Get The App

સંસાર સાથેના સંબંધો વિચ્છેદ કરવાના ઉપાયો ક્યા?

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
સંસાર સાથેના સંબંધો વિચ્છેદ કરવાના ઉપાયો ક્યા? 1 - image


જીવ પરમાત્માનો અંશ છે. આથી તેનો એક માત્ર અંશી-સબંધ-ગાતો-પરમાત્મા સાથે જ છે. જીવે અજ્ઞાાનથી પોતાનો સબંધ સંસારના કાર્યમાં પોતાના શરીર, ઈન્દ્રીયો, મન, બુધ્ધી... જોડી.. જીવન પૂર્ણ કરે છે. આ અંગે શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાયથ્ય-પુરુષોત્તમ યોગમાં સંસાર વૃક્ષનું વર્ણન કરી તેનું છેદન-કરવાની આશા કરેલ છે.

આ અધ્યાયના શ્લોક-૦૩માં ભગવાન કહે છે, ''આ સંસાર વૃક્ષનું જેવું રૂપ દેખાય છે, તેવું મળતું નથી. કેમ કે તેનો ન-તો-આદિ છે, ન-અંત છે. અહુતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને વેરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા કાપવાનો છે. આ માટે આપણે સ્વયં પ્રયાસ કરવાનો છે.''

આપણે આ સંસારના આદિ-મધ્ય અને અંતનો પતો મેળવવાની જરૂરીયાત નથી. આજ દિન સુધી જીવનમાં જે કંઈ ઘટના ઘટી તેને યાદ ન કરતા, ધીરે ધીરે સંસાર સાથે પોતાના માનેલા સંબંધોને વિચ્છેદ કરવાનો છે. આનો સરળ ઊપાય, મન, બુધ્ધિ, ઈન્દ્રીયો, શરીર સંપતિને પોતાની માટેની ન માનતા જીવનનો મૂળ આધાર પરમાત્મા જ છે. એવું અન્ય ભાવે માની પરમાત્માની સેવક-ભક્તિ- સ્મરણ કરી જીવન જીવવાનું છે.

આ બાબત વાણીના વણકર શ્રી કબીર સાહેબ રોજબરોજના કાર્ય પરથી સાદી-સરળ-ભાષામાં પોતાની સાખીમાં સમજ આપતા કહે છે, ''કુવેથી ઘડામાં પાણી ભરી ઘર તરફ જતી પનીહારી હસતી રમતી સહિયરો, વટમાર્ગુ જોડે છૂટ થી વાતો કરતી હોવા છતાં, એનું લક્ષ માથા પર રહેલ ઘડા તરફ જ હોય છે આમ માનવીએ સાંસારીક પ્રવૃત્તિ કરતી વખતે પોતાનું લક્ષ પરમ પદ સુધી પહોંચવાનું રાખવાનું છે.''

એક સંતે સંસાર સાથેના સબંધ વિચ્છેદ કરવાના કેટલાક-સરળ-સુગમ ઉપાયો બતાવેલ છે. જેમ કે

(૧) વિવેક બુધ્ધી ધ્વારા સમજી વિચારી સંસારના સઘળા, સુખ, સતા ક્ષણ ભંગુર છે. તેમ માની ધીરે ધીરે દુર હટતા જવું.

(૨) કંઈ પણ મેળવવાની ઈચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાડી દેવી.

(૩) બાળપણમાં શરીર, પદાર્થ, પરિસ્થિતિ, સ્વજનો, સામર્થ્ય વિગેરે જેવા હતા, તેવા અત્યારે નથી. અર્થાત્ તે સઘળે સઘળા બદલાઈ ગયા. પરંતુ હું પોતે તે જ છું. મારે બદલાવા માટે શરીર સંસારમાંથી હું અને મારાપણાનો હટાવી લેવાનું છે.

(૪) હું ભગવાન નો છું. ભગવાન મારા છે... આ સિવાય કોઈ આશ્રય નથી તેવું દઢતાથી વળગી રહી, પરમાત્માની તરફ જ ચાલવું.

(૫) સંસાર સાથે માનેલા સબંધોનો-સદ્ભાવ (સતાભાવ) દૂર કરવો.

ઊપર મુજબનો પંચામૃતની વાત, પોતાના પદમાં પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા સમજાવવા કહે છે, ''મોહ માયા-વ્યાપે નહી... જેને દઢ વેરાગ્ય જેના મનમાંરે'' કૃષ્ણ ભક્ત મીરાબાઈ રાજકુમારીમાંથી રાજવધુ બન્યા છતા, તેનું મન સંસારની માયાથી અલિપ્ત રહ્યું. તેઓ માનતા ''મેરે તો ગીરધર ગોપાલ દુસરો ન કોઈ...'' મેવાડ છોડી, વૃદાવન આવી ગયા. ત્યાંથી દ્વારકા જઈ... કૃષ્ણમાં ભળી ગયા... વાસુદેવ સર્વમ... શ્રીકૃષ્ણ શરણમ્ મમ:

- મકવાણા વિનોદ એમ.

Tags :