Get The App

મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણએ 'અભિમન્યુ'ને કેમ મરવા દીધો??

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણએ 'અભિમન્યુ'ને કેમ મરવા દીધો?? 1 - image


- સંસારના મોહનાં કારણે જ દુ:ખોથી હર-કોઈ પરેશાન થયા કરે છે. કામ, લોભ, ભય અને મોહને કારણે ક્યારેય ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. કારણકે ધર્મ જ સર્વસ્વ છે. આ મહાન પાવનકારી ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથ જીવનને સાચામાર્ગે લઈ જનારો છે

- મહાભારતમાં પાંડવોના પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેઓ નીતિ કુશળ, બુદ્ધિમાન, અને સત્યનિષ્ટ હતા. પાંડવોની રક્ષા માટેનું તેનું વચન હતું. છતાંય પ્રશ્ન એ થાય છે કે અર્જુનનો પુત્ર અભિમન્યુ જે કુશળ યુદ્ધ શાસ્ત્રી  હતો. છતાંય તેનો વધ કરવામાં શ્રીકૃષ્ણનો ફાળો કેમ હતો ?

મહાભારત-માં માત્ર યુદ્ધનું વર્ણન નથી પરંતુ પરંતુ તે જીવનનાં રહસ્યોનો બોધપાઠ શિખવાડે છે. એ શિખવાડે છે કે અહંકાર, અન્યાય, અસત્ય અને અધર્મનો અંત નિશ્ચિત છે. સત્ય, ધર્મ અને ન્યાયનો હમેશા વિજય જ થાય છે. 'પ્ણ્ખ્તષ્હ્રી ણણ્દ્બ દ્રપ્:, અસત્ય કે અધર્મની સામે રક્ષા કરવા માટે સંધર્ષ આવશ્યક છે અને અહંકાર તથા અધર્મએ વિનાશનું કારણ હોય છે. મહાભારત એક જીવનની ઘટનાઓનું સત્ય શું છે ? તે બતાવ્યું છે.

રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણેય ભારતીય સંસ્કારોનું રસાયણ છે. મહાભારતની રચના અતિ-પ્રાચિન ગ્રંથોમાં ગણવામાં આવે છે. આ માં બે ભાઈઓ ની કુરૂક્ષેત્રની કથા છે. આખા કુરુવંશની કથાનું વર્ણન છે.

મહાભારતમાં વ્યાસજીએ જે વર્ણન કરેલ છે જે પુરાણોમાં પણ ક્યાંય જોવા નહીં મળે. આથી જ મહર્ષિઓએ મહાભારતને પાંચમા વેદનું સ્થાન આપ્યું છે. મહાભારતનાં ગ્રંથ અને પાત્રોને સમજવાથી સંસારનાં સાચા ધર્મ અને કર્મનું ભાન થાય છે. સંસારના મોહનાં કારણે જ દુ:ખોથી હર-કોઈ પરેશાન થયા કરે છે. કામ, લોભ, ભય અને મોહને કારણે ક્યારેય ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. કારણકે ધર્મ જ સર્વસ્વ છે. આ મહાન પાવનકારી ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથ જીવનને સાચામાર્ગે લઈ જનારો છે. હમેશા-સત્ય અને ધર્મનો જ જીવનમાં વિજય થાય છે. જે આ ગ્રંથનો સાર છે.

- મહાભારતની આદિકથા અને મહત્ત્વ : અતિશય પ્રાચીન કાળમાં સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલાં 'લોમહર્ષન' નામના એક મહાન ઋષિનાં પુત્ર ઉગ્રસવા ઋષિ થઈ ગયા. એ પણ પોતાના પિતાથી બે ડગલા આગળ હતા. અર્થાત્ બાપથી સવાયા ઋષિ હતા. તેઓ એક દિવસ ફરતા ફરતા શૌનક મુનિના આશ્રમમાં જઈને પહોંચ્યા. અને તેમણે આશ્ચર્યજનક રહસ્યપૂર્ણ અર્થવાળી અને ન્યાયથી ઉક્ત, વેદ અને શિષ્યોના આશયથી યુક્ત મહાન પ્રભુ વેદવ્યાસજીએ રચેલ બ્રહ્મોપદેશ આપનારી, અતિ પાવન કરનારી અને પવિત્ર કરનારી કથાને સાંભળવા માટે નિવેદન કરવા લાગ્યા. જેમાં 'અભિમન્યુ' જે અર્જુનનો પુત્ર હતો તેનો વધ શ્રીકૃષ્ણએ શા માટે કરાવ્યો ? તે પ્રશ્ન પણ અગત્યનો હતો.

