Get The App

અધિક માસ-ને 'પુરૂષોત્તમ માસ'- કેમ કહેવાય છે ??

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
અધિક માસ-ને 'પુરૂષોત્તમ માસ'- કેમ કહેવાય છે ?? 1 - image

(તેનું ધાર્મિક મહત્ત્વ)

વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી વગેરે દરેક એ કાળનાં વિભાગો છે. જળ, સમુદ્ર, નદી, તળાવ કૂવા, ઝરણા વગેરે જળનાં વિભાગો છે. આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો મહિનો ઉત્પન્ન થયો. પરંતુ આ માસનો અધિષ્ઠાતા કોઈ દેવ ન હતે. આથી આ માસને 'મળમાસ' નામે ઓળખાયો. તેમજ તે માસને મલિન માસ સમજીને ભાવિકો તે સારા કાર્યો કરતા નહિ. કારણકે આ માસમા સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા. આ માસમા આ માસને ન કામો માની ઘૃણા કરવા લાગ્યા.

આ અધિકમાસ-મળમાસ જગતના જીવોથી ધિક્કારાતો નિંદાતો હડધૂત થતો દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો. અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો કરતો રહેતો હતો. પરંતુ કુંભીપાક નર્કનાં ડરથી તેમ કરતા તે અચકાતો, દારૂણ, દુઃખમાં દિવસો પસાર કરતો હતો. એક વાર તે ઘોર-નિરાશાને પ્રાપ્ત થયેલો મળમાસ વૈકુંઠ લોકમાં હરિના શરણે આવ્યો અને અશ્રુભરી વેદનાઓથી ઝળઝળતા અવાજે કહેવા લાગ્યો.

' હે દયાનિધિ, કરૂણાનિધાન, જીવમાત્રનાં રખેવાળા, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહી એના તમે છો. 'જિસકા કોઈ નહિં ઉસકા તો ખુદા હે યૈરો.'

જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારાં શરણે આવે તો એની આધિ-વ્યાધિ અને ઉપાધિ ટળે છે. એની યાતનાઓનોં અંત આવે છે. આવા શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપની પાસે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હુ નિરાધાર અને અનાથ છું. મારા બધા ભાઇઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. જગતમાં લોકો મને 'મળમાસ' કહીને મારા દુઃખમાં વધારો કરે છે.

મારા આ માસ દરમ્યાન કોઈ સદ્કાર્ય થતા નથી. મને કોઈ દેવ શરણે રાખતા નથી. તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા ત્રીસ દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાને કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું.

હે જગતનાં પાલનહાર, 'હે મુરારિ ઃ માતા દેવકીને કંસના ક્રુર પંજામાંથી છોડાવનાર આપજ છો. યમુનાના વિષમય જળપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકો ને જીવિત કરનાર આપજ છો. તો શું આપ મારૂં રક્ષણ નહિ કરો ? હું કુબ્જા અને ગજેન્દ્રથી પણ વધુ નીચ છું ?? દેવ મારી રક્ષા કરો.. રક્ષા કરો.. ચરણ પકડી રોવા લાગ્યો.

ત્યારે જીવમાત્ર ઉપર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા. 'હે વત્સ.' સંક્ટ સમયે રુદન કરવાથી સંક્ટ દૂર થતાં નથી. તને મારા દર્શનથી તારા સર્વ દુઃખો દૂર થશે.

ભગવાન નારાયણ કહે છે 'કામ્યક વનમાં ભગવાન શ્રીકૃષ્ણ રહે છે તે ગોલોકના શ્રીકૃષ્ણના શરણે જા, ભક્ત વત્સલ ભગવાન શ્રીકૃષ્ણ અવશ્ય તારા તમામ દુઃખોને તેનું નિવાકરણ કરશે.

' ત્યાં જઈ તેની સ્તુતિ કરવા લાગ્યા,' હે પ્રભુ ! હે ભગવાન ! આપ અજર અમર છો. અ જન્મા છો, તમે જ શાશ્વત, સત્ય સ્વરૂપ છો. આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપનો નાશ કરવા માટે જન્મ ધારણ કરો છો. સેવા અનંતઃ સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટિ કોટિ વંદન હો. આવી પ્રાર્થના ત્યાં જઈને કરવા લાગ્યા.

આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા ગોલોકાધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ તેની સામે તેની દીન-હીન દશા જોઈને બોલ્યા. હું જ અનાથનો નાથ છું. હું જ ચંદ્ર છું, હું જ સૂર્ય છું. જેનો કોઈ સ્વામી નથી તેનો હું જ સ્વામી છું. આ મારૂં નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા આ અધિકમાસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરૂં છું. આ મળમાસ હવેથી 'પુરુષોત્તમ માસ' તરીકે ઓળખાશે ? વળી આ બારેય માસ કરતા વધુ પવિત્ર, તેજસ્વી કીર્તિવંત અને શ્રેષ્ઠ બનશે.

