Get The App

માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે?

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે? 1 - image

સત્સંગથી પ્રાપ્ત થયેલું વિવેક અને વૈરાગ્યનું બળ ના હોય તો તેનું અધ:પતન થતાં વાર લાગે જ નહીં

કોણ ધક્કા મારીને પાપ કરાવે છે? આ પ્રશ્ન આપણાં સૌનો છે. કોનાથી પ્રેરાઈને માણસ પાપ આચરે છે? કોણ ધક્કા મારીને પાપ કરાવે છે? શા માટે માણસ મેશનાં ચાંલ્લા કરે છે?

એક નાની બિલાડીને ઉંચા આસન ઉપર બેસાડીએ તો તે ડાહી ડમરી થઇને શાંતિથી બેસી રહેશે, પણ જો તેને ખૂણામાં એક નાની ઉંદરડી દેખાય તો તેની જન્મજાત વાસનાના જોરે ઉંચા આસન ઉપરથી ભૂસકો મારે જ. તેવી જ રીતે માણસ ગમે તેટલો 'જ્ઞાની કે પંડિત' દેખાતો હોય. પણ તેના અંત:કરણમાં પડેલી કામનાઓ, વાસનાઓ, સંસ્કારોને ઉશ્કેરનાર સંયોગ પદાર્થ વ્યક્તિ પ્રાપ્ત થતાંની સાથે જ તે પાપ કર્મ કરવા દોટ મૂકે છે. આ વખતે તેની પાસે સત્સંગથી કે ઉમદા વાંચનથી પ્રાપ્ત થયેલું વિવેક અને વૈરાગ્યનું બળ ના હોય તો તેનું અધ:પતન થતાવાર લાગે જ નહીં.

(કર્મના સિદ્ધાંત અંગેના વાંચન ઉપરથી)

- દિનેશ શાહ