રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીનું મહત્વ શું છે ?
- ગોકુળનું દહીં-માખણ ગોકુળના બાળકોને ન આપતા મથુરામાં વેચવા મોકલાતું ત્યારે બાળકૃષ્ણે તેને અટકાવવા માટે દહીં-માખણના મટકા ફોડી ગોકુળના બાળકોને ખવડાવી દેતા તેથી તેઓ માખણચોર પણ કહેવાયા
ભારતીય સંસ્કૃતિ ઇશ્વરને અને વૈદિક વિધિને માનનારી સંસ્કૃતિ છે. જેના પ્રત્યેક તહેવારો-ઉત્સવો પોતાનું ધાર્મિક મૂલ્ય સમજાવે છે. શ્રાવણ માસને પવિત્ર માસ ગણવામાં આવે છે. આમ તો શ્રવણ ઉપરથી શ્રાવણ શબ્દ બન્યો છે. કથા-વાર્તાનું પવિત્ર ભાવથી શ્રવણ કરવું એ એક માનવ જન્મનું ઇશ્વરપ્રત્યેનો ઋણાનુવાદ છે.
શ્રાવણમાસમાં નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન, બળેવ, બોળ ચોથ, નંદોત્સવ જેવા પવિત્ર તહેવારો આવે છે. જેમાં નાગપાંચમ, શીતળા સાતમ તથા જન્માષ્ટમીનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
નાગ પંચમી ઃ નાગને આપણે નાગદેવતા તરીકે ઓળખીએ છીએ. ભગવાન શંકરે ગળામાં જ સર્પો-નાગોની માળા પહેરી છે. 'લૃક્રટક્રશ્વ઼ઘ્ત્ દ્યથ્ક્રસ્ર્' તેને કહે છે.
''શ્રાવણવદ પાંચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણિયારે નાગનું ચિત્તરામણ કરી દીવો કરી કૂલેર બનાવી, તેની પૂજા કરનારને નાગ દેવની કૃપા ઉતરે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ મિત્રો સાથે રમતા રમતા તેનો દડો યમુના નદીમાં વહી ગયો. તેને બહાર કાઢવા પોતાની પીતાંબરનો કછોટો વાળી તે યમુના નદીમાં દડાને કાઢવા પડયા. જ્યાં કાલિયન નાગ રહેતો હતો. જેણે કૃષ્ણને વીંટળાઈને ભરડામાં લીધા. પરંતુ કૃષ્ણએ તેની સાથે યુદ્ધ કરી તે નાગને ભીંસમાં લીધો. આ નાગન થૈયાની લીલા છે. તેના મસ્તક ઉપર કૃષ્ણ ચઢી નાચવા લાગ્યા...નાગને પકડયા પછી નાગ પત્નીઓ તેને છોડાવવા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યા. જેથી કૃષ્ણ ભગવાનને તેની સાથે યુદ્ધ કરી તેને માર્યો નથી પણ તેનો નિગ્રહ કર્યો છે એને નાથ્યો છે.
સાર ઃ- કાલિયન ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોને મરાય નહીં તેને કાબૂમાં લેવાય. આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયોને કાપી નખાય નહીં પણ એને સુધારાય, તેમ પરમાત્માએ નાગના શિર ઉપર નાચ્યા અને તેની ર્દુવૃત્તિવાળા વિષને દૂર કર્યું. અને કહ્યું ''હે કાલિયા ! હું તને મારતો નથી તને તારું છું, સુધારૂં છું તૂં આ જગ્યા છોડી દે ?
ભગવાન નાગને ઇન્દ્રિયોનો નિગ્રહ અને નિરોધ બન્ને ઉપદેશ આપી છોડી મુકે છે. આ કથા એ બોધ આપે છે કે કામનો નિગ્રહ થાય નાશ નહીં.
આપણે પણ કૃષ્ણનું સ્મરણ કરીને આપણાંમાં રહેલું વિષયોનું વિષ તેના દ્વારા નાશ કરીએ એ પ્રાર્થના. નાગને દેવતા પણ એટલે કહે છે કે તે આપણને કારણ વિના મારતો-ડંખતો નથી. તે તો રક્ષણ કરે છે. તેને છંછેડવાથી તે ડંખે છે. નાગપાંચમના દિવસે તેનું પૂજન કરવાથી તે આપણું રક્ષણ કરે છે.
