Get The App

શ્રી 108 કેમ લખવામાં આવે છે?

Updated: Apr 27th, 2022

GS TEAM

Google News
Google News
શ્રી 108 કેમ લખવામાં આવે છે? 1 - image

- હિંદુ સંપ્રદાયમાં પુષ્ટિમાર્ગના આચાર્યોના નામ આગળ

- જે ગુરૂને ભગવાન માની ગુરૂના ચરણસ્પર્શ કરે છે. પુષ્ટિમાર્ગમાં તો કેસર સ્નાન થકી આચાર્યોના ચરણ ધોવાનો રિવાજ છે. આવા પુષ્ટિ આચાર્યોની આગળ શ્રી ૧૦૮ લખાય છે

ભા રતમાં અનેક સંપ્રદાયો આચાર્યો આજે અસ્તીત્વમાં છે. ગુજરાતમાં અનેક સંપ્રદાયોના (વડા) છે. સંતો, મહંતો આચાર્યોએ સમાજના પહેરી છે તે સંસ્કારનું ભાથુ પુરૂ પાડે છે. સદ્ગુરૂએ જીવનમાં આવશ્યક છે.

ઉંચી મેડી મારા ગુરૂજી ને રે ! સંતો આચાર્યો સમાજના ઉત્કર્ષનાં કાર્યો કરે છે. 

ગુરૂ પુર્ણિમાનો દિવસ ગુરૂઓની પાદુકા પૂજન કે તેમના ઋણ સ્વીકારવાનો દિવસ છે. ગુરૂ અને આચાર્યોનો મહિમા અપાર છે. ગુરૂ પાસે જ્ઞાાનનો ભંડાર છે. આધ્યાત્મિક બળ છે. ગુરૂનું સાનિધ્ય સંઘવી સમસ્યાનું ઘણીવાર પૂરક બળ બને છે. તેમના આશીર્વાદ ઘણીવાર દવા કરતાં ઘણાં હિતકારી છે. દવા કરતાં દુઆ શ્રેષ્ઠ !

ગુરૂ બ્રહ્મા ગુરુ વિષ્ણુ : ગુરૂદેવો મહેશ્વર :।

ગુરૂ : સાક્ષાતં પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમ : ।।

ગુરૂ- આચાર્ય જીવનનાં અંધેરાં દુર કરે છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય;

બલિહારી ગુરૂદેવકી જિને ગોવિંદ દિયો બતાવ

આમ સંપ્રદાયના આચાર્યોનું સંપ્રદાયમાં મોટુ કાર્ય  બળ છે.

પહેલાંના જમાનામાં પુષ્ટિમાર્ગમાં ગોસ્વામી બાળકો જે આચાર્યો છે ત્યાંથી પત્ર વૈષ્ણવને લખાય તો વૈષ્ણવના નામ આગળ માન વાચક અંક વૈષ્ણવ-૩ લખાતુ આ એક વૈષ્ણવ સેવકને સૂચિત કરે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પરંપરામાં ભાઈ ગુરૂનું સ્થાન હોય તો '૬' અંક લખાતો.

'શ્રી ષટ દિજે ગુરૂનકો પાંચ નૃપતિ રિપુચાર ।

ત્રણ ભુત્ય હૈ મિત્રકો એક પુત્ર અરૂનાર ।।'

રાજાને શ્રી પાંચ અંકે લગાડાતો.

મિત્રો કે સ્વજનો માટે આજે 'શ્રી' લખવાનો રિવાજ છે. આંકડાનું વિશિષ્ટ સબંધોનું સ્થાન છે.

આ આંકડાઓ સન્માનની ભાવનાઓ વ્યક્ત કરે છે. સામાન્ય ગુરૂ માટે શ્રી ૬ લખાય આધ્યાત્મિક ક્ષેત્રમાં જે કલ્યાણકારી છે.

જે પોતે ભગવદ્ સ્વરૂપ છે જે પ્રભુની સાથે આપણો મેળાપ કરી આપવામાં સહાયરૂપ છે. જે ગુરૂને ભગવાન માની ગુરૂના ચરણસ્પર્શ કરે છે. પુષ્ટિમાર્ગમાં તો કેસર સ્નાન થકી આચાર્યોના ચરણ ધોવાનો રિવાજ છે. આવા પુષ્ટિ આચાર્યોની આગળ શ્રી ૧૦૮ લખાય છે. પુષ્ટિ માર્ગની સાત ગાદી છે.

ભગવાન કૃષ્ણ પુષ્ટિ પુરૂષોત્તમ છે

ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમ છે

'રામ' માં ૨ એ મુળાક્ષર ૨૭મો અક્ષર છે. અને આ તે બારખડીનો બીજો અક્ષર છે '૨' ૨૯ ક્રમાંકમાં આવે છે.

તેજ પ્રમાણે 'મ' મૂળાક્ષરનો ૨૫મો અક્ષર છે. આમ રામ શબ્દોના કુલ અંક ૨૯ +૨૫=૫૪ થાય છે. રામ-રામ શબ્દ બે વખત બોલવામાં આવે છે. ૫૪+૫૪=૧૦૮ થાય છે. ગુરૂ રામ તુલ્ય છે સાક્ષાત્ ભગવદ્ શબ્દથી હૃદયને શાંતિ અને આરામ મળે છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં જે શ્રી કૃષ્ણ : શરણં મમ્ ।। ની માળા રોજ ઠાકોરજી સન્મુખ કરે છે. તે માળાના મણકા ૧૦૮ છે. મણકા ફેરવીયે ત્યારે આપણને ગુરૂનું સ્મરણ થાય જ છે. કારણ આ મંત્ર ગુરૂએ આપેલો છે.

એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે ત્યારે તે બીજા વૈષ્ણવમાં હૃદયમાં ઠાકોરજીને વંદન કરે છે.

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આચાર્યો કે ગુરૂના ચરણ સ્પર્શથી ગુરૂના આધ્યાત્મિક બળનો આર્વિભાવ આપવામાં આવે છે. ગુરૂ સાત્વિક હોવા જરૂરી છે.

'ગુરૂ બિન કૌન બતાવે ઘાટ 

બડા વિક્ટ યમ ઘાટ'

આમ સંસાર સાગરના નાવિક ગુરૂ છે. જગત જીવ અને પરમાત્માના સ્વરૂપને જાણવા ગુરૂની આવશ્યકતા છે.

શાસ્ત્રનો સાર પણ ગુરૂ સરળતાથી સમજાવી શકે. શ્રીમદ્ ભાગવત્ આગળ શ્રીમદ્ લખવામાં શાસ્ત્રની મહાનતા વધે તેવું જ ગુરૂ કે આચાર્યોની બાબતમાં છે. ૧૦૮ શ્રી માનવાચક છે.