''સત્યનારાયણ ભગવાન કોણ છે.? તેની કથાનું મહત્વ શું છે. ?''
આ પણે સહુ વારંવાર સત્યનારાયણના કથા કરીએ છીએ. અને તેની પૂજા પણ કરીએ છીએ. સત્યનારાયણ એ ભગવાન વિષ્ણું છે. જે ઈશ્વર સર્વત્ર વિદ્યમાન,અવિકારી,બ્રહ્મ સ્વરૂપ છે. સર્વને પ્રવિત્ર કરનાર છે. સર્વેશ્વર છે
આ પણે સહુ વારંવાર સત્યનારાયણની કથા કરીએ છીએ.અને તેની પૂજા પણ કરીએ છીએ.સત્યનારાયણ એ ભગવાન વિષ્ણું છે. જે ઈશ્વર સર્વત્ર વિદ્યમાન,અવિકારી,બ્રહ્મ સ્વરૂપ છે. સર્વને પ્રવિત્ર કરનાર છે. સર્વેશ્વર છે.જગતને ઉત્પન્ન કરી ને જ વિસ્તાર કરે છે. તે વિષ્ણું ભગવાન તરીકે ઓળખાય છે.
વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરનાર છે.વળી તે સમૃદ્રમાં સ્થિત નાભિમાંથી ઉત્પન્ન થનારા તેના સ્વરૂપ ને 'નારાયણ' કહે છે. તે જ સત્યસ્વરૂપ-સત્યવ્રત ધારી તેમજ ત્રણેયકાળમાં સત્ય હોવાથી તેને સત્યનારાયણ ભગવાન પણ કહે છે.
પાણીમાં તે નર-નારના પરમેશ્વરના સબંધવાળા અથવા 'નર' પરમેશ્વરનાં સંતાન કહેવાય છે.પાણી તે પરમેશ્વરનું પ્રથમ નિવાસ સ્થાન છે.તેથી જ તે પુરુષોત્તમ પરમેશ્વર 'નારાયણ' કહેવાય છે જે સમુદ્ર રૂપ થયેલા એ જગતમાં શેષનાગ રૂપી શય્યા પર સુવે છે. આપને જ્ઞાાની પુરુષો આપનું સ્મરણ-પૂજન કરે છે.
બધા જ દેવો-મનુષ્યો, સમગ્ર સૃષ્ટિનાં જીવો આપની સ્તુતિ-પ્રાર્થના કરે છે. ગદા, શંખ,ચક્ર વગેરે ધારણ કરનારા વિષ્ણુ આ સૃષ્ટિના ભગવાનના દશ અવતારો પણ આપ જ છો. આ સમગ્ર જગત આપનું જ સ્વરૂપ છે.
૧.સ્મરણ માત્રથી શુધ્ધિ :- સ્નાન કરવાથી જેમ શરીર નિર્મળ થાય છે અને પ્રસન્નતા અનુભવાય છે. તેમ ભગવાન નાં ચિંતનથી નામ માત્રથી સ્મરણ માત્રથી આધ્યાત્મિક સ્નાન થાય છે. અને બહુ પ્રસન્નતાનો અનુભવ થાય છે. આ પ્રસન્નતા શી ચીજ છે,અને તે કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અચિંત્ય વિષય છે. તે અનુભવની વસ્તુ છે. આ આધ્યાત્મિક પ્રસન્નતાથી સર્વ દુ:ખો નાશ પામે છે.
૨.આધ્યાત્મિક સ્નાનની અનુભૂતિ :- ભગવાન ના નામ સ્મરણ થી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શબ્દ વપરાયો છે. જે વિષ્ણુ ભગવાનનાં એક હજાર નામનાં પાઠથી થાય છે.આપણને એમ થાય કે એક હજાર નામો કેમ ? એક ને એક નામ બોલવાથી મન કંટાળો અનુભવે છે.એટલે તેના પર્યાયવાચી એક હજાર નામનો પાઠ કરવામાં આવે છે.સત્યનારાયણ ની પૂજામાં પહેલાં ગણપતિ વિષ્ણુની પૂજા થાય છે.પછી વિષ્ણુ ભગવાનનાં એક હજાર નામનો ઉચ્ચારણ તુલસી પત્રનાં અર્પણ સાથે કરવામાં આવે છે. આપણે સત્યનારાયણ ની કથામાં વિષ્ણુ સહસ્ત્રનામાવતી બોલીએ છીએ તેમાં કેવળ પારાયણની જ વાત છે. ત્યાં તો કેવી ગ્દહ્રઝદૃહ્ર્ર્ખ્તદૃ શુદ્ધિ થાય છે.આમ તો બઘા નામો એક ભગવાનનાં જ છે. છેલ્લે કહ્યું છે કે આકાશ માંથી પડેલું સર્વજળ નદીઓ જેને અંતે તો સાગરમાં મળી જાય છે તેમ સર્વ દેવોને કરેલ સ્તુતિ-નમસ્કાર અંતે કેશવ-વિષ્ણુને પહોંચે છે.