આયુર્વેદની સુશ્રુત સંહિતમાં નાગની જાતો તથા તેના વિષની વાતો (સર્પવિષ) તથા તેની ચિકિત્સા આપેલી છે.
રાંધણ છઠ્ઠ ઃ આયુર્વેદે અન્ન અને અગ્નિનાં સંસ્કાર આપીને ખાવાનું કહ્યું છે. ભલે કાચેકાચા સલાડો બધા ખાય પરંતુ તેનાથી અપચો, મંદાગ્નિ, ગેસ, પેટ ભારે લાગવું વગેરે વિકારો થાય છે. આથી આયુર્વેદ કૃતાન્ન અગ્નિનાં સંસ્કાર આપીને જ અનાજને ઉપયોગમાં લેવાનું ખાસ કહ્યું છે.ળ
આપણે ખોરાકને અગ્નિ દ્વારા સંસ્કાર આપીને જમવાના ઉપયોગમાં લઇએ છીએ અને પેટમાં રહેલા વિશ્વાતર નામનો અગ્નિ તેને પચાવે છે. આમ બહારનો અગ્નિ અને શરીરમાં રહેલો અગ્નિ (એનજાઇમ) આ બન્નેના સહયોગથી આપણું યોગ્ય પોષણ થાય છે.
આયુર્વેદમાં તો એમ પણ કહ્યું છે કે, '।ક્રક્રધ્ભક્રશ્વભ્બ્ટલૃ બ્ઋક્રત્સ્ર્ભશ્વ ત્ન શરીરનો અગ્નિ (છહટ્વર્હ્વઙ્મૈષ્ઠ સ્ીંટ્વર્હ્વઙ્મૈષ્ઠ) (કંકેટાબોલેક) ના નાશ થવાથી ચયા-પચયની ક્રિયા બંધ થઇ જાય છે.
આથી અગ્નિનું રક્ષણ કરવું પણ જરૂરી છે. વેદમાં અગ્નિને પણ દેવતા 'ત્ત્બ્ટલૃઘ્શ્વંભક્ર' કહેલ છે. સાતમના દિવસે આપણે ચૂલો ન પ્રગટાવતા તેની પૂજા કરીએ છીએ. આમ છઠ્ઠ (રાંધણ છઠ્ઠ)એ અગ્નિને આરામ આપી તેની પૂજા કરવાનું વિધાન છે. જેમાં અગ્નિને આરામ આપી તે દિવસે તેની (ચૂલા વગેરેની) પૂજા કરવાનો ભાવાર્થ રાંધણછઠ્ઠમાં સાતમનું રાહત. સાતમના દિવસે તેને આરામ આપી અગ્નિની પૂજા કરીએ. આમ શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહે છે. અગ્નિનું આપણે રક્ષણ-પૂજન કરીશું તો તે આપણું પણ રક્ષણ કરશે તેવો ભાવાર્થ આમાં રહેલો છે.
શીતળા સાતમ ઃ શ્રાવણ માસની સુદ અને વદ બન્નેની સાતમને શીતળા-સાતમ કહેવાય છે. રાંધણ છઠ્ઠના દિવસે બધુ રાંધી લીધા પછી સગડી, ચૂલાની પૂજા કરી સાતમને દિવસે ઠંડું જમે છે.
શીતળા સાતમને દિવસે સ્ત્રીઓ સગડી-ચૂલાને ઘરનાં દેવતા માની તેની પૂજા કરે છે. કલમ હોય કે તલવાર, હળ હોય કે ત્રાજવું, સગડી-ચૂલો હોય કે ઝાડુ પ્રત્યેક વસ્તુની પવિત્રતા જાળવવા તેનું પૂજન કરવાથી તેની પવિત્રતા જળવાઇ રહે છે.
''સાધન પૂજા અને કર્મપૂજા કરવાથી શીતળામાતા પ્રસન્ન થાય છે. તેનાથી જીવનમાં ઉત્સાહ-શાંતિ તથા શીતળતા અનુભવાય છે.'' શીતળા માતા સેવાની દેવી છે. સેવા કરનાર જેટલી અંતરની શાંતિ મેળવી શકે છે. એટલું બીજુ કોઇ મેળવી શકતું નથી. સૂપડું અને સાવરણી જેવા સેવાનાં ક્ષુદ્ર સાધનોને તેની ઉપયોગિતા જોઇ શીતળા માતાએ તેમની પાસે રાખ્યા છે. તેમની પૂજા કરવાથી બાળકોને રોગો થતા નથી. સૂપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાનું સ્થાન સાવરણીથી સાફ કરી સ્વચ્છ અને સુઘડ રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય. એવો આધ્યાત્મિક તથા આરોગ્યદાયક આ તહેવાર છે આયુર્વેદના ભાવપ્રકાશ ગ્રંથમાં શીતળા દેવીનું વર્ણન છે.
