- અનાજ-ઝાડ વાવવા એને ખેડીએ છીએ. તેના ઉપર ગગનચુંબી ઇમારતો બાંધીએ છીએ. 'મા' વસુધરા આ બધા બોજ હસતે મોઢે સહન કરે છે. આથી કૃતજ્ઞાતાથી તેને નમસ્કાર કરવા અને તેનું ભૂમિપૂજન કરવું તેમાંજ આપણી ખાનદાની છે.
- પુરાણોમાં એવું વર્ણન છે કે શેષનાગે પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી છે. એકવાર શેષ નાગને પૂછવામાં આવ્યું કે તમને આ ધરતી, તેના ઉપર રહેલા પર્વતો, વનસ્પતિઓ, નદીઓ, સમુદ્રો વગેરેનો ભાર નથી લાગતો ?
આપણે ધરતીને 'માતા' કહીએ છીએ. પૃથ્વી એ પ્રાણીમાત્રની માતા સમાન છે. જડ, ચેતન બધા જ પદાર્થોને એ પોતાના પ્રેમળ ખોળામાં સ્થાન આપે છે. પોતાના પ્રેમભર્યો પીયુષ પિવડાવીને મા વસુંધરા સકલ જગતને પોષે છે જગજ્જનની વસુંધરાના પ્રેમનું એવું એવું અજબ ખેંચાણ છે કે ગગનમાં વિહરવા જતો માનવ અંતે પાછો પૃથ્વીના પ્રેમાળ ઉછરંગમાં સ્થાન પામીને જ રાહત અનુભવે છે. 'મા' વસુંધરાના આ ખેંચાણને જ તમામ વૈજ્ઞાાનિકોએ 'ગુરૂત્વાકર્ષણ' એવું રૂપાળું નામ આપ્યું છે. જેના જીવનમાં ગુરુત્વ હોય હોય તેજ બીજાનાં આકર્ષણનું કારણ બની શકે. ગુરુત્વ એ ગુણોથી આવે છે. માતા ધરતીએ પોતાના ધૈર્ય, ક્ષમા, સહનશીલતા, નમ્રતા અને અંત વગેરે ગુણોથી આ ગુરુત્વ મેળવ્યું છે અને તેથી જ માનવમાત્રના ખેચાણનું કેન્દ્ર બની રહે છે.
આયુર્વેદમાં આ શરીરને પંચભૌતિક અને આત્માનાં સમવાય સંબધથી બનેલું બતાવ્યું છે. પાંચ મહાભૂતોમાં પૃથ્વિ-જળ- તેજ-વાયુ અને આકાશને ગણેલ છે. જેને પંચમહાભૂતો કહે છે.
પૃથ્વી માં તે ધરતીના વિશાળ શરીર પટને ઢાંકતો સાગર છે: મનુષ્ય દેહ જેમ વસ્ત્રોથી આચ્છાદિત છે. તેમ પૃથ્વી પણ મહ્દઅંશે સમુદ્રથી આચ્છાદિત છે.
'મા' ધરિત્રી એ તો ઉદારતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. સાગરમાંથી સાંપડતા અમૂલ્ય રત્નો કે મોતીનો એ જરાય લોભ નથી કરતી, પૃથ્વી માતા એ બધી જ સમૃદ્ધિ પોતાના સંતાનોને આપી દે છે. ધન્ય છે એની ઉદારતાને વસુંઘરા પોતે તો રાચે છે. પોતાના વીર રત્નોનાં વૈભવમાં અને ગૌરરવ અનુભવે છે. નર-શ્રેષ્ઠોના સર્જનમાં ! ભગવાનને પણ જેમનું સ્મરણ કરવામાં આનંદની અનુભૂતિ થાય તેવા અને પુણ્યશીલ પુરૂષોનું સર્જન માતા પૃથ્વીએ કર્યું છે.
પૃથ્વીનાં વક્ષઃસ્થળ પર રહેલા પર્વતો એ માતાનાં સ્તન સમાન છે. માતૃવાત્સલ્ય થી મા વસુંધરા પોતાના સંતાનોને પોષે છે. પર્વતમાં અનેક પ્રકારની વનસ્પતિઓ અને પૌષ્ટિક ઔષધિઓ હોય છે. વૈદ્ય શ્રી અશોકભાઈ શેઠે વસંધરાની વનસ્પતિઓ ઉપર વિશાળ ગ્રંથનું નિર્માણ કર્યું છે.
