- બાળકે એક નાનું જીવડું જોયું અને તેણે તેને હાથમાં પકડયું પકડીને હાથમાંથી મુઠ્ઠી વાળીને જરા જોરથી વાળી. નાનકડુ જીવડુ આ ભીંસમાં મરી ગયું. બાળકને હાથે એક હત્યા થઈ
હું કશી ક્રિયા કરું એટલે હું તેના કર્તા તરીકે અવશ્યમેવ જવાબદાર ગણાઉ જ ? તે કર્મનું ફળ મને અવશ્ય મળે ? - પ્રશ્ન બહું અટપટો છે દેખાય છે તેટલી સીધી ને ચોખ્ખી વાત નથી.
નાનું બાળક હજી સાવ અજ્ઞાાન છે તેને કશી ખબર નથી, પણ શરીરનાં વિવિધ અંગો ચલાવી શકે એવી શક્તિ આવી ગઈ છે. તેથી બાળકે સામે એક નાનું જીવડું જોયું અને તેણે તેને હાથમાં પકડયું પકડીને હાથમાંથી મુઠ્ઠી વાળીને જરા જોરથી વાળી. નાનકડુ જીવડુ આ ભીંસમાં મરી ગયું. બાળકને હાથે એક હત્યા થઈ. એક મનુષ્યની હત્યા માટે બે પાંચ વર્ષની સજાથી માંડી ફાંસીની સજા સુધી થઈ શકે છે ! જીવડુ નાનંય હતું પણ એનો જીવ, પ્રાણ નાનો ન હતો મારાં કરતા હાથીનો પ્રાણ સો ગણો મોટો અને એક જીવડાનો જીવ બસો ગણો નાનો હોય છે એવું તો નથી. જીવ હત્યા એટલે હત્યા. એમાં શરીરમાં કદ સાથે વળી કેવો સંબંધ ? તો આ જીવડાની હત્યા કરવા બદલ સવા દોઢ વર્ષના શિશુને ફાંસીની સમતૂલ્ય કોઈ સજા થવી ઘટે ? તેણે એક જીવના જીવનને તેના કશા અપરાધ વગર ખતમ કરી નાખ્યું છે. ન્યાયની અદાલતમાં એ કેસ ચલાવાય તો આ શિશુને શું ફાંસીની સજા થશે? રાત્રે અંધારામાં હું બુટ પહેરીને રસ્તા પર ચાલું છું. મને કશું દેખાતું નથી. પરિણામે રસ્તા પર ફરતા કેટલાય નાના મોટા જીવડા મારા ભારે બુટ નીચે આવી જતાં કચડાઈ જઈને મરી જાય છે. તે દરમ્યાન કોઈ ગણતરી રાખે છે કે યા કહે છે કે તમારા પગ નીચે બસો ઓગણ પચાસ જીવડા કચડાઈ ગયા. તો શું મને બસો ઓગણ પચાસ વખત ફાંસી મળે ? કે ઓછી કે કશી નહીં?
આવા સેંકડો, હજારો પ્રશ્નો જરાક ઉંડા ઉતરવા જતા કર્મનાં ફળની બાબતમાં આપણાં મનમાં ઉઠતા રહેશે. શરીર, મન, વાણીથી નાના મોટા અપરાધો થતા રહે છે અને તે માટેની સજા તેને મળતી રહે છે, જે ભોગવવા તે જીવ ક્યાં સુધી એક-પછી-એક અનેક જન્મો લેતો રહે છે? તે ક્યારેય પાછલા કર્મોની એ સજાથી મુક્ત થઈ જવાનો ? કે લખ ચોરાસી ફેરાના મોટા ભાગના જન્મો પાછલા કર્મોનાં ફળ ભોગવવામાં જ પસાર કરવાનો ? ભારે અટપટા ને મુંઝવનારા છે આવા પ્રશ્નો આવા બધા પ્રશ્નો બધાને નહી જાગતા હોય.
