વિશ્વ નાતાલ (Christmas) પર્વ કેમ ઉજવે છે .
- જગતમાં લોકોનું તારણ, મોક્ષ પ્રાપ્ત થાય માટે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા જગતના સર્વ લોકોનાં આત્માઓને નર્કથી મુક્તિ/તારણ મળે માટે આવ્યા હતા
દ ર વર્ષે ૨૫ ડિસેમ્બરનાં રોજ સમગ્ર વિશ્વ નાતાલ (Christmas) પર્વ ઉજવે છે. "નાતાલ" શબ્દ એ ફેંચ શબ્દ છે. આપણા દેશમાં પણ ખ્રિસ્તી અને જેઓ ખ્રિસ્તી લોકો નથી તેવા લોકો પણ આ પર્વ ખુબ જ આનંદ ઉલ્લાસમાં મનાવે છે. અને દરેક મનુષ્યએ આ પર્વ ઉજવો જ જોઈએ. કારણ કે બાયબલ સ્પષ્ટ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા ખ્રિસ્તી લોકો માટે જ નહિ પરંતુ સમગ્ર માનવ જાતના પાપોના ઉદ્ધારની માટે આ દુનિયામાં આવ્યા હતા (બાયબલ-યોહન : ૧૬) નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે, પરંતુ તેનું મહત્વ ઘણા લોકો સમજતા નથી કે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર કેમ અવતારી થયા હતા તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
૧) જગતમાં લોકોનું તારણ, મોક્ષ પ્રાપ્ત થાય માટે પ્રભુ ઈસુ જગતમાં આવ્યા જગતના સર્વ લોકોનાં આત્માઓને નર્કથી મુક્તિ/તારણ મળે માટે આવ્યા હતા. ૨) પ્રભુ ઈસુ જગતના લોકોની સેવા કરવા આવ્યા હતા. ૩) ઈશ્વર પિતાની ઈચ્છા હતી કે, જગતના સર્વલોકોનો આત્મા નાશથી બચે તે ઈચ્છા પૂરી કરવા પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા હતા.
૪) મનુષ્યએ પાપ કર્યું (ઈશ્વરની આજ્ઞા માની નહિ) જેથી ઈશ્વરનો કોપ/શિક્ષાથી બચાવવાને પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા હતા.
૫) બાયબલ પ્રમાણે મનુષ્યનાં મરણ પછી પણ બીજું જીવન છે, જે સદાકાળનું ભરપુર જીવન છે તે આપવા પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા હતા.
૬) પ્રભુ ઈસુ આ જગતમાં ઈશ્વરના વચનો આપવા આવ્યા હતા, જે વચનો સાંભળી લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ કરે. ૭) પ્રેમ, આનંદ શાંતિની સુવાર્તાનો સંદેશો લઈને પ્રભુ ઈસુ જગતમાં આવ્યા હતા. ૮) પ્રભુ ઈસુ ઉપર જ વિશ્વાસ કરવાથી તારણ, મોક્ષ તથા મુક્તિ મળે છે, તે જાહેર કરવા આવ્યા હતા.
૯) ધર્મ લેખો તથા પ્રભોધકોની ભવિષ્ય વાણીઓ પૂરી કરવાને આવ્યા હતા. ૧૦) અત્યારના સમયમાં જેમ બલિદાન આપવું, લોહી વહેવડાવવું ચાલી રહ્યું છે તેમ તે જમાનામાં પણ કોઈપણ બલિદાન (કોઈપણ ઘેટા, બકરા વિગેરેનું) બલિદાન આપવાથી પોતાની ઈચ્છા, મોક્ષ, મળી ગાતા હતા. જેથી પ્રભુ ઈસુએ પોતે જ દુનિયાના અંત સુધી સમગ્ર મનુષ્યજીવન માટે ફરી બીજા કોઈને બલિદાન આપવું પડે નહિ માટે તેઓ પોતાનું બલિદાન આપવા આવ્યા હતા. ૧૧) અંધકારની શક્તિનો, શેતાનની શક્તિનો તોડી તેની તાકાતને હરાવવા આ જગતમાં આવ્યા હતા.
સ્વરનાયક તે દિન બાળક થઈ, આવ્યો જગ માંહે,
દેહ ધરી નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી.