Get The App

ખેડૂતોને રાહતના બજેટમાં 50 ટકા રીલ માટે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતોને રાહતના બજેટમાં 50 ટકા રીલ માટે 1 - image


- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- રાહતની રકમ નક્કી કરવાની બેઠકમાં કમોસમી હાસ્યનો વરસાદ

'આનંદો! ફરી ખેડૂતોને રાહત આપવાનો અવસર આવ્યો છે,' એક સરકારી અધિકારીએ હરખ વ્યક્ત કર્યો. 

બીજા અધિકારી કહે, 'બરાબર છે. આફતમાંથી અવસર પેદા કરવા એ તો આપણી નીતિ છે. ખેડૂતો માથે આફત ને આપણા માટે અવસર.'

ત્રીજા અધિકારી મુસ્કુરાતાં કહે, 'આપણે તો કાયમ કામ જ એવાં કરીએ છીએ કે ખેડૂતોએ રાહત માગ્યા જ કરવી પડે.'

 ચોથા અધિકારી નિખાલસ બન્યા,'ભાઈ,ે આપણે બરાબર કામ નથી કરતા એટલે ખેડૂતોએ રાહત માગ્યા કરવી પડે છે.'

ત્યાં પાંચમા અધિકારી બચાવમાં આવ્યા, 'ઉહું... માણસ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ. આપણે કામ કરીએ કે ન કરીએ, પણ ભગવાન કાંઈક એવુું કરી બેસે છે કે ખેડૂતોએ રાહત માગવી પડે છે.'

છઠ્ઠા અધિકારીએ જ્ઞાાન વ્યક્ત કર્યું, 'આપણા જેવા  અધિકારીઓ પણ ખેડૂતો માથે ભગવાને લાદેલી આફત જ છે ને!'

હાસ્યની છોળો વચ્ચે  એક અધિકારી કહે, 'વાહ, યાર, આવા ડાયલોગ તમે ક્યાંથી લાવો છો ? બોડની કોમેડી ફિલ્મોમાંથી ?'

પેલા અધિકારી કહે, 'બોલિવુડમાં તો હોરર કોમેડી સિવાય ક્યાં કાંઈ કોમેડી રહી  છે? આવા ડાયલોગો તો હું એના કરતાં પણ વધારે હોરર શો માંથી લાવું છું. આપણા નેતાઓનાં ચૂંટણી ભાષણોમાંથી...'

એક અધિકારી ગંભીર થઈને કહે , 'ચાલો, હવ જેના માટે ભેગા થયા છીએ તે ખેડૂતો માટે રાહતનું બજેટ બનાવવાનાં સાચા-ખોટાં કામે લાગીએ.'

એક અધિકારી આળસ મરડતાં કહે, ' રાહત જાહેર કરવાની ઈવેન્ટ માટે , નેતાજીનાં ભાષણો માટે, એમના સ્વાગત માટે ને સમારોહ પછીના જમણવાર માટે મોટું બજેટ  રાખજો.'

બીજા અધિકારી કહે, 'મારું વિનમ્ર સૂચન છે કે રાહતની રકમનો ૫૦ ટકા ખર્ચ તો રાહતની જાહેરાતની સોશિયલ મીડિયા રીલ બનાવવામાં વાપરજો. આજકાલ શું છે કે પબ્લિકને પણ ફક્ત રીલમાં જ રસ છે. અને હવે તો કાયદેસર જાહેર થઈ ચૂક્યું છે કે સોશિયલ મીડિયા રીલ બનાવવાં એ પણ મોટું રોજગારીનું કામ છે.'

ત્યાં એક જુનિયર અધિકારી કહે, 'પણ સર, આજકાલ આપણા માનીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ રીલ માટે બહુ મોટું બજેટ માગે છે. એમની પાસે રીલ બનાર્વી  હોય તો રાહતનું બજેટ જ વધારવું પડશે.'

વરિષ્ઠ અધિકારી કહે, 'એની ચિંતા ન કરો. કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની જરુર નથી. હવે તો નેતાજીઓ જ એવા સેવાભાવી  છે કે એ લોકો જાતે આવી રીલમાં કામ કરવા સંમત થઈ જાય છે. બજેટનું બજેટ ને કામનું કામ ! 

ફરી રુમમાં કમોસમી હાસ્યનો વરસાદ વરસ્યો. 

આદમનું અડપલું

નવું ચૂંટણી વચનઃ અમે ખેડૂતોની મદદ કરવા તલપાપડ છીએ. ખેડૂતોને રાહત મળે તે માટે માવઠું નહીં  પડયું હોય તો અમે કૃત્રિમ વરસાદના પ્રયોગો  પણ કરીશું, પણ રાહત આપીેને જ જંપીશું.

Tags :