Get The App

મને ગમતા વિચારો તમને પણ ગમશે

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
મને ગમતા વિચારો તમને પણ ગમશે 1 - image


- લગ્ન, સગાઇ કે અન્ય સામાજિક પ્રસંગોમાં પોતાની શક્તિ મુજબ ખર્ચ કરવો. વાહવાહી મેળવવા ખોટો દેખાવ ન કરવો.

- દરેકે પોતાના હક્કનો, પોતાની કમાણીનો રોટલો ખાવો. સશક્ત વ્યક્તિએ આર્થિક ઉપાર્જન કરવું. કોઈના ઉપર બોજારૂપ ન બનવું.

- વાદ-વિવાદ ટાળવો. વાસ્તવવાદી બનવું. જે સમયે જે કર્તવ્ય આપણા ઉપર આવે તેને યોગ્ય ન્યાય આપવો. સતકર્મ એ જ ધર્મ છે. આળસમાં સમય ન બગાડવો.

- યુવાન દીકરા-દીકરીઓ વધારે સમજુ અને પાકટ છે. વધારે અભ્યાસુ છે. છતાં લગ્ન જેવા પવિત્ર અને મહત્ત્વનો નિર્ણય લેતી વખતે આપણાથી વધારે અનુભવી અને આપણાં પરમ હિતકારી માતા-પિતાનું ખૂલ્લા મનથી માર્ગદર્શન મેળવવું. તંદુરસ્ત ચર્ચા કરવી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો.

- દહેજ જેવા કુરિવાજોનો ત્યાગ કરવો. છોકરા-છોકરી કોઈ વસ્તુકે પદાર્થ નથી. માટે આવી સોદાબાજીથી દૂર રહેવું.

- દીકરા-દીકરીનું ભણતર જોવું. શોખ જોવા. સૌંદર્ય ભલે જુઓ પરંતુ સાથે સાથે એકબીજાના પૂરક થઈને રહી શકીએ તેવા તંદુરસ્ત વિચારોનો સ્વીકાર કરવો.

- જે ઇષ્ટદેવમાં, ધર્મમાં કે સંપ્રદાયમાં માનતા હોઈએ તે મુજબ ભક્તિ કરવી. સાધના કરવી. પૂજા-અર્ચના કરવી. પરંતુ કોઈ જડ વલણ ધ્યાનમાં આવે તો માનવીય મૂલ્યોનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો.

- જે ઇષ્ટદેવમાં, ધર્મમાં કે સંપ્રદાયમાં માનતા હોઈએ તે મુજબ ભક્તિ કરવી. સાધના કરવી. પૂજા-અર્ચના કરવી. પરંતુ કોઈ જડ વલણ ધ્યાનમાં આવે તો માનવીય મૂલ્યોનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો.

- શસ્ત્ર, શાસ્ત્ર કે શક્તિનો સમાજહિત માટે ઉપયોગ કરવો.

- રાષ્ટ્રહિતને સર્વોપરી માનવું. કારણકે આપણી જન્મભૂમિ છે. 

કર્મભૂમિ છે અને આપણું પોષણ કરતી ભૂમિ છે. તેના ઋણનો સ્વીકાર કરવો.

- પોતાના ઘર-પરિવારનાં દરેક સભ્યો સાથે સુમેળથી રહેવું. તેમના વિકાસમાં સહયોગી થવું.

- પોતે નિર્વ્યસની રહેવું. અન્યને પણ વ્યસનમુક્ત થવા પ્રેમથી સમજાવવા.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય

Tags :