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. વ્યવસ્થાએ તેમને યાદ કરવાનું બંધ કરી દીધું છે. બેરોજગાર, આળસુ, સતત ઓનલાઈન રહેતાઓ તેના પક્ષમાં જોડાય તેમ તે ઈચ્છી રહ્યા છે. તેઓ ગાંધી, આંબેડકર તથા નેહરુથી પ્રેરાયા છે. સીજેપીનો મેનિફેસ્ટો જોઈને કોઈને હસવું આવે છે અને વિચારતા કરે છે જ્યારે સામાન્ય રાજકીય પક્ષોના મેનિફેસ્ટોથી કોઈને ઉંઘ આવી જાય છે. 

આ સારો પ્રયાસ છે

મને લાગે છે કે સીજેપી એવા લોકો ખાસ કરીને યુવાનો તથા યુવતિઓની  વ્યાપક હતાશ ાતથા નિરાશા નું પરિણામ છે. કારણો આ પ્રમાણે છે...

બેરોજગારીઃ બેરોજગારીનોે દર ૫.૨૦ ટકા છે. યુવા બેરોજગારીનો દર ૧૬-૧૭ ટકા છે. કાર્યબળ ૬૪.૩૦ કરોડ છે અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ૬૦ ટકા છે. બાકીના ૪૦ ટકા અથવા ૨૫ કરોડ મને માફ કરજો વાંદાઓ છે. જો સીજેપીને આ દરેક કોક્રોચના મત મળી જાય તો, તે સરકાર રચી શકે છે. (૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ભાજપને ૨૩.૬૦ કરોડ મતો મળ્યા હતા અને કોંગ્રેસને ૧૩.૭૦ કરોડ). 

પેટ્રોલ તથા ડીઝલઃ ગતિશીલતા એ વાંદાઓના જીવનનો સ્રોત છે. ડીઝલના ઊંચા ભાવથી કોક્રોચની મોબિલિટી ધીમી પડી જાય છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા ૧૦૨.૧૨ અને ડીઝલની રૂપિયા ૯૫.૨૦ છે. કોલકતાના નાગરિકોને ભાજપે પેટ્રોલની કિંમત રૂપિયા ૧૧૩.૫૧અને ડીઝલની રૂપિયા ૯૯.૮૨ આપી છે.

ફેકટરીઓમાં રોજગારઃ વ્યાખ્યા પ્રમાણે કોક્રોચ આળસુ તરીકે ઓળખાય છે. પડોશમાં શાખામાં હાજર થવા માટે તેઓ સવારે વહેલા ઉઠતા નહી હોવાથી તેમને સરકારી નોકરી કયારેય નહીં મળે. પછીની તક છે ફેકટરીમાં રોજગાર. એમઓએસપીઆઈના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ૨૬૦૦૬૧ રજિસ્ટર્ડ ફેકટરીઓ છે. આ ફેકટરીઓમાં અંદાજે ૧.૯૫ કરોડ રોજગાર છે. એઆઈને કારણે અસંખ્ય રોજગાર અદ્રષ્ય થઈ રહ્યા છે અને ૨૫ કરોડ વાંદાઓને કયારેય ફેકટરીમાં રોજગાર નહીં મળે. માટે હતાશ છે. 

પારિવારિક ટેકોઃ દર મહિને પરિવાર માટે પાંચ કિલો મફત અનાજના બદલામાં વાંદાઓને પરિવારોનો ટેકો હોય છે. ખાસ કરીને માતાઓનો. પારિવારિક દેવાબોજ જીડીપીના ૪૨ ટકા જેટલો છે અને પારિવારિક બચત જીડીપીના ૫-૬ ટકા છે ત્યારે વાંદાઓને પરિવાર પાસેથી રોકડના સ્વરૂપમાં મદદ મળતી નથી અને તેઓ કેશલેસ રહે છે.

વિકસિત ભારત અબજપતિઃ વિકસિત ભારતમાં અબજોપતિ બનવા વાંદાઓની આકાંક્ષા છે. આમછતાં ભાજપના ૧૨ વર્ષના શાસન છતા, અબજોપતિની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. છેલ્લામાં છેલ્લા આંક પ્રમાણે ૨૦૫ અબજપતિ છે.  અને ૨૫ કરોડ કોક્રોચ અબજોપતિ બનવાની રાહમાં છે. ૨૦૧૪માં અપાયેલા અચ્છે દિનના વચન પ્રમાણે તે રૂપિયા ૧૫ લાખની પણ રાહ જોઈ રહ્યા છે.

આર્થિક સલાહકાર

વાંદાઓ જ વાંદાઓના આર્થિક સલાહકાર બન્યા છે. કોક્રોચના આર્થિક સલાહકારની સલાહ ગંભીર હતી. નાણાં વર્ષ ૨૦૨૭માં વેપાર ખાધ નોંધપાત્ર વધશે અને ચાલુ ખાતાની ખાધ પણ વધશે. ફુગાવો વધવાનું પણ જોખમ છે. સામાન્ય કરતા નીચો વરસાદ પૂરવઠા આંચકાના વ્યાપને વધારશે. 

આપત્તીની આગાહી થઈ ગઈ છે. 

કોક્રોચિસ એ નિર્ણય લઈ શકે છે કે આપત્તિને  અટકાવવા એક માત્ર માર્ગ એ છે કે સીઈસીની મદદથી માનવના હાથમાંથી કોક્રોચિસના હાથમાં સત્તાનો શાંતિપૂર્ણ રીતે બદલાવ લાવવો.