ધન જોબન ડુંગરકા પાની, ઢલ હી જાવે પલમેં મુખડા કયા દેખો દર્પન મે - 'કબીર સાહેબ'
- ડુંગરની ટોચ ઉપર પડેલ વરસાદનું પાણી. તુરંત નીચે ઢળી જાય. ઉપર ટકે નહિ. એમ ધન અને જોબન પણ ડુંગરના પાણી સમાન, તે કાયમ નથી રહેવાના. જુવાની પણ જતી રહેવાની અને ધન પણ સમય આવ્યે. લક્ષ્મી, ચંચળ હોવાને કારણે તેનો રસ્તો કાઢી લે
જ્ઞાનીજનોએ, સંતોએ, આ સંસારને નાશવંત અને દુ:ખદાયી કહ્યો છે, નાશવંત એવા જડ પદાર્થોથી મળતુ સુખ, અંતે તો નાશવંત, ઝાંઝવાના જળ દેખાય ઘણું પણ પાસે જઈએ તો હોય નહીં. તેનાથી તરસ છીપી શકાય નહિ. આ સંસાર જાંજવાના જળ સમાન, સ્વામિ વિવેકાનંદે, આ સંસારને માનવીનાં સબ સમાન કહ્યો છે.
સબ ફૂલનાં હારથી ઢંકાયેલ, દુરથી સારૂ દેખાય પણ નજીક જઈએ તો તેમાં વાસ (દુર્ગંધ) આવતી હોય. બસ કંઈક આમ જ બહારથી દેખાય રળીયામણુ. પણ અંતે બધુ નાશવંત છે. અને પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ રહેવું એ સંસારનો નિયમ છે. પણ આત્મા અને પરમાત્મા, અપરિવર્તનશીલ અને કાયમી છે. શાશ્વત છે. બાળપણ બદલાઈ, જુવાની આવે, પછી ઘઢપણ આવે. આ બદલાવ તો શરીરનો છે. અંદર રહેલ આત્મા અબદલ છે. શરીર અવસ્થાથી પર છે. તેનો શરિર સાથેનો સંબંધ એક દીન છુટી જવાનો. ઋણાનું બંધ, શ્વાસનો જથ્થો, અન્ન પાણી, ખુટી જશે ત્યારે તેને આ ફાની દુનિયામાંથી વિદાય લેવી પડશે. પછી દિવાળી હોય કે હુતાશની, અમૃત ચોઘડીયું હોય કે કાળ ચોઘડીયું રાત્રી હોય કે દિવસ ઉમર એકવીસની હોય કે તેથી વધુ હોય. પુત્ર હોય એકનો એક હોય તોય તેને સમય આવે ત્યારે જવુ જ પડશે. કારણ આત્માને આમાની કોઈ વાત લાગુ પડતી નથી.
કબીર સાહેબ કહે છે ધન જોબન ડુંગરના પાણી સમાન, ડુંગરની ટોચ ઉપર પડેલ વરસાદનું પાણી. તુરંત નીચે ઢળી જાય. ઉપર ટકે નહિ. એમ ધન અને જોબન પણ ડુંગરના પાણી સમાન, તે કાયમ નથી રહેવાના. જુવાની પણ જતી રહેવાની અને ધન પણ સમય આવ્યે. લક્ષ્મી, ચંચળ હોવાને કારણે તેનો રસ્તો કાઢી લે. માટે જુવાનીનાં જોસમાં આવી અસંયમી બની જવું નહિ. સંયમ રાખવો. છાટકા બની જુવાની વેડફી નાખવી નહિ. અને નાણા હોય તો તેનો સદ્ઉપયોગ કરી લેવો. નહિતર ખોટા મારગે વેડફાઈ જશે. આ બંનેનો સદ્ઉપયોગ કરી જીવતર જીવી જાણવું એમાં જ સમજદારી છે. એમાં જ કલ્યાણ છે.
- ધનજીભાઈ નડીઆપરા