ચૈત્રી નવરાત્રિએ બહુચર માની આરાધના!
બહુચર મા ડેરા પાછળ કૂકડેકૂક બોલે કૂક્ડા તારી બોલી મીઠી મીઠી લાગે !
માનું વાહન કૂકડો કેમ ?
સ્વયં માતાજીએ પ્રકટ થઈને વલ્લભ ભટ્ટને 'આનંદનો ગરબો ' રમવાની પ્રેરણા આપી હતી.
ચૈત્ર નવરાત્રિએ 'માતાજી'ની આરાધના કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક શક્તિપીઠો છે. બહુચરાજી અંબાજી અને પાવાગઢ (ગુજરાતમાં) બાલા બહુચરી (બાલા ત્રિપુરારી) તરીકે ઓળખાય છે. દક્ષકન્યા સતી પાર્વતીના દેહનો ડાબો હાથ, ઉત્તર ગુજરાતના મુવાડ પ્રદેશના બોરીવનમાં શંખલપુર વરખડી વૃક્ષ પાસે પડતા ત્યાં બહુચર માનું પ્રાક્ટય થયું. આ આદ્યસ્થાનક છે. દેવી ભક્ત અમદાવાદના વલ્લભ ભટ્ટે માતાજીના સ્થાનકે રહી અનેક ગરબા રમ્યા છે.
આનંદનો ગરબો ગુજરાતમાં ઘેર ઘેર ગવાય છે. બહુચર મા અનેક જ્ઞાાતિઓની કુળદેવી તરીકે પૂજાય છે. ચૈત્ર માસમાં પૂનમે બહુચરાજીથી માતાજીનો પાલખી-વરઘોડો નીકળી શંખલપુરના મૂળ પ્રાગટય સ્થાને જાય છે. ત્રિપુરા બહુચરાજીની મૂર્તિ નહીં પણ શ્રીયંત્રની પૂજા થાય છે. મંદિરમાં મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલ શ્રી યંત્રનું પૂજન થાય છે.
સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારો મા
બાળ કરી સંભાળ કર ઝાલો મા
( આનંદનો ગરબો-૩)
ભારતમાં બાવન શક્તિપીઠો છે. મહમંદ ગઝનીનું સૈન્ય બહુચરાજી પાસેથી પસાર થતું હતું. ત્યાં ચોકમાં અનેક કૂકડા, ફરતા હતા મહમંદના સૈનિકો કૂક્ડાનો શિકાર કરી ખાવા માંડયા પણ એક કૂક્ડો બહુચરમાના ડેરા પાછળ વરખડીના ઝાડમાં જઈ સંતાયો. માનુ શરણ સ્વીકાર્યુ માતાએ તેને વાહન બનાવ્યો ત્યારથી 'મા' કૂકડા ઉપર બિરાજમાન છે.
- બંસીલાલ જી.શાહ