જન્માષ્ટમી ઃ
ઙ્ગેંષ્ટબ્ભ-ત્ત્ક્રઅઋક્રજીક્રક્રઅઙ્ગેંથ્ક્રશ્વબ્ભ,
ત્ત્ક્રલૃર્િંઘ્અંશ્વલૃ Ðબ્થ્દ્ક્રઋક્રસ્ર્ભટ્ટબ્ડ્ડક્ર ત્ન
ઋક્રલૃક્રશ્વ ઼ક્રઇેંક્રલૃક્રઋક્રે શ્નબ્ભ,
સ્ર્ક્રંભે સ્ર્ષ્ટઃ જીક્રઃ ઙ્ગઢ્ઢેંષ્ઠદ્ક્રઃ ત્નત્ન
ભક્તોના મન ને જે આકર્ષે છે, અને આત્મસાત કરીને જ આનંદ આપે છે તે 'કૃષ્ણ' ઃ (કર્ષયત્તિ ઇત્તિ કૃષ્ણ).
'મુક્તિદાતા, લોકોના તારણહાર તથા ગીતાનો ચાડનારા શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે શ્રાવણ વદ આઠ્ઠમી, એ અતિ માંગલિક અને પવિત્ર પુરાતન, છતા નિત્ય, નૂતન સનાતન દિવસ જન્માષ્ટમી નામે પ્રચલિત છે.
'ગૂઢપરબ્રહ્મ' જે મનુષ્ય રૂપે પૃથ્વિ ઉપર પ્રકટ થયા છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુનો અવતાર છે તેમ પ્રભુ રામચંદ્ર પણ વિષ્ણુનો જ અવતાર છે પરંતુ બંને અવતારોમાં મૂળભૂત ફરક છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા, તે પોતાને એક મનુષ્ય તરીકે -'દશરથના પુત્ર રામ' તરીકે જ સમજતા હતા અને સહજ માનવની બધી જ મર્યાદાઓનું ઉત્કૃષ્ટ પાલન કર્યું. જ્યારે શ્રીકૃષ્ણને તેમાના પરબ્રહ્મ સ્વરૂપનું કદી વિસ્મરણ નથી થયું. તેણે અધર્મનો નાશકરવા અને ધર્મની સ્થાપના કરવા માટે અસંખ્ય કાર્યો કરીને ધર્મનું રક્ષણ કર્યું છે અને સાદા પુરુષ કે સત્યતાનું રક્ષણ કર્યું છે. ગીતામાં પોતે સ્વમુખે કહ્યું છે કે Ðબ્થ્શ્ક્રક્રદ્ક્રધ્ જીક્રક્રમળ્લૃક્ર બ્ંલૃક્ર।ક્રક્રસ્ર્ ઘ્ળ્ષ્ઠઙ્ગઢ્ઢેંભક્રઋક્રે ત્ન તથા 'ખ્ક્રટ્ટરુક્રધ્ ઋક્રક્ર જીક્રંષ્ટ઼ક્રઠ્ઠભક્રલૃક્રધ્' દરેક જીવોનું તે સનાતન બીજ છે. જેને આપણે આપણામાં રહેલા ષ્ઠીઙ્મઙ્મેઙ્મીજર્હ્વઙ્ઘઅનાં પ્રત્યેક ષ્ઠીઙ્મનાં બિંદુ-કેન્દ્ર કહીએ છીએ. તેથી તે અણુ અણુમાં છે અને પ્રત્યેક ક્ષણે ક્ષણે છે. શ્રી ગુણવંત શાહે તો 'જીક્રધ઼્ક્રંક્રબ્ઋક્ર દ્રક્રદ્ક્રશ્વદ્રક્રદ્ક્રશ્વ' તેને સંબોધ્યા છે. તે જન્મથી જ પૂર્ણ હતા તે લીલાપુરુષોત્તમ કહેવાણા.
