ધ્યાન યોગ .
ભાગવતનો આરંભ ધ્યાન-યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઇશ્વરનું ધ્યાન કરશે તે ઇશ્વરને વહાલો લાગશે. જ્ઞાાનીઓ સમાધિ- માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાાનીઓ જ્ઞાાનથી ભેદ (સગુણ-નિર્ગુણ)નો નિષેધ કરે છે.
જ્ઞાાનથી ભેદ (સગુણ-નિર્ગુણ) દૂર કરવો એ જ્ઞાાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદ (સગુણ-નિર્ગુણ)ને દૂર કરવો એ ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. માર્ગ જુદાજુદા છે. સાધનમાં ભેદ (જુદા જુદા રસ્તાઓ)છે, પણ ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ- જ્ઞાાનપરક (જ્ઞાાનવાળો) અને ભક્તિપરક (ભક્તિવાળો) થઈ શકે છે. તેથી સગુણ અને નિર્ગુણ બંનેની જરૂર છે.