- પુરુષોત્તમ માસનો મહિમા ઃ યોગીજનો અત્યંત તપશ્ચર્યા કરવા છતા તેઓને મારા ધામની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે. એ યોગીજનોને દુર્લભ એવું મારૂં ધામ પામશે.

આ માસમાં જે મનુષ્યો વ્રત-તપ-પૂજા કરશે. તે હજારગણું ફળ પામશે. અને આ પુરુષોત્તમ માસનાં વ્રતથી તે જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિનાં કષ્ટમાંથી મુક્ત થઈ સદાયના માટે મને જ પ્રાપ્ત થશે.

મારા નામથી અત્યંત મહિમાવાન બનેલા આ માસમાં જે પુણ્ય કરશે. તેને મારૂં ઉત્તમ એવું તે જ પ્રાપ્ત થશે.

દર ત્રીજા વરસે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં તીર્થ સ્થાનમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા જેવા અઘોર દોષોમાંથી મુક્તિ મેળવે છે. જીવનના સકળ મનોરથો પૂર્ણ થાય છે. તેની સર્વ ઇચ્છાઓ ફળે છે.

- બધા ભગવાનમાં શ્રીકૃષ્ણ એ જ કેમ. પુરુષોત્તમ-માસને સ્વિકાર્યો ?

જગતમાં ક્ષર (નાશવંત) અને અક્ષર એટલે અવિનાશી-આશાવંત નહિ. તેવી બે પ્રક્રિયા છે. દરેક દેવો, ચંચળ અને ચલિત છે. મળમાસને ધારણ કરવા બધાએ ના પાડી ત્યારે નારાયણ ભગવાન તેને શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા જે અક્ષર પુરુષોત્તમ છે. તે નાશવંત અને નાશવંત નહીં. (ક્ષર-અક્ષર) બન્નેથી ઉત્તમ છે. ક્ષર અને અક્ષર બન્ને લૌકિક છે. પરંતુ પુરુષોત્તમ અલૌકિક છે તેને સમજવા તે શ્રદ્ધાનો વિષય છે એ ઉત્તમ પુરુષને જે 'પરમાત્મા' તરીકે ઓળખાય છે. (ગીતા.અ. ૧૫-૭) અને ત્રણેય લોકમાં ઇશ્વર તરીકે પણ પ્રસિધ્ધ છે. જે સર્વત્ર સમાનરૂપ છે.

એણે જ ભગવત ગીતામાં આપણા સહુ માટે એક બાહેંધરી આપી છે કે....

શ્નિંી ષ્હ્ર્ીદ્યક્ેંઝેપ્હપ્,

હ્ર્હ્રખ્તદ્વછ ૈ્ઝદૃછ ઝ્રમદ્ર ળળ

હ્ય્ર્ંછ ેશ્ન્ શ્નિંી ક્ક્ખ્તપ્ખ્તિ

હ્ર્ખ્તઢ્ઢ્ ેંપ્ડ્ઢપ્ેંહ્ર હ્ર્ૈ્ઢટ્ટ ઃ ળળ૬૬ળળ

ભગવત ગીતા અધ્યાય ૧૮

'બધા જ ધર્મોના આશ્રય વિચાર છોડીને અર્થાત શું કરવું ? શું ન કરવું ? આવા વિચારો છોડીને કેવળ એક મારે શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરાવીશ.'

આમ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ એ સહુ દૃઢ શ્રદ્ધા આપનારૂં વચન આપ્યું છે. તે જ પુરુષોત્તમ છે.

- મહાત્મય ઃ- જે કોઈ કળીયુગમાં રોજ, તપ, વ્રત, વગેરે કરતા નથી. જે લોકો તે સર્વે દેવકર્મ ચૂકી જાય છે. આ ત્રણ વરસે આવતાં પુરુષોત્તમ માસ એ અત્યંત ફળ દેનારો પુણ્ય માસ છે. આ માસના ફળ ઉત્તમ પુણ્ય દાયક છે. પુરુષોત્તમ માસની અમૃતધારામાં આનાં ઘણાં દૃષ્ટાંતો છે.

દુઃખ દારિદ્રય થાય દૂર, મળે માન ને પાન,

જેને પુરુષોત્તમ ફળે, તેના સર્વ કરે સન્માન.

- ડો.ઉમાકાંત.જે.જોષી