સંસ્કૃતમાં પય શબ્દના દૂધ અને પાણી એમ બન્ને અર્થો થાય છે. એ દૃષ્ટિથી 'પયોધર' એટલે દૂધ ધારણ કરનાર સ્તન અને પાણીનાં ઝરણાંઓ ધારણ કરનાર, પર્વત એમ બન્ને અર્થો થાય. તેથી અહીં પર્વતોને ધારણ કરનાર પૃથ્વી માતાના સ્તનની ઉપમા આપી છે. શ્રી બ્રહ્મવૈવર્ત મહાપુરાણમાં પ્રકૃતિખંડમાં શ્રી વિષ્ણુ ભગવાને પૃથ્વીસ્તોત્ર રચેલું છે. આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરવાથી સો અશ્વમેધ યજ્ઞા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તેવું બ્રહ્મવૈવર્ત મહાપુરાણમાં કહ્યું છે. જે ભગવાન વિષ્ણુદ્વારા કહેલ છે.
હે ભૂમિ (પૃથ્વિ) ! તમે ભૂમિપાલો માટે સર્વસ્વ છો. અમારું રક્ષણ કરો, અમને ભૂમિ આપો.. ભૂમિદાન જેવું કોઈ ઉત્તમ પુણ્ય નથી. આવું આઠ શ્લોકોનું સ્તોત્ર રચેલું છે.
પુરાણોમાં પર્વતોમાંથી ફુટી નીકળેલાં ઝરણાઓનું વર્ણન પણ જોવા મળે છે. આ પર્વતરૂપી મંડળમાંથી જ ગંગા, યમુના વગેરે સેંકડો નદીઓ ઉદ્ભવ પામે છે. જળ એ તો જીવન છે માના દૂધથી જેમ બાળક પુષ્ટ થાય છે. તેમ આપણે પણ ધરતી માતાના સ્તનમાંથી મીઠું, નિર્મળ તેમજ તૃપ્તિ આપનારૃં જળ પામીને પુષ્ટ થઈએ છીએ. નવું જીવન મેળવીએ છીએ. સંસ્કૃતમાં પાણીને જીવન પણ કહેવામાં આવે છે.
ધરતીમાતા 'જળ' આપીને આપણને જીવન બક્ષે છે. તેમજ અન્ન આપીને તે જીવનને પુષ્ટ કરે છે. પૃથ્વી માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે.
આપણે તેને ખોદીએ, અને તે પાણી આપે. અપકારની ઉપર ઉપકાર કરવાનું શિક્ષણ 'મા' પૃથ્વી સિવાય કોણ આપી શકે ? એક દાણા ના વળતરમાં પૃથ્વીમાતા આપણને સેંકડો દાણા આપે છે, એટલું જ નહીં પણ આપીને તે આનંદે છે. તેના ઉપકારનો બોજ આપણા માથા ઉપર રહેતો નથી.
- ધરતી-ભૂમિનો ઉપકાર: આપણે ધરતીને ખોળે નાચીએ છીએ, કૂદીએ છીએ, તેની છાતી ઉપર પગનાં પ્રહારો કરીએ છીએ. આપણા સ્વાર્થ માટે-ઘર, ફલેટ, કૂવા વિગેરે બનાવવા માટે તેને ખોદીએ છીએ. અનાજ-ઝાડ વાવવા એને ખેડીએ છીએ. તેના ઉપર ગગનચુંબી ઇમારતો બાંધીએ છીએ. 'મા' વસુધરા આ બધા બોજ હસતે મોઢે સહન કરે છે. આથી કૃતજ્ઞાતાથી તેને નમસ્કાર કરવા અને તેનું ભૂમિપૂજન કરવું તેમાંજ આપણી ખાનદાની છે. પૃથ્વીને વિષ્ણુ પત્ની કહી છે એ રીતે વિષ્ણુ આપણાં પિતા અને પૃથ્વી એ આપણી માતા છે. આ માટે તેમાંથી નિકળતી વનસ્પતિ, અનાજ, જળ એ પણ આપણા માટે પ્રસાદરૂપ હોઈ પૂજય છે.