તેમણે ધર્મપૂર્વક મહાભારત-ઇતિહાસનાં સ્વરૂપનું કથન કર્યું. તેમણે જ્ઞાન દૃષ્ટિથી સમગ્ર મહાભારત કથાનું આદિથી અંત સુધી પ્રત્યક્ષની જેમ દર્શન કરી વર્ણન કર્યું અને આમ આ મહાભારત રૂપી મહાન ગ્રંતની રચના થઈ. ભારતનો મહાનગ્રંથ તે આ મહાભારત છે.

આ ગ્રંથમાં અધિકારભેદે ભિન્ન ભિન્ન ધર્મો, ચાર આશ્ચમો, ચાર વર્ણો, તપશ્ચર્યા, પૃથ્વી, ચંદ્રમાં, સૂર્ય-ગ્રહ, તારા, ચારયુગ, ચારવેદ, અધ્યાત્મશાસ્ત્ર દર્શન ન્યાય, યોગ-શિક્ષા, દાન, દેવ, ચિકિત્સા, રાજનીતિ, મોક્ષધર્મ, ગીતા, નીતિશાસ્ત્ર સમાજશાસ્ત્ર આદિ અનેકવિધ વિષયોનું વિશદ્ કથન કરાયું છે.

धर्माचार्ये च कामे च मोक्षेच भरतवर्षम्

कथा मपि न विधते ।।

(મહાભારત આદિપર્વ)

ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં વિષયમાં જે છે તે અન્યત્ર છે અને જે નથી તે ક્યાંય નથી, મહાભારતનો આશ્રય લીધા વિના. આ પૃથ્વી ઉપર કોઈ કથા વિદ્યમાન હોઈ શકે નહીં. મહાભારતમાં ૧૮ પર્વો છે. ગીતામાં ૧૮ અધ્યાય છે. ગીતા મહાભારતનો જ અંશ છે અને તે મહાભારતનું હૃદય છે.

મહાભારત માત્ર કથા નથી. મહાભારતમાં જીવન વિષયક અપરંપાર દર્શન અભિવ્યક્ત થયું છે. ધર્મનો જય અને અધર્મનો પરાજય તે તેનો દૃષ્ટિકોણ છે.

પાંડવો અને કૌરવોનું યુદ્ધ સત્ય અને અસત્યનું ધર્મ-અધર્મનું, નીતિ-અનીતિનું હતું.

- મહાભારતના યુદ્ધમાં અભિમન્યનું પાત્ર : મહાભારતમાં પાંડવોના પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેઓ નીતિ કુશળ, બુદ્ધિમાન, અને સત્યનિષ્ટ હતા. પાંડવોની રક્ષા માટેનું તેનું વચન હતું. છતાંય પ્રશ્ન એ થાય છે કે અર્જુનનો પુત્ર અભિમન્યુ જે કુશળ યુદ્ધ શાસ્ત્રી  હતો. છતાંય તેનો વધ કરવામાં શ્રીકૃષ્ણનો ફાળો કેમ હતો ?

માત્ર ૧૬ વર્ષની ઉંમરમા અભિમન્યુ કુરુક્ષેત્રના યુદ્ધમાં તે કૌરવોના હાથે હણાઈને વીરગતિઓને પ્રાપ્ત થયો હતો. ચક્રવ્યુહમાં ફસાઈને માર્યો ગયો હતો. ચક્રવ્યુહમાં સાત ચક્રોવ્યુહ હોય છે. તે યુદ્ધમાં ચક્રવ્યુહમાં તેને ભેદીને બહાર નિકળવું તે કઠીન હતું. જેનું વર્ણન મહાભારતમાં છે.

