- વિધાનમંડળ દ્વારા પસાર થતા ખરડા બાબતે રાજ્યપાલની કામગીરી નિશ્ચિત થયેલી છે
- એક ખરડા પર સમયમર્યાદા નિશ્ચિત કરવા બાબતે બે બેન્ચો વચ્ચેનો મતભેદ સામાન્ય નાગરિકો માટે મોટી ચિંતાનો વિષય છે
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
ભારતના બંધારણની કલમ ૧૬૮ એવા શબ્દોથી પ્રારંભ થાય છે કે, દરેક રાજ્ય માટે ગવર્નર સાથેનું એક વિધાનમંડળ હોવું જરૂરી છે, અને તેમાં બે અથવા એક ગૃહ પણ હોવા જોઈએ. હું હમેશા વિચારતો હતો કે રાજ્ય વિધાનમંડળામાં ગવર્નરની હાજરી નિરર્થક છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધરાવતા એક વિધાનમંડળમાં બિન ચૂંટાયેલ અધિકારી શા માટે સભ્ય હોવો જોઈએ?ઔપચારિક ફરજો જેમ કે ગૃહ અથવા ગૃહોને સંબોધન કરવા અને બીજા કહેવાતા ધારાકીય કામકાજો (કલમ ૨૦૨થી ૨૦૭) વિધાનમંડળમાં ગવર્નરની હાજરી વગર પણ થઈ શકે છે જેમ કે, ઈન્ગલેન્ડના રાજાની જેમ.
રાજ્યની વિધાનમંડળમાં ગવર્નરની ખરી ભૂમિકા ખરડાઓને મંજુરી આપવાની છે. કોઈ ખરડાને ધારામાં રૂપાંતરિત કરવા ધારાકીય પ્રક્રિયા પૂરી કરવા માટેની આ એક મહત્વની કામગીરી છે. વિધાનમંડળ બંધારણિય મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેની ખાતરી રાખવા એક એવી વ્યક્તિને સત્તા આપવી જરૂરી છે જે ખરડાને મંજુર રાખે અથવા તેને નકારી પણ શકે.
નિયમન રાખો પણ અટકાવો નહીં
કલમ ૨૦૦, જણાવે છે, કે
જ્યારે કોઈ રાજ્યની વિધાનસભા દ્વારા ખરડો પસાર કરવામાં આવે છે ત્યારે તેને રાજ્યના ગવર્નર સમક્ષ રજૂ કરવાનો હે છે અને ગવર્નર જાહેર કરે છે કે તેમણે ખરડાને મંજુરી આપી છે અથવા મંજુરી આપવાનું અટકાવી દીધું છે અથવા રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રખાયો છે.
કલમ ૨૦૦ની જોગવાઈ જણાવે છે કે ગવર્નર કોઈ ખરડાને અથવા તેમાંની જોગવાઈ પર ફેરવિચારણા કરવા તેને વિધાનમંડળ સમક્ષ પાછો મોકલી શકે છે અથવા તેઓ પોતે જે કોઈ ભલામણ કરે તે સુધારા લાવવા પર વિચાર કરવા જણાવી શકે છે. વિધાનમંડળમાં નિયમનની આ એક તંદૂરસ્ત પ્રક્રિયા છે પરંતુ વિધાનમંડળની પ્રક્રિયા ખોરવવાનું આ કોઈ લાયસન્સ નથી.
ગવર્નરો, ખાસ કરીને વિપક્ષ શાસિત રાજ્યોના ગવર્નર કલમ ૨૦૦ હેઠળ અપાયેલી સત્તા સાથે રમત કરે છે. તેઓ માની લે છે કે, તેમને ધ્યાન રાખવા અપાયેલી સત્તા અટકાવી દેવાનું લાયસન્સ છે માટે તેઓ તેમનો વિટો વાપરે છે. પોકેટ વિટો એટલે કે કોઈ ખરડા પર નિર્ણય લીધા વગર નિષ્ક્રીય બેઠા રહેવું. બીજા શબ્દોમાં સદર ખરડાને ન તો મંજુરી આપવી અથવા ન તો તેને અટકાવી રાખી અને વિધાનમંડળમાં ફેરવિચારણા માટે પાછો મોકલવો. એટલું જ નહીં સદર ખરડાને તેઓ રાષ્ટ્રપતિની મંજુરી માટે રિઝર્વ રાખવાની પણ જાહેરાત નથી કરતા. પોકેટ વિટો એ રાજ્ય વિધાનમંડળમાં ખરડા મારફત લોકોની દર્શાવાયેલી ઈચ્છાને ટાળવાનો પ્રયાસ છે. પોકેટ વિટોને બંધારણ હેઠળ કોઈ મંજુરી નથી.
