Get The App

પરમાત્મા એટલે શું? .

Updated: May 18th, 2022

GS TEAM


Google News
Google News
પરમાત્મા એટલે  શું?                                    . 1 - image


પ રમ તત્ત્વ પરમાત્મા એટલે  સદામુક્ત,, સત્યસ્વરૂપ, વિશાળ,  સર્વજ્ઞા, ઐશ્વર્ય,  અનુપમ, શાશ્વત અને આનંદ સ્વરૂપ, આવા  સપ્તર્ષિ  પૂર્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા છે, એમ વ્યાખ્યા કરી શકાય, અને પાછા પરમાત્મા  અલોકિક છે, આશ્ચર્યકારક છે, અને સાથે અદભુત છે, તેનું કોઈ રૂપ નથી, અરૂપ છે, અને અસંગ છે, 

આવા પરમાત્માને આંતર ધ્યાનની સાધના દ્વારા જાણવા તેનું નાંમ જ્ઞાાન અને જ્ઞાાન એજ મુક્તિ, આમ મુક્તિ માટે  આત્મિક સત્ય રૂપ થઈને  વાણી બોલાવી અને મનથી પવિત્ર અને શુધ્ધ થયેલું આચરણ કરવું  આજ ધર્મ બને છે.

આવા શુધ્ધ અને પવિત્ર  ધર્મનાં શુધ્ધ અને પવિત્ર આચરણ દ્વારા જ  પરમાત્માની અનુભૂતિ અંતરમાંથી જ થઈ શકે છે, જે કાઇ છે,  તે અંતઃસ્થમાં જ છુપાયેલ છે, જે અંતરમાં શોધે  છે, તેજ  પ્રાપ્ત કરી જ શકે છે, બાકી હરિ ઁ, જીવનમાં  બહાર ભટકનાર સદાય  ભૂખ્યો  જ રહે છે, તે જીવનમાં  સમગ્ર ઐશ્વર્ય, ધર્મ  યશ, લક્ષ્મી જ્ઞાાન અને વૈરાગ્ય  આ છને કદી પણ જીવનમાં પ્રાપ્ત કરી શકતો જ નથી, આવો માણસ  જીવનમાં આત્માની શાન્તિ પામી શકતો જ નથી, એટલે તે પરમ  શાન્તિ, પુષ્ટિ અને તુષ્ટિ પ્રાપ્ત કરી જ શકતો નથી.

જે માણસ આધ્યાત્મિક આંતર સાધના કરી, પોતાના જ આત્માને પરમ શુધ્ધ થઈને જાણે છે, તેજ પરમ શાન્તિ, પુષ્ટિ અને તુષ્ટિમાં સ્થિર થાય છે,  તેવો જ માણસ પરમાત્માને સ્પષ્ટ જાણી જ લે છે. 

આવા આત્મ જ્ઞાાની માણસ આંતર સાધના દ્વારા  જે પરમાત્માની ઉપાસના કરે છે, એમને જ  આત્મિક સત્યમાં સ્થિર થઈને  પરમાત્માને  સેવે છે,  અને પરમાત્મા પાસેથી  વળતર રૂપે કોઇપણ જાતની  ઇન્દ્રિય જન્ય  કે બીજી કોઈ પણ જાતની કશી પણ અંતરથી છૂપી કે જાહેર  માગણી કરતો જ નથી,, તે તો  તેને સો ટકા સમર્પિત અને શરણાગત થયેલો હોય  છે.

 પોતાના જીવનમાં બીજી કોઈ બાબત તેના ધ્યાનમાં આવતી જ નથી આમ આવો ભક્ત ભોગ અને ત્યાગ બંનેથી મુક્ત થઈ જ જાય  છે, અને પરમાત્મા મય બની  રહે છે, બીજી કોઈ બાબત તેના  ધ્યાનમાં આવતી જ નથી, તેતો   પરમાત્માના વિચારો સિવાય અન્ય વિચારો તે તેના  મનમાં કોઈ સ્થાન આપશે જ નહીં  અને અચૂક રીતે  તેનું મન  અને ચિત્ત પવિત્ર બનશે અને ચિત્તામાંથી તમામ પ્રકારની પકડથી મુક્તચિત્ત  બનશે, એજ ભોગ અને ત્યાગ બંનેથી મુક્ત અવસ્થા છે, અને પ્રસન્ન ચિત્તની અવસ્થા જેમાં દુઃખને રહેવાની જગયાજ મળતી નથી જેથી ભક્ત પરમ આનંદમાં જ સ્થિર હોવાનો  આમ તે તમામ  માનસિક અને ભૌતિક  બંધનોને એકલો જ તોડી નાંખશે  અને પ્રશાંત તથા મુક્ત બનશે આનું નામ છે, પરમ શાંતિ પુષ્ટિ અને તુષ્ટિ એજ મુક્તિ, આવો નિસ્વાર્થી પરમ ભકત  જ  ટોટલી  અનાસક્ત ભાવમાં સ્થિર હોય છે, કારણકે કોઈ પણ  જાતની છૂપી કે જાહેર  માંગણીઓ તેના  ચિત્તમાં હયાત હોતી જ નથી, માત્ર અંતરનો અહો ભાવ જ સેવા કરવામાં હોય છે, જેથી તે પોતે જ પ્રસન્ન ચિત્તમાં સ્થિર થતાં જ તમામ  દુઃખોથી મુક્ત થઈ જ જાય છે.   

- તત્વચિંતક વી પટેલ

Tags :