લીલાઓ ઃ જન્મ પહેલાથી કંસ તેમને મારવા હાથ ધોઇને પડયા હતા. તેથી તે જન્મતાવેંત જ માતા-પિતાને છોડી ગોકુળમાં મોટા થયા અને ગોવાળીયાનાં બાળકો સાથે દોસ્તી બાંધી અસુરોને ખતમ કર્યા. ઇન્દ્રનું અભિમાન તોડી તેની પૂજા બંધ કરાવી અને ગોવર્ધન પૂજા કરાવી મથુરામાં કંસનો વધ કરી ક્ષત્રિયોચિત સંસ્કાર માટે તેઓ સાંદિપની મુનિના આશ્રમે ગયા. તે દરમ્યાન તેમણે ચોસઠ દિવસમાં ચારવેદ, શિક્ષા કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ એ છ વેદાંગ, આલેખન, ગણિત, વૈદ્યક, બધુ જ શીખી લીધું. બાર દિવસમાં હાથી-ઘોડા ઇત્યાદિની શિક્ષા અને પચ્ચાસ દિવસમાં તો દશે અંગો સાથે ધનુર્વેદની શિક્ષા પૂરી કરી.
તેમની બધી જ વાતો અલૌકિક હતી. અધાસુર, બકાસુર આદિ અસુરોનો વધ કરી ક્રાંતિકારક પગલા આ બાળ ઉંમરે, કિશોર વયે કંસ અને ચાણુર જેવા મલ્લોને મારી, ગોપીઓ સાથે બાળલીલા કરી તે પણ કિશોર વયે. પાંડવો સાથે રહી કુરૂક્ષેત્રના રણમધ્યે અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડી-ગીતાનો બોધ આપ્યો. સમકાલીન મોટા મોટા જ્ઞાાનીઓ, ધર્માત્માઓ, શૂર પરાક્રમી યોદ્ધાઓ પણ તેમના પ્રત્યે ભક્તિ તથા વ્યાસ જેવા મહર્ષિ, વિદુર જેવા નીતિજ્ઞા, પરાક્રમી પાંડવો, સ્વાર્થી ધૃતરાષ્ટ્ર, દ્રોપદી અને કુંતી તથા વયોવૃદ્ધ ભીષ્મ પિતામહ પણ શ્રીકૃષ્ણનાં પ્રત્યે ઇશ્વર બુદ્ધિથી તેમના ચરણોમાં નતમસ્તક થવામાં સુખ અનુભવતા-આથી તેઓ પૂર્ણવતા ગણવામાં આવે છે.
જે કાળે ભારતમાં સામ્રાજ્યવાદનું પિશાચી નૃત્ય ચાલતું હતું, ભોગવાદી, વિચારસરણી એ જ જીવનનું સર્વસ્વ ગણાતું, અર્થ અને કામને અતિરેક્ત પ્રાધાન્ય અપાતું હતું અને જીવનનાં સત્ય દર્શન પાસે જાણે કે પૂર્ણવિરામ મુકાઈ ગયું. ગોકુળનું દહીં-માખણ. ગોકુળના બાળકોને ન આપતા મથુરામાં વેચવા મોકલાતું ત્યારે બાળકૃષ્ણએ તેને અટકાવવા માટે દહીં-માખણ વગેરેના મટકા ફોડી ગોકુળના બાળકોને ખવડાવી દેતા તેથી તેઓ માખણચોર પણ કહેવાયા હતા. આવી બાળ લીલાઓ પાછળનો તેનો ભાવ સમત્વની ભાવના વાળો છે. ગોકુળના લોકોને સમજાવ્યું કે આપણા બાળકો ભૂખે રહે અને મથુરાવાળા બધું જ લઇ જાય તે યોગ્ય નથી. સંગ્રહાકર વૃત્તિને પણ તોડી માખણને લુટાવ્યું જે એક સામાજિક ગુનાને તોડીને બધાને વહેંચવાનું તેવો સામાજિક ન્યાય પણ બાલકૃષ્ણએ આપ્યો છે.
ઉત્સવનો સાર ઃ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આપણા હૃદયમાં ઉજવીએ, આપણાં હૈયામાં તેના ઉપદેશને આનંદના હીલોળાથી ઝૂલાવીએ તો જન્મોત્સવ ઉજવ્યો ખરો સાર્થક ગણાશે. સહુને જયશ્રીકૃષ્ણ સાથે.
- ડો.ઉમાશંકર જોષી