Get The App

સો-બસ્સો સેલ્ફી વિના શુભાંશુની સ્પેસ યાત્રા ફલોપ ગણાશે

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
સો-બસ્સો સેલ્ફી વિના શુભાંશુની સ્પેસ યાત્રા ફલોપ ગણાશે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- લોકો હવે સોશિયલ મીડિયા સ્ટેટસ માટે નવી સેલ્ફીઓ મળે એટલે જ પ્રવાસ ખેડે છે 

પપ્પી: હાય હાય... જોયું પેલો શુભાંશુ સ્પેસમાં પહોંચી ગયો. 

ઝપ્પી: એ તો તેં એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હશે એટલે.  

ગપ્પી: આજકાલ લોકોને રિલેશનમાં સ્પેસ જોઈતી હોય છે, આણે તો રિલેશન શરુ થતાં પહેલાં જ સ્પેસની દિશા પકડી  લીધી.  

પપ્પી:  ફાલતુ ચિટચેટ બંધ કરો. એ મેરીડ છે અને પાછાં લવમેરેજ છે. તેને બદલે વિચારો કે  આપણો કોઈ ઈન્ડિયન સ્પેસમાં ગયો એ કેટલી પ્રાઉડની વાત છે. 

ઝપ્પી: એય આવું કાંઈક પ્રાઉડ ફીલવાળું ટેમ્પલેટ આવે તો મને ફોરવર્ડ કરજે. હું પણ સ્ટેટસમાં ને સ્ટોરીમાં નાખીશ. મારી ૨૦૦-૩૦૦ સેલ્ફી એમને એમ ક્યાંય પોસ્ટ થયા વગર પેન્ડિંગ પડી છે તો આમાં કામ આવશે. 

ગપ્પી: અલી, આ શુભાશુંએ ઘરેથી સામાન પેક કર્યો ત્યારની રેડી ટુ ગો સેલ્ફી, એરપોર્ટ પર પહોંચ્યો તો ટ્રાવેલિંગ ટુ  સ્પેસ પોસ્ટ સાથે સેલ્ફી, પેલી સ્પેસ શિપમાં બેઠો તો  આઈ એમ ઓન  માય સીટ, રેડી ટુ ફલાય સેલ્ફી, સ્પેસશિપમાં બેસીને કોફી ઠપકારી હોય તો કોફી એટ ૪૦,૦૦૦ ફૂટ એવી બધી સેલ્ફીઓ આવી ગઈ કે નહીં?  

પપ્પી: ઘેલી, આ તો એની સાહસ યાત્રા છે, કાંઈ ે પોળોના જંગલમાં ફરવા નથી ગયો તે હજાર હજાર સેલ્ફીના ખડકલા કરે. 

ઝપ્પી: હાય હાય, તો શું કામનું ? સો-બસ્સો સેલ્ફી પણ લઈને પોસ્ટ ન કરવાની હોય તો અમથો સ્પેસમાં ધક્કો ખાધો. એની યાત્રા ફલોપ ગણાશે. 

ગપ્પી:  અલી, આ શુભાંશું  એકલાની નહીં તો એના ગૂ્રપના બધા ભેગા થઈ ખાતા પીતા હોય, ડાન્સ કરતા હોય તેની રીલ્સ આવવી જોઈએ. બાકી ત્યાં શું બધા ભેગા થઈને ટાઈમપાસ કરવા લુડો જ રમવાના છે?  

ઝપ્પી: આના કરતાં તો આપણે જુદી જુદી જગ્યાએ પાણીપુરી ખાવા જઈએ છીએ એ ટેસ્ટ મિશન વધારે ઈન્ટરેસ્ટિંગ હોય છે. 

ઝપ્પી: આ લોકો તો સ્પેસમાં ફરવા જાય ત્યાં કાંઈ શોપિંગનો ચાન્સ પણ નહીં મળવાનો ને ? એમના ફેમિલીવાળા અને ફ્રન્ડ્ઝ ઝઘડો ન કરે કે આટલે  છેટે ગયા તો અમારા માટે શું યાદગીરી લઈ આવ્યા? 

ગપ્પી: અમારા એક અંકલ તો દુબઈ ગયા હતા તો ત્યાંથી મસ્ત લીસ્સી રેતીની પડીકીઓ અમારા માટે લાવ્યા હતા,બોલ. કહે કે આવી મસ્ત રેતી આપણે ત્યાં ન મળે. 

ગપ્પી: યાર, કોઈ સરકારને કહેડાવો કે હવે પછી સ્પેસ મિશનમાં કોઈ ઢગલાબંધ સેલ્ફીઓ લે ને મસ્ત મસ્ત રીલો બનાવે એવા લાઈવ લોકોને જ મોકલવાના. 

પપ્પી : સરકારને  કહેવું પડશે  કે  ચાન્સ લાગે ત્યારે તમને જ મોકલી દે સ્પેસમાં. 

ગપ્પી: ના હોં. મને તો આબુ પર ગાડી ચઢતી હોય ત્યારે પણ ચક્કર આવી જાય છે. 

પપ્પી: હા..હા..હા...

આદમનું અડપલું 

કહે છે કે સ્પેસ યાનમાંથી  ચંદ્રની સપાટી પરના  ખાડા કરતાં આપણા નવા નવા બ્રિજ અને સુપરહાઈવેઝ પરના ખાડા વધારે ક્લિયર દેખાય છે.

Tags :