સવારનાં ઉઠતા જ પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલાં તેની વેદના કરવાનું કહેનાર આપણા ઋષિઓ ભાવજીવનનું ગૌરવ અને મહિમા સમજતા હતા.
'સમુદ્રરૂપે વસ્ત્રો પહેરેલી, પર્વત રૂપી સ્તન મંડળવાળી અને વિષ્ણુભગવાનની પત્ની એવી હે પૃથ્વી દેવી ! તમને હું નમસ્કાર કરું છું, મારા પગનો તમને સ્પર્શ થાય છે. તે માટે ક્ષમા કરો. આ સ્તુતિ આપણે સહુએ સવારનાં ઉઠતી વખતે જ બોલવી જોઈએ અને પૃથ્વીમાતાને પ્રણામ કરવા જોઈએ.
પુરાણોમાં એવું વર્ણન છે કે શેષનાગે પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી છે. એકવાર શેષ નાગને પૂછવામાં આવ્યું કે તમને આ ધરતી, તેના ઉપર રહેલા પર્વતો, વનસ્પતિઓ, નદીઓ, સમુદ્રો વગેરેનો ભાર નથી લાગતો ? શેષનાગે ખૂબ જ માર્મિક રીતે તેનો જવાબ આપતા કહ્યું કે :
વિષ્ણુપત્ની એવી પૃથ્વી, વિષ્ણુ ભક્તિ ન કરનાર, માનવ ઉપર કેમ પ્રસન્ન થાય ? કૃતત્રતાથી ભૂમિ પૂજન કે ભાવથી વિષ્ણુભક્તિ ન કરનાર માણસ પૃથ્વી ઉપર ભારરૂપ બનીને વિચરે છે. તે પૃથ્વિ- ભૂમિનો ખજાનો: ભૂમિએ પોતાનો અખૂટ ખજાનો આપણા માટે ખૂલ્લો મૂક્યો છે. અનેક પ્રકારના ખનિજો આપીને આપણને માલા માલ કરી મૂકે છે. આપણામાં ભાવ જોઈએ. આ વૈભવ પ્રસાદ તરીકે સ્વીકારવાની કૃતજ્ઞાતા જોઈએ. 'મા' ધરતીનું પૂજન કરવાથી તેના આશિર્વાદ મળે છે. પૃથ્વીને પોતાની એક આગવી સુવાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતા માં કહે છે. પૃથ્વીમાં રહેલી મધુર સુવાસ એ મારી વિભૂતિ છે. પૃથ્વીને જેમ ગંધ છે. તેમ આપણા જીવનમાં પણ સદ્ગુણોની સુવાસ આવે તો જીવનની ફુલવાડી મહેકી ઉઠે છે.
ખલીલ જિબ્રાને સુંદર કહ્યું છે 'ધરતીનાં દિલમાં કવિતા સ્ફુરી અને એણે અવકાશમાં વૃક્ષકુંજો ઉભી કરી ! આપણે એમને પાડીને સફાસટ મેદાન કરી દીધું.
પૃથ્વીનાં ગુણો આપણામાં આવે અને આપણું જીવન પણ સુગંધી બને તેવી ધરતી માને પ્રાર્થના. તારા ઉપર યાદ સ્પર્શ કરીએ તને ખોદીએ, મારા ઉપર ફલેટો, મકાન, બગીચાઓ બનાવીએ. તો અમેને ક્ષમા કરજે
ટૂંકમાં ભૂમિપૂજનની પાછળ-કૃતજ્ઞાતાનું પ્રગટીકરણ, ભાવજીનનું સ્થાપન, સુગંધી જીવનનું સતત ચિંતન અને ક્ષમા-યાચનાનો ભાવ રહેલો છે. આયુર્વેદમાં ભાવપ્રકાશ ગ્રંથનાં પ્રથમ ભાગમાં પૃથ્વીની ઉત્પતિ વિષે આપેલ છે.
આ ધરતી-પૃથ્વિ-વસુન્ધરાને
શુદ્ધ હૃદયના ભાવથી પ્રણામ..।।
- ડો.ઉમાકાંત.જે.જોષી