આ ચક્રવ્યુહને ભેદવાની કળા અભિમન્યુ તેની માતા સુભદ્રાના પેટમાં ગર્ભાવસ્થામાંજ શીખ્યો હતો પરંતુ છ ચક્રવ્યુનો ભેદ જાણ્યા પછી સાતમાં ચક્રવ્યુહનો ભેદ શીખતી વખતે તેની માતા સુભદ્રા નિંદર આવી ગઈ હતી. જેથી તે સાતમાં ચક્રવ્યુહનો ભેદ સાંભળી શીખી શક્યો. આ બધું તેની ગર્ભાવસ્થામાં જ બની હતી. તેથી કુરુક્ષેત્રમાં તે સાતમો ચક્રવ્યુહ તોડી બહાર નીકળી ન શક્યો. અને તે કૌરવોના બાણથી હણાઈ ગયો હતો. મહાભારતના યુદ્ધનાં મહાનયોદ્ધા આ ચક્રવ્યુહમાં માત્ર નાની ઉંમરમાં તેની વિરગતી થઈ હતી. જેના જન્મ પહેલા જ એના મૃત્યુનું અલ્પ આયુ જ નક્કિ ૧૬ વર્ષનું આયુષ્ય નક્કી હતું.

- અભિમન્યુને ચંદ્રમાનો પુત્ર પણ મનાય છે : ભગવાન શ્રીકૃષ્ણનો પૃથ્વિ ઉપર અવતાર લેવાનું થયું ત્યારે દરેક દેવ-દેવતાઓને અંશ રૂપે પૃથ્વિ ઉપર અવતરણ ધારણ કરવાનું કહ્યું. ચંદ્રદેવ જેનો પુત્ર ના અવતરણ માટે પણ ને પણ તેના પુત્રને અવતરણ માટે કહેવામાં આવ્યું ત્યારે ચંદ્રદેવે ના પાડી કહ્યું કે 'હું પુત્ર વિયોગ સહન કરી શકું નથી માટે હું મારા પૂત્રને પૃથ્વિ ઉપર અવતરણ લેવા નહીં મોકલું.. બહુ વિનંતિ બાદ ચંદ્રદેવે તેને થોડા સમય સુધી જ પૃથ્વી ઉપર અવતરણ ધારી મોકલવાનું કહ્યું આથી અભિમન્યુનું આયુષ્ય માત્ર ૧૬ વર્ષનું હતું.  અને પૂર્વજન્મમાં ચંદ્રમાનો પૂત્ર હતો. તે અભિમન્યુ તરીકે અવતર્યો હતો.

અર્જુનો પૂત્ર બની. અભિમન્યુ પાંડવો તે વિરયોદ્ધા હતા. તેનો પૂત્ર 'પરિક્ષીત' થયો. જે ભાગવતનો મૂળશ્રોતા થયા. આમ અભિમન્યૂ પૂર્વજન્મમાં ચંદ્રનો પૂત્ર હતો. અને માત્ર ૧૬ વર્ષ માટે જ પૃથ્વી પર જન્મ ળઈને આવ્યો હતો. તેથી જ તેને સહુના આશિર્વાદ હોવા છતાં પાંડવો પક્ષે તે મહાન યોદ્ધા માત્ર ૧૬ વર્ષની ઉમરે જ વીરગતિ પામ્યો હતો. ચક્રવ્યુહના સાતમાં કોઠાથી નિકળી ન શક્યો.

અભિમન્યુના યુદ્ધના મેદાનમાં મૃત્યુ સમયે કર્ણ એ તેને છાતીએ લગાડીને કહ્યું કે મહાભારતના યુદ્ધમાં નતો પાંડવો જીત ન તો કૌરવો પરંતુ પુત્ર અભિમન્યુ તું જીતી ગયો. મહાભારતનાં યુદ્ધમાં તારૃં નામ અગ્રગણ્યમાં રહેશે. મને ગર્વ છે કે મને તારા જેવા વીર પુરુષ સાથે લડવાનો અવસર મળ્યો. શાંત થઈ જા અભિમન્યુ ! અભિમન્યુ ! અભિમન્યુ ચંદ્રદેવનો પુત્ર અભિમન્ય હતો.

