Get The App

અહંકાર અને આસક્તિ યુક્ત દુનિયામાં તમે જીવો છો

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
અહંકાર અને આસક્તિ યુક્ત દુનિયામાં તમે જીવો છો 1 - image

માણસ જીવનમાં વિદ્યા, ધન અને શક્તિનો આત્મિક સત્ય સ્વરૂપ થઈને અનાસક્ત ભાવનો સ્વીકાર કરીને તમારી વિદ્યા, ધન અને શક્તિ ત્રણેનો સ્વસ્થ ચિત્તે આત્મિક સત્યના આધારે આત્મિક સત્યની ગહનતાને જાણી સમજીને વિદ્યા ધન અને શક્તિનો ઉપયોગ શુધ્ધ પવિત્ર અંતકરણથી કરો. સત્ય હકીકત એ છે કે આનાથી જ માનવીનું સત્ય સ્વરૂપ ઊર્ધ્વી કરણ થાય છે. અને અંતકરણમાંથી પરમ આનંદ આત્મિક સત્ય સ્વરૂપતા જ અંતરમાંથી લઈ આવીને પરમ આનંદ ઉપલબ્ધ કરે છે, આમ પરમ આનદ એજ જીવનની ફળ શ્રુતિ છે.

આ જગતમાં માનવ જીવન પોતાના સ્વાર્થ માટે દરેક માણસ જીવતો હોય છે, તે સત્ય છે, પણ જે માણસ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિત થઈને, અનાસક્ત ભાવનો હ્ય્દયથી સ્વીકાર કરી આત્મિક સત્યમાં સ્થિત થઈને પોતાના સ્વાર્થ ખાતર જીવે છે, એ જ સાચું અને સત્ય સ્વરૂપ જીવન છે, અને એજ આત્મ જ્ઞાાન છે, એજ જીવનનું સત્ય છે, ગીતા આને જ જીવન યોગ કહે છે, સત્ય સ્વરૂપ અને અનાસક્ત આધારિત, આત્મિક સત્ય સ્વરૂપ શુધ્ધ અંતરની, શુધ્ધ ભાવનાથી જીવન જીવનાર વ્યક્તિ પોતે વ્યક્તિ મટી સમષ્ટિનું એક અંગ બની જાય છે. જો તમારી પાસે આત્મિક સત્યને પામવાની ક્ષમતા હોય તો સમગ્ર પ્રકૃતિમાંથી જ સત્યનો જીવનસંદેશ પ્રાપ્ત થાય છે, એનું નામ છે સત્યની અનુભૂતિ અને અનુભવ એજ જીવનની પૂર્ણતા તૃપ્તિ અને પરમ સંતોષ છે...

માનવ જીવનમાં ઘાતક અને વિનાશકારી પરિસ્થિતિનું નિર્માણ કરનાર અહંકાર, રાગ દ્વેષ, તૃષ્ણા મોહ વાસનાં અને મમત્વભાવ જે જીવનનાં આત્મિક સત્યનો નાશ કરી નાખે છે, પણ આમ જોવા જઈએ તો અહંકાર. મોહ તૃષ્ણા કોનામાં હોતા નથી ? પરંતુ એ અહંકાર, તૃષ્ણા કામના વાસનાં વગેરે જ્યારે અસત્ય રૂપ સ્વાર્થ યુક્ત થઈને બીજાની બનાવટ કરીને શોષણ કરે છે, બીજાના હ્ય્દય પર ઘાત કરે છે, તેને કોઈ પણ પ્રકારનું નુકસાન કરે છે. બીજાના મનમાં મનમાં શુળ કે કાંટો ભોંકે છે કે બીજાના શીલ, સત્ય અને નિષ્પાપ પણાની સામે અહકાર વગેરે બાથ ભીડે છે ત્યારે એ અહંકાર તૃષ્ણા કામના પ્રચંડ, ભયાવહ રૂપ ધારણ કરે છે. જેથી માણસ પોતાના આત્મિક સત્યથી, આત્મ જ્ઞાાનથી, વંચિત થઈને અજ્ઞાાનમાં અને અવિધ્યામાં ઢળી પડે છે, અને આસક્ત બનીને અસત્યના આધારે જ પ્રવૃત્તિ કરે છે એજ જીવનનું મહા દુખ છે, ચિંતા છે તાંડવ છે, આમ પોતાની ભીતરમાં પડેલા અને પેઘી ગયેલા અહંકાર, તૃષ્ણા કામના વાસનાં વગેરેની આત્મિક સત્ય સ્વરૂપ થઈને આત્મ ધ્યાનની આંતર સાધના કરી અંતકરણ નિર્મળ બનાવી શુધ્ધ નિર્મળ મનથી આ બધાની ઓળખ કરવી તેને જાણવા જોઈએ તેની પ્રવૃત્તિથી માહિતગાર થવું જોઈએ આવી માહિતી અને જાણ કારી થતાં જ માણસ આનાથી મુક્ત જ થઈ જાય છે.  

(ક્રમશ:)

- તત્ત્વચિંતક વી. પટેલ