માણસ સ્વભાવથી જ ખરાબ ને ખરાબ જાણીને કોઈપણ જાગૃત અવસ્થામાં માણસ કોઈપણ જાતની ગંદકી સાથે રાખી ને જીવતો જ નથી, તે માનવ મનનો શાશ્વત સિધ્ધાંત છે,, આમ શુધ્ધ અંતરથી મનથી જાણવું એજ આંતર આત્મિક આધ્યાત્મિક સાધના માર્ગનું પહેલું પગથિયું છે. આત્મિક સત્યમાં સ્થિત થઈને આત્માની ઓળખ અને સ્વભાવમાં સ્વસ્વરૂપમાં જાણીને સ્થિરતા, એજ ગીતાનો જીવન યોગ બને છે, જાણીને ચાલનાર કોઈ માણસ ઉડા કૂવામાં પડેજ નહિ તે શાશ્વત સિધ્ધાંત છે,, જીવનમાં જાગૃત માનદ કદી પણ દુર્ગુણો, દુરચારો દુરવ્યવહારો કે દૂર વૃત્તિ ધારણ કર્મએ તેણો વ્યવહાર કે આચરણ કરતો જ નથી, એટલે જાગૃતતા એજ સત્ય સ્વરૂપ જીવન છે.
માનવ જીવનમાં અહકારની તૃષ્ણાની કામનાની આત્મિક સત્ય આધારિત ઓળખ વિના અને તેનાથી નિવૃત થયા વિના તમો આત્મિક સત્ય આધારિત ભક્તિ, નિષ્કામ કર્મ જ્ઞાાન કે યોગની આંતર સાધનામાં સત્ય આધારિત આગળ વધી શકાતું જ નથી, એટલે કે આંતર સાધનામાં અહકારને, તૃષ્ણાને વગેરેને શુધ્ધ અંતકરણથી શુધ્ધ નિર્મળ મનથી જાણ્યા વિના અને આત્મિક સત્યમાં સ્થિત થયા વિનાજ બધાં પ્રકારના ભક્તિના જપ, તપ, કર્મકાંડ, કર્મ ક્રિયા તર્પણો યાત્રા પૂજા કથાઓ સત્સંગ કથાઓ સાંભળવા અને કાળા નાણાનું દાન કરી કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ વિધાન કરવા એ તમોને અસત્યના અવળે રસ્તે ચલાવ્યા કરે છે, તમો સત્યનો માર્ગ ગ્રહણ કરી જ શકો નહીં અને તમો જાજવાના જલના દર્શનમાં લીન થઈ જાવ છો અને મળશે મળશે તેવી તૃષ્ણા યુક્ત જીવો છો કોઈપણ સાધનામાં પદાર્થ રૂપે મળતું કશું જ નથી, તે સત્ય હકીકત છે, એટલે પદાર્થ મેળવવા જોકોના માલિકને ધાવો તો નહિ જ ત્યાં દૂધ નહિ જ નીકળે ખારું કાઈક નીકળશે, એ તમારા ગળે પણ ઉતરશે નહિ થૂકી નાખવું પડશે ને તમારા કાળા નાણાનું દાન નકામું સાબિત થશે, આમ જોકોમાં, પુરાયનો આધ્યાત્મિક કે કોઈ આત્મિક લાભ સાંપડશે નહીં., એટલું સ્પષ્ટ જાણો આજે જોકોના માલિકો આ બધું જ આજે તમારી પાસે બાહ્ય પ્રવૃત્તિ દ્વારા કરાવે છે તેઓ પણ આત્મિક સ્થિત હોતા નથી, સારુ મીઠું બોલવું અને ભરમાવવા ભયમાં નાખવા તે સત્યનું આચરણ નથી તેતો કાળા નાણા કઢાવવાની તરકીબો છે, તેમાં નથી સત્ય કે નથી આત્મિક સત્યતા એટલું તમારા શુધ્ધ અંતકરણથી જાણો, જ્યાં જોકના માલિકો જ પોતે જ આત્મિક સત્યમાં સ્થિત નથી કે પરમ જ્ઞાાન પ્રાપ્ત કર્યું જ નથી અહંકાર રાગદ્વેષ અને દ્વદ્વ ઓગાળેલ નથી ત્યાં સત્ય ન હોય ત્યાંથી સત્ય પ્રાપ્ત થવું અશક્ય છે, મુશ્કેલ છે, એટલે જ કોઈ આજે કોઈ જોકમાં પુરાયેલો પ્રસન્નચિતથી જીવતો જોવા મળતો નથી. (ક્રમશ:)
- તત્ત્વચિંતક વી. પટેલ


