Get The App

લાફ્ટર કોર્નર .

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
લાફ્ટર કોર્નર                       . 1 - image

એક મહિલા પ્રોફેસરે બાજુની બેન્ચ પર બેઠેલી છોકરી સાથે ઘુસપુસ કરી રહેલા યુવાન કોલેજિયનને ગુસ્સાથી કહ્યું, 'લેક્ચરમાં ધ્યાન રાખો. વાતો કેમ કરો છો?'

કોલેજિયન કહે, 'ના ના, આ તો હું જસ્ટ આને એક સવાલ પૂછી રહ્યો હતો.'

મહિલા પ્રોફેસર કહે, 'જે કોઈ સવાલ હોય તે મને પૂછો, બીજા કોઈને નહીં.'

કોલેજિયન કહે, 'પણ મેડમ, મારાથી તમન એવું શી રીતે પૂછાય કે તમે આજે સાંજે મારી સાથે કોફી પીવા આવશો?' 

***

મારે મારી વાઇફને ડિનર પર લઈ જવી હતી એટલે મેં એક મોંઘીદાટ ફેન્સી રેસ્ટોરામાં ફોન કર્યો. મેં 

સવારે રિસેપ્શનિસ્ટ યુવતીને ફોન પર કહ્યું, 'આજે મોડી સાંજે આઠ વાગ્યે મારું બુકિંગ કરજો, પ્લીઝ. અ ટેબલ ફોર ટુ.'

યુવતી કહે, 'લેટ મી ચેક સર....' પછી ત્રણ-ચાર મિનિટ પછી બોલી, 'સોરી, સર. આઠ વાગ્યે બધાં ટેબલ બુક થઈ ગયા છે, પણ જો તમે કહો તો સાડાસાતે તમારા માટે એક ટેબલ બુક કરી શકું એમ છું.'

'નો પ્રોબ્લેમ,' મેં કહ્યું, 'કરી નાખો. થેન્ક્યુ.' 

'ઓકે, સર.' યુવતી કહે, 'જસ્ટ તમને કહી રાખું... તમારે કદાચ અડધી કલાક જેટલું વેઇટ કરવું પડશે. ચાલશે?'

***

લાફ્ટર કોર્નર                       . 2 - image

રમા : ઘણાં વર્ષો પહેલાં એક જ્યોતિષીએ મારું ભવિષ્ય ભાંખ્યું હતું.

સીમા : એમ? શું કહ્યું હતું?

રમા : તેમણે મને કહ્યું હતું કે ભગવાન તને એટલું આપશે કે હું સંભાળી નહીં શકે.

સીમા : અચ્છા? પછી શું થયું?

રમા : કંઈ નહીં. મને વર્ષો પછી ખબર પડી કે એ મારા વજનની વાત કરતા હતા...