યોગ અને મનનો પરસ્પર સંબંધ
યોગ અને મનનો ઊંડો પરસ્પર સંબંધ છે. યોગનો આખો આધાર જ મન છે, અને મનનું સમાધાન થવું એટલે કે મનનું અક્રિય થવું, અમૃતોમય થવું એ જ મનનું સમાધાન છે, અને યોગની સ્થિતિ છે
અમૃતોમય કરવાની કળા, જો કે આ મનની પહેલી વિચિત્ર લાગે છે, પણ તે જ સત્ય છે. કારણ કે યોગની આંતર સાધના દ્વારા જ મન અક્રિયની અને અમૃતોમયની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે, અને મન અક્રિય અને અમૃતોમય થતા માણસ પોતાની જ પરમ આત્મ ચેતનામાં જાગૃતતાપૂર્વક સ્થિર થઈને અમૃત સ્વરૂપ થઈને જીંદગી જીવી શકે છે, આ જ માનવ જીવનની સિદ્ધિ છે અને આ સ્થિતિ જ મોક્ષના દ્વાર ખોલી નાખે છે.
વસ્તુત: યોગ અને મનનો ઊંડો પરસ્પર સંબંધ છે. યોગનો આખો આધાર જ મન છે, અને મનનું સમાધાન થવું એટલે કે મનનું અક્રિય થવું, અમૃતોમય થવું એ જ મનનું સમાધાન છે, અને યોગની સ્થિતિ છે, આમ યોગ એટલે જોડાવું એટલે કે મનને અક્રિય કરીને, અમૃતોમય કરીને તેને આત્માની પરમ ચેતના સાથે જોડી દેવું તેનું નામ યોગ છે, એનો અર્થ એ થયો કે યોગ એ આખી આંતર સાધનાની જ મનને અક્રિય કરવાની અને અમૃતોમય કરવાની જ પ્રક્રિયા જ છે.
આમ યોગ અને મન એકબીજાને પૂરક છે, મનની વૃત્તિઓનો એજ યોગ છે, મનને એકાગ્રતા અક્રિયતા, સ્થિરતા, શુધ્ધતા અને અમૃતોમયતામાં સ્થિર કરવું એજ યોગનો મુખ્ય ઉદ્દેશ છે.
મન કામના વાસના વગેરે વૃત્તિઓથી ભરેલું હોય છે, માટે જ ચંચલ હોય છે અને અસ્થિર હોય છે, અને મન ચંચળ અસ્થિર અને અશુધ્ધ હોવું એ જ દુ:ખ તનાવનું કારણ છે, માનવીય જીવનમાં બધા જ પ્રકારના સંતાપ દુ:ખ તનાવ અને ચિંતા અશુધ્ધ મનથી જ ઉત્પન્ન થાય છે.
માનવીય જીવનની બધી જ અશાંતિ, આકુળતા, વ્યાકુળતા, અવ્યવસ્થા, અસ્ત વ્યસ્તતા, અરાજકતા આતંકતા, અસત્યતા, રાગ દ્વેષ, કામના વાસના, તૃષ્ણા, અહંકાર, ભય અને તનાવ પૂર્ણ સ્થિતિ વગેરે મનની ચંચળતા, અસ્થિરતા અને અશુદ્ધતાથી જ ઉત્પન્ન થાય છે, અને આ મનની અશુધ્ધતાનું જ ફળ છે.
યોગની, આંતર સાધના દ્વારા નિગ્રહ અને નિરોધનાં માધ્યમથી જ મનની અંદર જે વિશ તત્ત્વ છે, તે ધ્યાન દ્વારા ખેંચી લે છે, અને મનને અક્રિય, સ્વસ્થ, સુંદર, સ્થિર, શાંત, શુદ્ધ કરીને મનને અમૃતોમય બનાવી દે છે, એ જ યોગની આંતર સાધનાનું ફળ છે.
આમ મન જ્યારે અક્રિય અને અમૃતોમય થઈ જાય છે, ત્યારે માણસનું સમગ્ર જીવન જ અમૃતોમય બની જાય છે, જેથી માણસ પરમ શાંતિ અને પરમ સુખ અને પરમ આનંદનો અનુભવ કરી શકે છે. યોગ અને ધ્યાનની આંતર સાધના દ્વારા મન અક્રિય અને અમૃતોમય બની જાય છે, ત્યારે જ તે પોતાનું જોડાણ આત્મા સાથે કરી શકે છે. આમ થતાં જ અન્ય જ્ઞાાન ઉઝાગર થાય છે અને સમગ્ર જીવન પ્રકાશમય બની જાય છે અને આત્મા એ જ પરમાત્મા છે એટલે જોડાણ આપોઆપ પરમાત્મા સાથે શક્ય બને છે.
