જીવનમાં નીતિ અને ધર્મ શું છે ?
પરમ શાંતિ, સુખ અને આનંદ એ અંદર તમારા પોતાના સ્વભાવમાં જ છે. બહાર કોઈ પદાર્થમાં નથી, એટલે તેને અંદરથી જ શોધવા પડે છે, જે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. સ્વધર્મમાં સ્થિર થાય છે. તેજ મોક્ષને વરે છે, અને પરમ શાંતિને પામે છે.
માણસના જીવનમાં નીતિ અને ધર્મ શું છે ? તેનો સ્પષ્ટ અને સુરેખ જવાબ એ છે, કે જીવનમાં આત્મસ્થ અને હ્યદયસ્થ તઇને સત્યનું અનુસણ, અને આચરણ કરવાથી જ માનવીય જીવનના અને સત્ય ધર્મના બધા જ સિદ્ધાંતોનો સમાવેશ થઈ જાય છે. કારણકે આ એકનાં જ આચરણની પાછળ માનવીય જીવનના અને સત્ય ધર્મના બધા જ જીવનના સિદ્ધાંતો આવી રહે છે. તેને શોધાવા કે વિચારવાની કે જરૂર પડતી જ આપો આપ આવી રહે છે..
આમાં એક જ શરત છે, કે માણસે સત્યતા પૂર્વક સત્યનું પાલન કરવું. આ સત્ય બીજાનું નહીં. પણ પોતાનું જ સત્ય હોવું જોઈએ, કે બીજાનું સત્ય કદી પણ સત્ય સુધી પહોચાડે જ નહીં.. એટલે કે શાસ્ત્રો કે કોઈપણ ધર્માત્માના વચનો દ્વારા તમારાથી સત્ય સુધી પહોચી શકાય જ નહીં.
એટલે કે ગીતા મોઢે કરવાથી પહોચાય જ નહીં, પણ ગીતાને આત્મસાત કરી તેમને અંતરથી જાણીને તેમાનું જે તમોને પોતાને જે સત્ય લાગે તેને આત્મ સાત કરી જે અંતરથી તેને જો અનુસરો એજ તમારું પોતાનું સત્ય બની જાય છે, તેનું અનુસરણ જ સત્ય સુધી પહોચાડી શકે, આ પાયાની વાત છે, આવું આચરણ જ નીતિ ધર્મનું આચરણ છે.
ક્રષ્ણ, બુદ્ધ અને મહાવીર સત્યને પામ્યા છે. તો તે પોતાના સત્ય દ્વારા જ સત્યને પામ્યા છે. મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ પણ પોતાના સત્ય દ્વારા જ સત્યને પામ્યા છે. આ હકીકત છે, આમ પોતાનું સત્ય એટલે પોતાના આત્માનું સત્ય આ આત્માના સત્યને જાણવા, સમજવા અને સંભાળવા માટે પ્રથમ શરત એ છે, કે તમારે તમારો પોતાનો અહંકાર ઓગાળવો જ પડે છે, અને સાક્ષીભાવમાં અને અકર્તૃત્વમાં સ્થિર થવું જ પડે છે, આ મોટી શરત છે, જે માણસ પોતાના જીવનમાં સ્વસ્થતા પૂર્વક પ્રસન્ન ચિત્તે આ શરતનું પાલન કરે છે. તેજ સત્ય ધર્મનું અને નીતિનું અનુસરણ કરે છે, અને તેજ સત્યને પામી શકે છે. અને તેનું નામ જ સત્ય ધર્મનું આચરણ છે.
ગાંધીજીએ પોતાના આખા જીવનમાં પોતાના સત્યનું બરાબર પાલન કરેલ છે, તે આપણે સૌ જાણીએ છીએ. તેઓએ ઘોષણા કરી કે સત્ય એજ પરમાત્મા છે, તો મહાવીરે કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ જગતમાં પરમાત્મા નથી. તમારે પરમાત્માને જ પામવું હોય તો વિતરાગ એટલે કે રાગ અને વિરાગથી મુક્ત થાવ, અને વિતરાગમાં અને નીર્ગ્રથમાં સ્થિર થઈને આત્માને જાણો ને તેમાં સ્થિર થાવ અને તમારા પોતાના સત્ય અનુસાર આચરણ કરો જરૂર સત્ય સ્વરૂપ જ બની જશો, ને તમારું પોતાનું અસ્તિત્વ મટી જશે. ને પરમ આનંદ અને પરમ સુખમાં સ્થિર થશો, જેને અમૃતરૂપ જીવન કહ્યું છે, આનું નામ છે, સત્ય ધર્મની નીતિ અનુસાર જીવન જીવવું..
પરંતુ આજની સ્થિતિ એ છે કે માણસના શુદ્ધ અને સ્થિર મનમાં જે સારા અને ઉત્તમ વિચારો ઉઠે છે, તે જ નીતિ અને સદાચાર કહેવામાં આવે છે, તેને જ આત્માનો અવાજ કહેવામાં આવે છે, જો તમારું શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિ હશે તો નિરંતર ઉત્તમ વિચારો જ આવવાના એમાય જો તમો લોભ અને લાભથી અલિપ્ત હશો તો તો જીવનમાં પરમાત્મા સ્વરૂપ જ છો, તેમાં કોઈ શંકા જ નથી. એટલે તેજ અમૃત મય જીવન જ જીવતા હશો..
માણસ કદી પણ માહિતી દ્વારા માણસ આંતરિક પરિવર્તિત કરી શકતો જ નથી, અને આંતરિક પરિવર્તિત થયા વિના પરમ શાંતિ અને આનંદ જીવનમાં પ્રાપ્ત થાય જ નહીં, અને આંતરિક પરિવર્તન માત્રને માત્ર પોતાના સત્યમાં સ્થિર થવાથી, પોતાના સ્વભાવમાં સ્થિર થવાથી,આત્માને જાણવાથી, આત્મામાં સ્થિર થવાથી અને આત્મજ્ઞાાનની પ્રાપ્તિથી જ મળે છે. આ સિવાય આ જગતમાં પરમ આનંદ, પરમ સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાનો આ દુનિયામાં બીજો કોઈ નથી.
એટલું બરાબર જાણો, શુદ્ધ અંતરથી સમજો અને તમારા પોતાના જ સત્યમાં સ્થિર થાવ એટલે તમારા પોતાના સ્વભાવમાં સ્થિર થાવ, તમો તમારા આત્માને જાણી આત્મસ્થ થાવ છો, ત્યાજ પરમ શાંતિ પરમ સુખ છે. જેને ગીતાએ સ્વધર્મમાં સ્થિર થવાનું કહ્યું છે, તે આ છે, તમારા પોતાના આત્મામાં સ્થિર થઈને જીવવું, ત્યાજ પરમ આનંદ છે. તેનું નામ આત્મજ્ઞાાન છે, અને જ્ઞાાન જેવી આ જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી અને જ્ઞાાન જ મુક્તિનું મોક્ષનું સાધન છે.
પરમ શાંતિ, સુખ અને આનંદ એ અંદર તમારા પોતાના સ્વભાવમાં જ છે. બહાર કોઈ પદાર્થમાં નથી, એટલે તેને અંદરથી જ શોધવા પડે છે, જે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. સ્વધર્મમાં સ્થિર થાય છે. તેજ મોક્ષને વરે છે, અને પરમ શાંતિને પામે છે.
- તત્વચિંતક વી પટેલ