Get The App

માણસનો પહેલો મિત્ર કોણ ? .

Updated: Jun 21st, 2023

GS TEAM

Google News
Google News
માણસનો પહેલો મિત્ર કોણ ?                            . 1 - image


- ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે. અને પોતે જ પોતાનો દુશ્મન છે. આપણે આપણાં આંતરમનમાં તપાસવું જોઈએ કે આપણે આપણી જાત માટે ક્યાંક નડતરરૂપ તો નથી બનતાં ને?

- ઉદ્વરેદાત્મનાભાનં નાત્માનમવસાહયેત્

આત્મૈવ ક્ષાત્માનો બન્ધુંરાત્મૈવ રિપુરાભન:

- શ્રીમદ્ ભગવદ્ગીતા (અધ્યાય ૬) 

- પોતાનાં વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્વાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણકે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.

- ગીતાનાં આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે. અને પોતે જ પોતાનો દુશ્મન છે. આપણે આપણાં આંતરમનમાં તપાસવું જોઈએ કે આપણે આપણી જાત માટે ક્યાંક નડતરરૂપ તો નથી બનતાં ને ?

- એક છોકરાંની આ વાત છે. તેને અભ્યાસમાં મન લાગતું નહોતું. તે હંમેશા કોઈને કોઈ બહાને પોતાનાં મિત્રોને મળવા જતો. તેનાં મિત્રો આળસુ હતાં. પોતે કંઈ કરે નહિને બીજાને પણ અવળે ધંધે ચગવે. તેને તેનાં માતા પિતા ઘણું સમજાવતા કે તેમની દોસ્તી છોડી દે. પણ તેનો આ પુત્ર કોઈની વાત કાંને ન ધરે.જોતજોતામાં ફાઈનલ પરીક્ષાનું પરિણામ આવ્યું. છોકરો ફેલ થયો અને તેણે બધો જ દોષ પોતાના માતા પિતા પર નાંખ્યો. તેણે તેનાં માતા-પિતાને કહ્યું કે, બધી ભૂલ તમારી છે. તમે મને કોઈ શીખામણ જ ન આપી. આમાં દોષ તેનાં માતા-પિતાનો હતો જ નહીં, તેનાં માતા-પિતાએ તેને ઘણું સમજાવ્યું. તેણે અભ્યાસમાં કયારેય ધ્યાન કેન્દ્રિત ન કર્યું. કારણકે તેનું મન સ્થિર નહોતું. ઉપર લખ્યા પ્રમાણે તેણે પોતાની જાતને જ અધોગતિમાં નાંખી. અને તેનું પતન થયું. જે પોતાનો સંસાર-સાગરથી ઉદ્વાર કરે તે સજ્જન. માણસનો પહેલો મિત્ર પોતાની જાત છે. 

- આપણે આપણી જાતના મિત્ર બનીએ. દુશ્મન તો આપણા ઘણાં મળી આવશે. આપણી જાત આપણી મિત્ર તો છે જ, પણ સાથે એક શિક્ષકની પણ ગરજ સારે છે. ને આપણને અવનવા અનુભવ કરાવે છે. આપણી જાત આપણને અંદરથી સારાં-નરસાંનો પોકાર આપતો રહે છે. સારું શું અને ખરાબ શું ? એ તો આપણે જ નક્કી કરવાનું છે. ઇશ્વરે આપણને સારાં-નરસાંનો ભેદ ઉકેલવાની એક દિવ્ય સમજણ આપી છે. આપણે જ આપણોે ઉદ્ધાર કરવો છે. તો પહેલાં પોતાની જાતનાં મિત્ર બનો અને પછી અન્યને માટે પણ માર્ગદર્શક બનો.

- મિત્ત કે નાંઢા

Tags :