''યસ્ય નાહંકૃત ભાવો બુધ્ધિ: તસ્ય ન લિય્યતિ, હત્વા અપિ સ: ઈમાન લોકાન ન હનેત, ન નિષ્યતે'' (૧૮/૧૭) હું કરું છું એમ ના જેને, જેની બુધ્ધિ લોપાય બુધ્ધિના સો લોકને હણે તોય, હણે - બંધાય તે નહીં.'' પોતાના દ્વારા થતું કર્મ કરું છું એમ જે માનતો નથી અને આવા કાલ્પનિક ખ્યાલથી જેની બુધ્ધિમાં કર્તત્વભાવ આવી જવાથી બુધ્ધિ ખરડાય, દુષિત બને અને તેનો અંહભાવ જાગૃત કે દ્રઢ થાય એવું બનતુ નથી તેવો જીવ ધારી લો કે સમસ્ત સંસારના પ્રાણીઓને હણીનાખે તો પણ નથી કોઈને હણતો કે નથી એવી આભાસી હત્યાઓનાં પાપથી, ફળથી જરા પણ બંધાતો. 'હું સારો સંસાર ઉઘાડી આંખે જુએ છે તેમ છતાં વિશ્વની સર્વોપરી સત્તાને ચોપડે તેના નામ પર એક પણ હત્યા નોંધાતી નથી. કમાલ તો જુઓ બ્રહ્માંડને પૂરેપૂરું ઠાંસી ઠાસીને પાપથી ફળથી ભરી દે તેવું વિરાટ કર્મ કરે છતા ઉપરવાળો ને તેનો ચોપડો કહે છે કે તેણે કશું કર્મ કર્યું નથી. કર્મ અને ફળ જોડાયેલા જ છે કર્મ કર્યું ફળ મળ્યું જ સમજો કર્મ તો ફળ અવશ્ય અને છતા સ્વીકારવું પડે કે આ કથન સાચું હોય કેમ કે તેની રજુઆત ગીતા કહી રહી છે. ''સો'' લોકને હણો તોયે હણે - બધાય તે નહીં'' જેવું મહાફળ મળી રહે છે. કેટલી નાની-ચેષ્ટા અને કેટલું મોટું ફળ પણ છતાંય આપણે જાણે મહાસામ્રાજ્યનો ત્યાગ કરવાનો એટલા અંદરથી કપાઈ જઈએ છે. જો એક એક ક્ષણ માટે અહંબુધ્ધિનો ત્યાગ કરવો પડે.
ગીતા આમ કહેવા કરતા જુદુ શું કહે છે ? આ તારી વસ્તુ નથી એટલે હું તને તેનો માલિક સમજતો આટલી જ વાત કહેવાની છે એને મોટું તત્વ રહેલું હોય તો ભલે રહે પણ સર્વસામાન્ય વાત છે. તો મારા નામે દેખાતા કોઈ પણ કર્મમાં જ્યારે હું કર્તા છું જ નહીં તો કર્તા તરીકેની અંહબુધ્ધિ રાખીને હું જે કરવાનું છે તેજ કરું છું. ટકામાં શેર ખાજા મળતા હોય તો તેમાં ખોટનો વેપાર નથી. એટલી સ્વાર્થની વાત સમજીયે. નેકી કરનાર કર્તાને તે કર્મનું ફળ બાંધતું નથી અહંબુધ્ધિ બાંધે છે. પરિણામની ફળમાં છે ''અંહબુધ્ધિ''. એ માને જ મારી નાખીયે તો તો એનું બાળક (ફળ) કેવી રીતે જનમવાનું!! માત્ર ક્રિયા છે પિતાને સ્થાને. બંધન કરાવે તેવું ફળ નથી જોઈતું તો માને (અંહબુધ્ધિ) ને હટાવી દો.) હણે પણ 'બંધાય નહીં' - નથી આ કર્તાએ હણ્યો કોઈને નથી તેને ભાગ સજા રૂપે બંધાવવાનું.
- ચેતન એસ. ત્રિવેદી