- અભિમન્યુએ અર્જુનને કહ્યું કે તમે મારા પિતા નથી- અભિમન્યુના મૃત્યુ પછી જ અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે મારે એકવાર મારા પુત્ર અભિમન્યનું મળવું છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે સમજાવ્યું કે આ પૃથ્વિ લોકમાંથી ગયા પછી કોઈ કોઈનો પિતા નથી અને કોઈ કોઈનો પૂત્ર નથી. જો તારે તેને મળવું હોય તો આ તેનો મૃતદેહ છે. તે જોઈલે. છતાંય અર્જુને તેને મળવાની જોવાની ઇચ્છાની હઠ કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને તીર ઉપર બેસી જવાનું કહ્યું અને તે તીરનાં ચમત્કારથી અર્જુન સ્વર્ગ લોકમાં પહોંચ્યો. ત્યાં ઇન્દ્ર અપ્સરાઓ સાથે આનંદ લઈ રહ્યો હતો. ને ત્યાં જઈ જોયું તો તેનો મૃતપૂત્ર અભિમન્યુ પણ મોજુદ હતો. તેને જોઈને અર્જુન સ્તબ્ધ થઈ ગયો. અને તેની પાસે જઈને કહેવા લાગ્યો. હે અભિમન્યુ, હે અભિમન્યુ ! હું તારો, પિતા અર્જુન છું. મારે ગળે લાગી જાઓ. અને તમારી અંતિમ ઇચ્છા અભિલાષા બતાવો.. જે હું પુરી કરી શકું.

અભિમન્યુએ તેને ઓળખવાની ના પાડતા કહ્યું કે તમે પૃથ્વિ લોકમાંથી આવો છો અને પિતા-પુત્ર- પત્નિ- ભાઈ- દાદા વગેરેનાં સંબંધો માત્ર પૃથ્વિલોકમાં જ હોય છે. અહીં સ્વર્ગમાં નહીં. સ્થૂળ શરીર છોડયા પછી આત્માને કોઈ સાથે સંબંધ રહેતો નથી. આ સાંભળી ઉદાસ મન સાથે અર્જુન જ્યારે પૃથ્વિલોક ઉપર પાછો ફરી ભગવાન શ્રી કૃષ્ણને મળ્યો ત્યારે તે કૃષ્ણએ પણ કહ્યું કે મેં તને પહેલા જ કહ્યું હતું કે આ પૃથ્વી લોક છોડયા પછી કોઈને કોઈ સાથે સંબધો રહેતા નથી. આ સંસાર આજ ચક્રમાં સંબંધોમાં ફસાય છે. પરંતુ જે પરમ જ્ઞાની અહીં સમજી જાય છે તેને આત્મજ્ઞાન સંપન્ન થઈ જાય છે.

અભિમન્યુની વીરતા મહાભારતમાં ગૌરવરૂપ અમર રહેશે. અભિમન્યુના આયુષ્યનાં વરદાનથી ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન પણ તેને બચાવી શકયા ન હતા.અને અભિમન્યુ મહાતેજસ્વી, પુણ્યાત્મા, અભિમન્યુ એ નાની ઉંમરમાં મોટા મોટા મહારથીઓને મારીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે કૌરવોનાં કાળ બની મહાયોદ્ધાનો નાશ કર્યો હતો. દુર્યોધન પણ તેના વિષે બોલ્યો હતો. ' આ દુષ્ટ તો આપણા સૌને એક એક કરીને મારી નાખશે. પણ ચંદ્રમાના કહેવા પ્રમાણે તે અલ્પાયુષી હોઈ હણાઈ ગયો હતો. તેથી શ્રીકૃષ્ણ પણ તેને બચાવી શક્યા નહતા.

- ડો.ઉમાકાંત.જે.જોષી

Tags :