Get The App

બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે યુવતી અને એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ

યુવતીએ ભારતના વિઝા માટે અરજી કરી

પાસપોર્ટ ઓફિસના ઇમીગ્રેશન અધિકારીને શંકા જતા ડોક્યુમેન્ટ તપાસતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે યુવતી અને એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ 1 - image

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં પોર્ટુગલનો પાસપોર્ટ ધરાવતી યુવતીએ  ભારતના વિઝા માટેની અરજી કરતા ઇમીગ્રેશન અધિકારીને શંકા જતા પાસપોર્ટ સિવાય અન્ય દસ્તાવેજ તપાસવા માંગતા નકલી પાસપોર્ટ અંગેના કૌભાંડની પર્દાફાશ થયો હતો. આ અંગે  ઇમીગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે યુવતી અને એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ 2 - imageઅમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં  ઇમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાતવતા ઇશિતા ઠક્કરે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  પાસપોર્ટ ઓફિસમાં તેમને ભારતના વિઝા મેળવવા માટે ઓનલાઇન અરજી આવી હતી. આ અરજી નિશા જગન (રહે. માજીયા મહોલ્લા, વાપી, વલસાડ)  તેને પોર્ટુગલ પાસપોર્ટના આધારે ભારતના વિઝા માંગ્યા હતા અને કેન્સલ કરેલો ભારતીય પાસપોર્ટ પણ આપ્યો હતો. કોઇ ભારતીય નાગરિકના  માતા-પિતા દમણ-દીવ અને દાદરાનગર હવેલી માં જન્મેલા હોય તેમને  પોર્ટુગલની  નાગરિકતા મળે છે. તેમના સંતાનો પોર્ટુગલની નાગરિકતા મેળવવા માટે ગોવા અથવા દિલ્હી સ્થિત પોર્ટુગલ એેમ્બેસીમાં અરજી કરતા હોય છે. પોર્ટુગલની નાગરિકતા મળ્યા બાદ તેમને ભારતીય પાસપોર્ટ રદ કરાવીને પોર્ટુગલના પાસપોર્ટના આધારે ભારતના વિઝા મેળવવાના રહે છે.  આમ,  નિશાએ પણ વિઝા મેળવવા માટે અરજી કરી હતી.

પરંતુ, ઇશિતાબેનને શંકા જતા તેમણે રદ થયેલ ભારતીય પાસપોર્ટની સાથે અન્ય ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. ત્યારે નિશા જગન નામની યુવતી ભાંગી પડી હતી અને તેણે કબુલ્યુ હતું કે  તેનું સાચુ નામ નીશા પટેલ છે. દમણમાં રહેતા હેંમત જગન અને મોહશીન નામના એજન્ટની મદદથી પોર્ટુગલનો બનાવટી  પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ કૌભાંડ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતા છે.