અહંકાર અને આસક્તિ યુક્ત દુનિયામાં તમે જીવો છો .
આવા લોકો જરૂર જેવા સત્ય સ્વરૂપ હોવા જોઈએ તેવો દેખાવ જરૂર કરે છે તે આજનું સત્ય છે, પણ શુધ્ધ અંતરથી તેવા હોતાં જ નથી. આનું નામ દંભ અને દંભ એટલે દ્વિમુખી જીવન, અને દ્વિમુખી જીવન એટલે શાંતિ સુખ ગાયબ આજે જોકમાં પુરાયેલાની આજ સ્થિતિ છે, તે સર્વત્ર જોઈ શકાય છે. માનવ જીવનમાં વ્યાપ્ત એવા અહંકાર, તૃષ્ણા કામના વાસનાં રાગ દ્વેષ અને આસક્તિની આપણે પોતે જ સર્જેલી ભ્રમણામાંથી અને ભયમાંથી આપણે જ મુક્ત થવા માટે આંતરિક આત્મિક સત્યને આધારે આંતરિક પુરુષાર્થ આત્મ ધ્યાન દ્વારા આપણે જ પુરુષાર્થ કરવો જરૂરી છે. આથી જ આંતર શુધ્ધતા સ્થિરતા ઉપલબ્ધ થશે જેને કહેવામાં આવે છે સમતા અને સ્થિત પ્રજ્ઞા એજ જીવનની ઉપલબ્ધિ છે.
આજે તમારા સમગ્ર જીવનનું સુકાન તમારા હાથમાં છે ખરું ? જો સ્વસ્થ ચિત્તે વિચારશો તો જવાબ નાં માજ મળે છે, તમારા જીવનનું આખું સુકાન જોકોના માલિકો પાસે છે, જરા શાંત શુધ્ધ ચિત્તે અંતરથી વિચારો તો જાણ થશે કે તમો કોઈકની જોકમાં પુરાય ને પરતંત્ર થઈને જોકના માલિકનું કહેવું માનીને તેને જ પોતીકું જ્ઞાન માનીને તેનું પ્રબળ આકર્ષણ તમારા મનમાં ઊભું કર્યું હશે તેનું જ આચરણ તમારાથી થતું હશે તો પછી તમારું પોતાનું આત્મિક ઊર્ધ્વી કરણ થવું જ અશક્ય છે, તમારા આંતર ઊર્ધ્વી કરણનો નાશ થઈ ગયો હશે, જેથી દુખ સિવાય કઈ હશે જ નહિ, અને આજે એજ દર્શન થાય છે ક્યાંય જીવનમાં સુખ શાંતિ અને આનંદ સ્વરૂપ જીવન જોવા જ મળતું નથી ખરે ખર આપણે મૂળભૂત સ્વભાવથી આનંદ સ્વરૂપ સત્ય સ્વરૂપ અને પરમતત્ત્વ પરમાત્મા સ્વરૂપ જ છીએ. જોકમાં પુરાવાથી ભૂલી ગયા છીએ તે માત્ર યાદ જ કરવા આંતર આધ્યાત્મિક સાધના કરવાની છે એટલું જાણો, આ રીતે બાહ્યજગતના આકર્ષણની પ્રાપ્તિ જ તમારા જીવનનું અંતિમ ધ્યેય બની ગયું હશે. એટલે આધ્યાત્મિક ઊર્ધ્વી કરણ સાવજ અટકી જ જશે, અટકી ગયું હશે આવી પરિસ્થિતિમાં તમારા સ્વ-જીવનનું સૂત્ર બહાર થશે, તો એ સૂત્રનો નિયામક જોકનો માલિક હશે, કોઈપણ જોકનો માલિક આત્મિક સત્ય સ્વરૂપમાં કે પરમ જ્ઞાનમાં સ્થિત હોતો જ નથી પરમ જ્ઞાન એ સારુ મીઠું શાસ્ત્રોનું ગોખેલું બોલવું તે પરમ જ્ઞાન નથી તેથી આવા બનાવટી બોલ તમારા જીવનમાં કોઈ ફાયદો થશે જ નહિ અને થતો પણ નથી તે આજનું સત્ય છે, આમ તમો આત્મસ્થ હ્ય્દયસ્થ કે સ્વભાવસ્થ કે સ્વસ્વરૂપતા કે આત્મિક સત્ય સ્વરૂપતા ધારણ કરી શકશો જ નહિ, તમારું આખું જીવન જાજવાના જળ જેવું જ રહેવાનું અને હોય જ છે, માત્ર જોકના મલિકે કહ્યું હશે કે મળશે જ એવો માત્ર ભાવ સદાય રહેશે પણ કશું જ મળશે જ નહિ, આમ લાંબી કહે ધાવ્યા કરશો ને કઈક ખારું મોઢામાં આવશે જે શું હશે તે તમો જ વિચારો. (ક્રમશ:)
- તત્ત્વચિંતક વી. પટેલ