આ જગતમાં બહિર્મુખી રીતે ઢોલક વાગાડીને, કથાઓ કરીને કે સાંભળીને આવી સાધનાના સાધકોમાંથી કોઈને પણ સાત જન્મારે આત્મ જ્ઞાાન થાય જ નહિ, તેઓ તો નિરંતર ગબારા ચલાવતા હોય છે, તે તો આજના પંથનો અને સંપ્રદાયનો ધર્મ બની ચૂક્યો છે,
જ્યાં આત્મિક સત્યનું સત્ય સ્વરૂપ આચરણ જ નથી, ત્યાં સત્ય હાજર હોય શકે જ નહિ, બીજું બધુ ઘણુ હોય શકે પણ સત્ય હોય શકે જ નહિ. માંગો તે છપ્પન ફાડકે આપે જ છે, તેવા ગબારા હોય શકે પણ સત્ય ન હોય,
જ્યારે આંતર આધ્યાત્મિક સાધના દરમિયાન આંતર દ્વેતનો અંત ત્યારે હું અને બીજું એવો ભેદ જ ન રહે અને સર્વમાજ પોતાનો આત્મા દેખાય, અને ભય ભ્રમ શંકા અને દુખનો નાશ થાય છે કારણકે જે નાશ જ પામતું નથી સત્ય પ્રાપ્ત થતાં જ ભય ભ્રમ શંકા કે દુખની હાજરી શકય જ નથી. આમ માણસ સાક્ષીભાવમાં સ્થિત થઈ જાય છે. તેને બધુ જ જોવામાં આવે છે. પણ હું તે જોનાર તરીકે અસ્પર્શીત રહે છે, તેથી જે વસ્તુ જેવી છે. તેવી જ પોતાના મનના મેળવણ વિના જોવે છે. આમ પોતાનો અહંકાર વિલય થઈ જાય છે, આમ હું બધુ કરું છું, એવી માન્યતા અને ભાવ સમાપ્ત થઈ જાય છે.
આ જીવનમાં જ પરમ શાંતિ પરમ આનંદ હર્ષોલ્લાસનો સમતા સ્થિત પ્રજ્ઞા સાથે અનુભવ થાય છે, આમ, માણસ પોતાના સ્વ સ્વરૂપમાં, સ્વભાવમાં સ્વધર્મમાં સ્થિત થાય છે સ્વ ધર્મ એટલે બહારથી બુધ્ધું ઓએ ઉભો કરેલો ધર્મ નહીં પણ આત્મિક સત્ય ધર્મમાં સ્થિતિ થાય છે. આમ, માણસનું મન ભાવનાઓ વૃત્તિઓ વિચારો અને પ્રકૃતિથી નિવૃત થાય છે, ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરે છે એજ. પરમ શાંત પ્રસન્ન અને અદ્વેત ચેતનામાં સાધક નિવાસ કરે છે આનું નામ આત્મ જ્ઞાાનની પ્રાપ્તિ છે આમ રાગનો ક્ષય દ્વેષનો ક્ષય અને મોહનો મમતાનો ક્ષય જેને કહેવાય જીવનની સર્વોત્તમ સિધ્ધી આવી સર્વોત્તમ સિધ્ધી એટલે પોતાની જાતને જાણવી અને જાતને જીતવી એનું નામ સર્વોત્તમ સિધ્ધી આત્મ સિધ્ધી જે આત્મ સંયમ સાધવાથી જ પ્રાપ્ત થાય જે આત્મજ્ઞાાન એજ અમૃત રૂપ જીવન.
- તત્વચિંતક વી. પટેલ


