તૃષ્ણા એટલે ? .
આ દુનિયામાં એવા કેટલાક માણસો છે, કે જે ઈચ્છેલો પદાર્થ વસ્તુ મેળવી શક્તા નથી,તેથી તેઓ દુખી થાય છે, વળી કેટલાક એવા પણ હોય છે કે ઈચ્છેલો પદાર્થ મેળવીને તેને ભોગવી શકતા નથી, તેથી દુઃખી હોય છે,, આનું નામ તૃષ્ણા છે. બુધ્ધભગવાને કહ્યું છે, કે સર્વ દુખનુંમુળ તૃષ્ણા જ છે , તૃષ્ણા ત્યાગો અને બંને અતિઓની વચ્ચે સ્થિર થાવ એનું નામ જ સમતા છે,બુધ્ધ ભગવાન કહે છે ,દુખની ઉપેક્ષા કરો, એટલે જ ઓછું થઈ જશે,તેનું ચિતવન કરો જ નહિ, એજ સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે,
જે માણસ આફતથી ભાગે છે, તે બમણીઆફત ભોગવેછે,અને,માણસની નબળી કડી એ છે, કે તે મને જ પદાર્થ મળે એટલી જ જો ઈચ્છા હોતતોકાઇ બહુ વાંધો નથી ,પણ મને જ પદાર્થ મળે મળવો જોઈએ અને બીજાને નજ મળે આવી જે ઈચ્છા ,આશા અપેક્ષા અને તૃષ્ણા માણસના મનમાં બેઠી છે અને એટલે જ બધુ જ મળવા છતાં તે દુખી જ રહે છે,આનું નામ છે, ઈર્ષા, દ્વેષ છે, જેના જીવનમનમાં ઈર્ષા અને દ્વેષ તેજ દુખનુંમુળ છે, આવા દુખનો કોઈ ઉપાયસમાંનાભાવમાં,જ રહેલો છે તેમાં સ્થિર થાવબધાજ સુખી થાય તેવું ઈચ્છોઅને તે પ્રમાણે આચરણ કરો,આનો ઉપાય મહાવીર ભગવાનેકહ્યો છે ,અપરિગ્રહ અને સત્યનો સ્વીકાર કરો, એજ શાંતિ આનંદ નો માર્ગ છે.