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે એવો નિષ્કર્ષ આપ્યો છે કે જ્યારે કોઈ ખરડો એક વખત ગવર્નર પાસે મંજુરી માટે આવે ત્યારે ગવર્નરે યા તો તેને મંજુરી આપવાની રહે છે અથવા તો મંજુરી અટકાવીને તેને વિધાનમંડળ સમક્ષ ફેરવિચરણા માટે પરત કરવાનો રહે છે અથવા તો રાષ્ટ્રપતિની વિચારણા માટે તેને રિઝર્વ રાખવાનો રહે છે. પોકેટ વિટોને બેન્ચે નકારી કાઢ્યો છે. પાંચ જજોની બેન્ચે પણ આ નિષ્કર્ષને માન્ય રાખ્યું છે. કેટલાક મુદ્દા એવા છે જેના પર બે જજોની બેન્ચના મત અલગ રહ્યા હતા, પરંતુ આ મુદ્દા સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક નહતા. આ મુદ્દાઓ આપણે કાનૂની નિષ્ણાતોમાં ચર્ચા માટે છોડી શકીએ છીએ.
સામાન્ય નાગરિકોની ચિંતા
એક ખરડા પર સમયમર્યાદા નિશ્ચિત કરવા બાબતે બે બેન્ચો વચ્ચેનો મતભેદ સામાન્ય નાગરિકો માટે મોટી ચિંતાનો વિષય છે. બે જજોની બેન્ચે સમયમર્યાદા નિશ્ચિત કરી છે જ્યારે પાંચ જજોની બેન્ચે તે નકારી કાઢી છે. બંધારણના પત્રમાં કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નહીં હોવાના મુદ્દાને મોટી બેન્ચે આધાર બનાવ્યો હતો. પોતાની ફરજો બજાવવા બંધારણિય સત્તા માટે સ્થિતિસ્થાપકતા, વૈવિધ્ય સંદર્ભો અને સ્થિતિ તથા કાયદો ઘડવાની પ્રક્રિયામાં સમતુલા માટેની જરૂરિયાત પર સદર પાંચ બેન્ચોની જજોએ ભાર મૂકયો છે. આ ધોરણો વ્યવહારિક રીતે અને બંધારણિય રીતે અપવાદરૂપ છે.
ડો. આંબેડકરે ઉચ્ચારેલી ચિંતા પર સુપ્રીમ કોર્ટે ભાર આપ્યો હતો. બંધારણિય એસેમ્બલીમાં પોતાના ભાષણના સમાપનમાં ડો. આંબેડકરે માનવ નબળાઈ તરફ નિર્દેશ કરીને જણાવ્યું હતું કે,
બંધારણ ગમે તેટલુ સારું હોય, તે પ્રતિકૂળ સાબિત થશે કારણ કે જેમને તેનું પાલન કરવા ફરજ બજાવવામાં આવે છે તેઓ ખરાબ જ હોય ેછે. આમછતાં બંધારણ ભલે ગમે તેટલું ખરાબ હોય પરંતુ જે લોકોને તેનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે તેઓ જો સારા હોય તો તે સારુ સાબિત થાય છે.
હાલમાં રાજ્યપાલના હોદ્દા પર બિરાજતાઓમાંથી કેટલાક સારા નથી, તેઓ શું છે તે નક્કી કરવાનું હું વાચકો પર છોડી દઉું છું. તેઓ શું કરે છે અને શું નથી કરતા તે ભારતના નાગરિકો સારી રીતે જાણે છે. જ્યારે રાજ્ય વિધાનમંડળ દ્વારા કોઈ ખરડો પસાર કરવામાં આવ્યો હોય છે તેને મહિનાઓ અથવા તો વર્ષો સુધી અટકાવી રાખવામાં આવે છે. બંધારણ કામ નથી કરતું તેને બરબાદ કરાયું છે. લોકોની ઈચ્છાને ફગાવી દેવાઈ છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ ગવર્નરોના એક ઉદાહરણો છે ખાસ કરીને વિપક્ષ શાસિત રાજ્યોના ગવર્નરો, જેમ કે ઝારખંડ, પંજાબ, કર્ણાટક, કેરળ, તામિલ નાડૂ તથા પશ્ચિમ બંગાળ, જ્યાં તેઓએ બંધારણિય સમતુલાને વિધાનમંડળની વિરુદ્ધ વાળી છે. પાંચ જજોની બેન્ચ આ સમતુલા પ્રસ્થાપિત કરશે તેવી અપેક્ષા રખાતી હતી. તેણે એનાલિસિસની સારી કામગીરી કરી છે પરંતુ કોર્ટ સમક્ષ હકીકતો દ્વારા ્દર્શાવાયેલ સચ્ચાઈથી ઘણી દૂર લઈ જવાયેલી થીઓરિટિકલ પ્રીમાઈસ પર તેમણે પોતાનો મત બાંધ્યો છે.
કાયદો તથા રિઆલિટી
કાયદાએ હકીકતને પ્રતિસાદ આપવો રહ્યો. જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતાનું સમાધાન થઈ શકે છે ત્યારે તેણે હાઈકોર્ટના જજોની પસંદગી અને નિમણૂંકની ભલામણ માટેની સત્તા લેવા બંધારણની કલમ ૨૧૭નું અર્થઘટન કર્યું હતું. કલમ ૨૦૦ ગંભીર સમશ્યા ધરાવે છે. કાયદો પસાર કરવાની વિધાનમંડળની ક્ષમતા એક લોકશાહીનો અર્ક છે અને કાનૂનનો નિયમ પણ છે. કાયદાઓને અવ્યવહારુ અને જાણીબુઝીને અવરોધવામાં આવે ત્યારે તર્કની અપીલ નિરર્થક રહે છે.


