Get The App

"પરશુરામે" શા માટે ક્ષત્રિયોનો સંહાર કર્યો ?? અને પોતાની માતાનો વધ કર્યો ?

Updated: Apr 20th, 2023

GS TEAM

Google News
Google News
"પરશુરામે" શા માટે ક્ષત્રિયોનો સંહાર કર્યો ?? અને પોતાની માતાનો વધ કર્યો ? 1 - image


જ મદગ્નિ ઋષિને પરશુરામનો એક પૂત્ર હતો જે મહાબલિ તથા તેજસ્વી બ્રાહ્મણ હતો. તેમની માતાનું નામ રેણુકા હતું, તેઓ આશ્રમમાં રહેતા હતા.  જમદગ્નિને વ્રત હતું કે ભોજનના સમયે આવનારા અતિથિને ભોજન કરાવવું. તેવામાં રાજા સહસ્ત્રર્જુન પોતાના સૈનિકોની જમદગ્નિ ઋષિનાં ઘરે આવ્યા. તે બધાને જમદગ્નિ ઋષિએ જમાડી દીધા. સહસ્ત્રર્જુને વિચાર્યું કે આટલા બધાને થોડીવારમાં શી રીતે જમાડી દીધા હશે ? જમદગ્નિ ઋષિ પાસે એવી કંઈ સગવડ હશે ? પછી તે સહસ્ત્રાર્જુનને ખબર પડી કે જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાય છે. તે ગાય બધાને જમાડે છે. પછી સહસ્ત્રાર્જુને વિચાર્યું કે આ કામધેનુ જેવું રતન તો રાજમહેલમાં જ શોભે. તેથી પોતાના સૈનિકોને હુકમ કર્યો કે "આ કામધેનુ ગાયને રાજમહેલમાં લઈ જાવ." સૈનિકોએ તે ગાયને ખીલેથી છોડીને રાજમહેલમાં લઈ ગયા. થોડા સમય બાદ ભગવાન પરશુરામ આવ્યા. તેને ખબર પડી કે રાજા સહસ્ત્રર્જુન કામધેનુને ઉપાડી ગયા છે. પરશુરામ આ જાણી ગુસ્સે થયા. રાજા તો પ્રજાનું રક્ષણ કરે. તેને બદલે અમારી ગાય લઈ ગયા ?? પરશુરામે નક્કી કર્યું કે રાજા સહસ્ત્રાર્જુનને મારી નાખવો અને તેને મારીને ગાય પાછી લઈ આવવી.  પરશુરામ ધનુષ્ય, બાણ અને ફરશી લઈને તેઓ સહસ્ત્રાર્જુનની પાછળ પડયા અને ખુનખાટ જંગ મચ્યો. પરશુરામે સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો અને તે ગાયને પછી તેઓ પાછી લઈ આવ્યા. 

પરશુરામનું આ પરાક્રમ જોઈ જમદગ્નિ ઋષિ બોલ્યા "તેં બ્રાહ્મણ થઈને ક્ષત્રિયનું કામ કર્યું છે. વળી વગર કારણે રાજાને મારી નાખ્યો છે માટે તું તીર્થયાત્રા કરી પવિત્ર થઈ આવ."

માતાનું શિરરચ્છેદ : પિતાની આજ્ઞા મુજબ પરશુરામ એક વર્ષની તીર્થાટન કરી આવ્યા. એકવખત તેમના માતા રેણુકા ગંગા કિનારે જળ ભરવા ગયા હતાં ત્યાં તેમણે ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતો જોયો અને તેથી તેમના મનમાં વિકાર ઉત્પન્ન થયો. જલક્રીડા જોવા રોકાઈ જવાથી આશ્રમે મોડા પહોંચ્યા. જમદગ્નિ ઋષિ પત્ની રેણુકાનો માનસિક વ્યભિચાર જાણી ગયા તેથી તેણે ક્રોધ કરીને પોતાના પુત્રોને  આપાપિણીને મારી નાખવાનું કહ્યું. પરંતુ કોઈ પુત્ર તેની આજ્ઞા માની નહીં. એટલામાં  પરશુરામ ત્યાં આવી પહોંચ્યા. ગુસ્સામાં ઉભેલા ઋષિએ પરશુરામને હુકમ કર્યો કે "આ તારી માં અને ભાઈઓના માથા કાપી નાખ" પિતાને પરમાત્મા માનીને સન્માન આપતા. પરશુરામે પોતાની માતા અને ભાઈઓના મસ્તક પણ કાપી પિતાની આજ્ઞાનું પાલન કર્યું. જમદગ્નિ ઋષિ પરસુરામજીની આજ્ઞાપાલનથી ખૂબ જ ખુશ થયા. તેણે પરશુરામને વરદાન માંગવાનું કહ્યું ત્યારે પરશુરામજીએ કહ્યું "હે પિતૃશ્રેષ્ઠ ! તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન હો તો મારી માતા અને ભાઈઓને જીવિત કરી દો" અને તેઓને મારા કૃત્ય ઉપર કદી દ્વેષ ન રહે. જમદગ્નિ એ પોતાનાં તપોબળથી માતા અને ભાઈઓને જીવત કરી દીધા. કામધેનુને પામીને જમદગ્નિ ખૂબ ખુશ થયા હતા. 