એકનું એક નામ હજાર-હજાર વાર બોલવામાં આવે તો થાક પણ લાગે,તેને બદલે વિવિઘતા હોય તો થાક ન લાગે. આમ વિષ્ણુ સહસ્રનામ માં એક હજાર જુદા જુદા નામ છે,તેને લીધે તેના પારાયણમાં થાક નથી લાગતો.તેમાં ચિંતન-મનન થી અપેક્ષા નથી.કેવળ પારાયણ કરે તો પણ લાભ મળે છે. (વિનોબાજી) સત્યનારાયણ નું નામોચ્ચારણ એ સુલભ સાધન છે.
શંકરાચાર્યે અનેક ભાષ્યો લખ્યા,એમની પ્રસ્થાન ત્રપી-ગીતા-બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ આ તત્વજ્ઞાાનનાં ત્રણ આધાર છે જે વિદ્ધાન માણસો માટે જ છે. આખરે તેમણે સામાન્ય જનો માટે સ્તોત્રો લખ્યા. તેમાં ખાસ લખ્યું કહીને ગીતા અને વિષ્ણુ સહસ્રનામ (હજાર નામ) નું નામ નું મહત્વ સામાન્ય માણસો માટે સમજાવ્યું છે.પુરાણોમાં તો એટલી હદ સુધી કહ્યું છે કે પાપીનાં પાપો પણ ત્યાં ભસ્મીભૂત થઈ જાય છે.
વેદોમાં તો ભગવાન વિષ્ણુને જ સ્વર યજ્ઞા સ્વરૂપ કહ્યા છે ચારેય વેદોમાં વિષ્ણુ સહસ્રમાન માં આવતા કેટલાક નામો પણ જોવા મળે છે. ઋષિઓએ 'શબ્દ' ને બ્રહ્મ કહ્યો છે. શબ્દ પરમ તત્વનો સાક્ષાત્કાર કરાવી શકે છે.
રોહિત,મત્સય,કૂર્મ (કાચબો), વરાહ, નારસિંહ વ્રયૃ: (નૃસિંહ) વામન:, પરશુરામ, રામ, કૃષ્ણ વગેરે વિષ્ણુના અવતારો છે.
૩.કથા-વ્રતનું મહાત્મય:- સત્યનારાયણ ની કથા-વ્રત-નામોચ્ચારણ નું મહત્વ એ છે કે ઓછામાં ઓછા પ્રયત્ને વધારે નું વધારે ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિં પણ જો કોઈ દરિદ્ર શ્રઘ્ઘાપુર્વક વ્રત-કથા કે સહસ્રનામ નો જાપ કરે તો તેની દરિદ્રતા દુ:ખ સંકટો દુર થાય છે. બંદી વ્રત કરે તો તે બંધન મુક્ત થાય છે.આ કથા-નામ સ્મરણ કે શ્રવણ માત્રથી તેની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે.
તેમાં પાંચ અધ્યાય માં (૧) વ્રતવિઘિ (૨)નિર્ધન બ્રાહ્મણીની તથા કઠિયારાની કથા(૩) સાઘુવાણિયાની કથા (૪) સાઘુવાણિયાની કથા (ચાલુ) (૫) રાજાતુગધ્વજની કથા
તથા તે કથા નો ફળ સ્વરૂપે બીજા જન્મમાં થયેલ લાભો-અવતરોથી કથા પણ તેમાં કહેલ છે.
કથા-વ્રત-સહસ્રનામ પછી આરતીનું મહત્વ છે. આરતી વંદના સહુ સાથે મળીને કરે છે. અને આ સત્યનારાયણની કથા આરતી પછી પ્રસાદનું પણ ખુબ જ મહત્વ છે.
પ્રસાદ :- સત્યનારાયણ ભગવાનની વ્રત કથાના વાંચન પછી શીરાનો મહાપ્રસાદ ભગવાનને ધરાવીને સહુ કોઈ સાંભળનારા ઓએ સાથે બેસી આરોગવો જોઈએ.
સત્યનારાયણ ભગવાનને મિષ્ટાન તથા વિવિધ ફળો નૈવેદ્ય તરીકે ધરાવા જોઈએ તથા તાંબુલાધિ ધરવા જોઈએ. રાત્રે બધા વર્ગોનાં માણસો કામે થી આવી શકે એટલે રાત્રે આ કથા કરાય છે. ત્યાર પછી પ્રસાદ સાથે પંચામૃત (દુઘ-દહીં,ઘી,મધ,સાકર) બઘાને પ્રસાદ તરીકે આચમન રૂપે આપી બ્રાહ્મણ સહુ વડીલોને વંદન કરી બીજે દિવસ સવારે સ્થાપિત દેવોનું બ્રાહ્મણદ્રારા વિસર્જન કરાવવું રાત્રે ઘરમાં તે દેવોને (સ્થાપિત દેવોને) રાખવાથી ઘરમાં તેનો આવાસ થાય છે.અને શુભ-મંગળ થાય છે. ભગવાનના વિસર્જન વખતે ફરી સહુએ વંદન કરી પ્રાર્થના કરવી.
ર્ડા.ઉમાકાંત જે.જોષી