માણસનું મન ઉભયવાહી છે, અધોવાહી છે અને ઉર્ધ્વવાહી પણ છે, આમ મન ઘણું વિચિત્ર છે, તેને અક્રિય અને અમૃતોમય બનાવવું ઘણી આંતર સાધના માગી લે છે. આ સાધનામાં અભ્યાસ અને વૈરાગ્યની જરૂરિયાત પડે છે, એટલે કે આંતર સ્વાધ્યાય કરીને આંતર ચેતનામાં જાગૃતિ પૂર્વક સ્થિર થવાનું હોય છે, તોજ મન અક્રિય અને અમૃતોમય બને છે.
જ્યારે માણસનું મન અધોવાહીની સ્થિતિમાં હોય છે ત્યારે મનની શક્તિઓ આખો પ્રવાહ નીચેની તરફ વહે છે. એટલે કે ત્યારે મન સંસારના ક્ષુદ્ર ભોગો તરફ વહે છે, આકર્ષાય છે, અને ત્યાં જ આકર્ષિત હોય છે. એટલે કે તે માયા, મોહ, મમતા, તૃષ્ણા કામના, વાસના, ઈચ્છા, અપેક્ષા, આશા, રાગ દ્વેષ અને અહંકાર વગેરેમાં જ મન રમણ નિરંતર કરતું હોય છે.
માણસનું મન ભૌતિક પદાર્થો, પાર્થિવ એષણાઓ, લાલસાઓ, કામનાઓ, વાસનાઓ, કલ્પનાઓ, આશાઓ વગેરેમાં મન નિરંતર વહેતું રહે છે... અને યશ, પ્રતિષ્ઠા, માન, મોભો, સન્માન, ધન મિલકત, વગેરે પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખીને તે નિરંતર મન દોડતું જ હોય છે, જેથી માણસ વાસ્તવિક જીવનથી, સત્ય સ્વરૂપ જીવનથી ભટકી જતો હોય છે, અને ગમે તે ભોગે બધું જ પ્રાપ્ત કરવા મથે છે અને આજ જ્ઞાાનમાં સ્થિર થયા વિના પરમ શાંતિ, સુખ અને આનંદ નથી અને જ્ઞાાન તો મનને અક્રિય અને અમૃતોમય કરવાથી જ તેમાં સ્થિર થવાય છે, જ્ઞાાન એટલે આ સૃષ્ટિમાં એક જ પરમાત્મા રહેલો છે, જે આપણા આત્મામાં વાસ કરે છે તેને જાણવો અને તેમાં સ્થિર થવું તેનું નામ જ્ઞાાન છે, આપણા ઉપનિષદોએ કહ્યું છે કે અપરોક્ષ અનુભવ અથવા સાક્ષાત્કાર થાય તેનું નામ જ્ઞાાન છે.
આમ સત તત્વનું નિત્ય ને અવિનાશી એવા પરમાત્માનું આંતર દર્શન અથવા સાક્ષાત્કાર એજ જ્ઞાાન છે, આવું જ્ઞાાન માણસ યોગની સાધના દ્વારા જ્યારે મન અક્રિય અને અમૃતોમયમાં સ્થિર થાય છે ત્યારે જ તેમાં સ્થિર થવાય છે, તે જ આ જીવનની સિદ્ધિ છે, એટલે જ્ઞાાન અંદરથી ઉઝાગર કરવું પડે છે. બહારથી પ્રાપ્ત થાય જ નહીં, એટલું બરાબર સમજી લેવા જેવી હકિકત છે,
જ્ઞાાન કોઈ શાસ્ત્રોમાંથી, સાંભળવાથી, વાંચવાથી સત્સંગથી કે કોઈ વ્યક્તિ પાસેથી મળે જ નહીં, તે માત્ર માહિતી છે, જ્ઞાાન નથી, જ્ઞાાનની પ્રાપ્તિ માટે યોગની સાધના જ કરવી પડે છે, ને આંતર ચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થવું જ પડે છે. આ માટે યોગની અને ધ્યાનની સાધના કરીએ ને મનને અક્રિય કરીએ અને અમૃતોમય કરીને જીવીએ ત્યાં જ પરમાનંદ છે.
- તત્વચિંતક વી. પટેલ