Get The App

શું આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે 'મહાભારત'? કહ્યું- લાગતું નથી તેના પછી કશું કરી શકું

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
શું આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે 'મહાભારત'? કહ્યું- લાગતું નથી તેના પછી કશું કરી શકું 1 - image


Aamir Khan Film ‘Sitaare Zameen Par’ and ‘Mahabharata’ : છેલ્લા ઘણા સમયથી ફિલ્મ 'મહાભારત'ની ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલો બોલિવૂડનો સુપર સ્ટાર અમિર ખાન આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ ભજવવાનો છે. મહાભારત પહેલા તેની વધુ એક ફિલ્મ ‘સિતારે જમીન પર’ આવી રહી છે, જેમાં તે બાસ્કેટબૉલ પ્લેયરની ભૂમિકા ભજવવાનો છે. આમિર ખાને ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે.

મારી છેલ્લી ફિલ્મ ‘મહાભારત’ : આમિર ખાન

રાજ શમાનીના પૉડકાસ્ટમાં પહોંચેલા આમિર ખાને પોતાની લાઈફ, કેરિયર, ફિલ્મ સિતારે જમીન પર અને ફિલ્મ મહાભારત અંગેની ઘણી વાતો શેર કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, જો તમે તમારી છેલ્લી ફિલ્મ બનાવશો તો તે કેવી હશે? જેના જવાબમાં અભિનેતા પોતાના સ્વપ્ન ‘મહાભારત’નો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, ‘હું ફિલ્મ ‘સિતારે જમીન પર’ની રિલીઝ બાદ ‘મહાભારત’ બનાવવા પર કામ કરીશ. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે, આ ફિલ્મ બાદ હું એકપણ પ્રોજેક્ટ બનાવીશ નહીં.’

આ પણ વાંચો : સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું

આમીર ખાને મહાભારતના પ્રોજેક્ટ અંગે શું કહ્યું?

આમિરે કહ્યું કે, ‘હું સિતારે જમીન પરની રિલીઝ બાદ મહાભારત પર કામ કરીશ. મને લાગે છે કે, કદાચ તે એક એવો પ્રોજેક્ટ છે, જે કર્યા બાદ મારી અંદર એવી ફિલિંગ આવે કે, ત્યારબાદ હું કોઈપણ પ્રોજેક્ટ ન બનાવી શકું, કારણ કે તે પ્રોજેક્ટ ઘણો મોટો છે, તેમાં ઘણા લેયર્સ અને ઈમોશન્સ છે, તેમાં જે કંઈપણ બાબતો છે, તે તેને ગ્રાન્ડ બનાવે છે, દુનિયામાં જે ચીજો છે, તે તમને મહાભારતમાં જોવા મળશે.’

આમિરની છેલ્લી ફિલ્મ મહાભારત હશે?

જોકે આમિરે એવું પણ કહ્યું કે, તેઓ છેલ્લો સુધી કામ કરવા માંગે છે. તેણે કહ્યું કે, ‘હું છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગું છું, પરંતુ મારા માટે એક બાબત એવી છે, જે હું વિચારી રહ્યો છું કે, મહાભારત બન્યા બાદ કદાચ હું કોઈ અન્ય ફિલ્મ નહીં બનાવી શકું.’ આમિર ઉપરાંત જાણીતા ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીનું પણ સપનું છે કે, તેઓ પણ એકવાર મહાભારત ફિલ્મ બનાવશે. તેમણે તેમના તમામ ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો : શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

Tags :