જે સહસ્રાર્જુનને પરશુરામે મારી નાખ્યો હતો. તેના દિકરા  પોતાના પિતાનું વેર વાળવા આશ્રમમાં આવ્યા તે વખતે જમદગ્નિ ઋષિ ભગવાનનું ધ્યાન ધરતા બેઠા હતા. સહસ્ત્રર્જુનના દીકરાઓએ તેમનું માથું કાપી નાખ્યું. આ ધમાધમ સાંભળી રેણુકા ત્યાં દોડી આવી. તેણે ઘણા કાલાવાલા કર્યા, પણ એ દુષ્ટો ઋષિનું માથું કાપી લઈને નાસી ગયા.

"પરશુરામ ! પરશુરામ !" ની રેણુકાએ હૈયાફાટ ચીસો પાડવા માંડીને માથું ફરવા માંડયું. દૂરથી પરશુરામે આ ચીજો સાંભળી. એ દોડતા આવ્યા અને બારણામાં પસારા પેસતા જ આ ભયંકર દેખાવ જોઈને ક્રોધથી સળગી ઉઠયા, આ કોનું કૃત્યુ છે એ જાણતા એમને ક્ષત્રિયો ઉપર એટલો રોષ વ્યાપી ગયો કે પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિયને જીવતો નહિ મુકું એવો તેમણે નિશ્ચય કર્યો.પરશુરામ પરશુ લઈને ઉપડયા અને સહસ્ત્રર્જુનના દીકરાઓને મારી નાખી એમના માથાનો ઢગલો કરાવ્યા. આ રીતે એકવીસ વખત પરશુરામને ક્ષત્રિયો સામે લડાઈ કરી હતી અને તેમનો ભયંકર સંહાર કર્યો હતો.  પાછળથી તેમનું મન આ ઘોર હિંસાથી ત્રાસી ગયું. તેમણે હથિયારનો ત્યાગ કર્યો અને બ્રાહ્મણ તરીકે બાકીનું આયુષ્ય પૂરું કર્યું.સહસ્ત્રાર્જુને દત્તાત્રેયની સેવા કરીને તેમને પ્રસન્ન કરીને હજાર ભુજાઓ માંગી લીધી ત્યારથી તે સહસ્ત્રાર્જુન કહેવાયા હતા. રેણુકા એ પતિનું મસ્તક જે પરશુરામ પાછા લાવ્યા હતા તે લઈને સતી થઈ ગયા.

બોધ : પરશુરામે  સહસ્ત્રાર્જુનને માર્યો અને સહસ્ત્રાર્જુનના દીકરાઓએ પરશુરામના પિતા માર્યા. આમ વેરઝેરનો પ્રવાહ ચાલ્યો. વેરથી વેર ટળ્યું નહીં. ઉલટું વધ્યું. આવી વેર પરંપરા રાખવી ન જોઈએ.

- સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિનાં આશ્રમમાં કામધેનું ગાય જોઈને તેને લઈ જવાની ક્રિયા કરવી. આથી કોઈનું સારૃં જોઈને તેની  લઈ લેવાની વૃત્તિ રાખવી ન જોઈએ. શુભમસ્તુ ! કલ્યાણમસ્તુ !

- ડો. ઉમાકાંત જે. જોષી

Tags :