Get The App

"વિષ્ણુગુપ્ત" .

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
"વિષ્ણુગુપ્ત"                                                   . 1 - image

'ખટાક... ખટાક... ખટાક ! ચાખડીનો અવાજ પાસે આવતો સંભળાયો. ગ્રન્થ વાંચવામાં તલ્લીન બનેલા ચણકનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયું. આંગતુક કોણ છે એ જાણવાની જિજ્ઞાસાથી દ્વાર તરફ દૃષ્ટિ દોરાઈ- થોડીવારમાં એક તેજસ્વી બ્રાહ્મણ ઉંબરામાં આવીને ઊભો રહ્યો. એના મુખ પર અનેરી આભા હતી. લલાટ ઝગારા મારતું હતું. પારકાને પણ પોતાના કરી લે એવી અધીરાઈ આંખમાં વરસી રહી હતી. ચણક તરત ઉભા થઈ ગયા. આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવા સામા ગયા. સ્નેહભર્યા સ્વરે બોલ્યા; 'પધારો, પધારો બધુ આજે ઘણે વખતે આંગણુ પાવન કર્યું. આપના આગમનથી ઘણો આનંદ થયો. પણ આ શું ? ઘરઆંગણે આવેલ અતિથિ તો ઊંબરે જ ઊભા રહી ગયા છે. એમની દૃષ્ટિ ચણકનાં દસ વર્ષના પુત્ર વિષ્ણુગુપ્ત પર એકાગ્ર થઈ છે તે અવાક બનીને વિષ્ણુગુપ્તને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યા છે. ચણક વિચારમાં પડી ગયા. જેના દાંત વાંકા અને આડાઅવળા છે. કેટલાક તો બહાર પણ નીકળી આવ્યા છે એવા પોતાના કદરૂપા દિકરામાં અતિથિએ કશું સૌંદર્ય જોઈ ગયા છે તેજ તેમને સમજાતું નહોતું. આશરે હજારો વર્ષ પહેલા બનેલી આ ઘટના છે મગધમા એ વખતે મહારાજ નંદનું કુશાસન હતું. બ્રાહ્મણો પ્રત્યે નંદને તિરસ્કાર હતો. બ્રાહ્મણ પ્રત્યે નંદ રાજાના આ દ્વેષભર્યા વાતાવરણમાં બ્રાહ્મણોએ પોતાના કર્મ-ધર્મ છોડયા નહોતા. એ ધર્મગ્રંથોના સ્વાધ્યાયમાં અને અધ્યયન કાર્યમાં લાગી ગયા હતા. ચણક બ્રાહ્મણ અકિંચન હતો પણ વિદ્યાની સંપતિ એની પાસે મોટી હતી. એનો દસ બાર વર્ષનો પુત્ર વિષ્ણુગુપ્ત પણ અત્યંત બંધાણી હતો. પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં ચણકને ઘેર આવેલા અતિથિને કહ્યું: "આવો જ્યોતિષાચાર્યજી ચણકની સત્કારભરી વાણી સાંભળી અંદર આવ્યા." બિસાવેલ સ્વચ્છ આસન પર બેસતા એ બોલ્યા: "ચણક ! તારા ભાગ્યનાં ભોગળ ખુલી ગયા. તારો આ પુત્ર મોટો થશે ત્યારે અત્યંત તેજસ્વી થશે. રાજનીતિમાં એવો પારંગત થશે કે જગમાં એનો જોટો નહી જડે. તમારા પુત્રના હાથે એક મહાન સામ્રાજ્યનો પાયો નખાશે. ભારતે કદીય જોયો ન હોય એવા સુવર્ણ યુગના મંડાણ કરશો." બસ... બસ... બસ બહુ થયું. પોતાના કાનમાં બંને આંગળી ખોસી ચણક બોલ્યા: "મારા દિકરાના બહુ વખાણ કરશો તો અમે બંને અભિમાનમાં છકી જઈશું. તમે ભલે પ્રકાંડ જ્યોતિષાચાર્ય પણ મારા પુત્ર માટેની આ ભવિષ્યવાણી અત્યંત અતિશ્યોક્તિ ભરેલી છે." જ્યોતિષાચાર્ય બોલ્યા: તમને ભલે અતિશ્યોક્તિ લાગે પણ સામુદ્રિક શાસ્ત્રનાં અભ્યાસ પરથી આ બધું હું કહું છું." ચણક બોલ્યા: "તમારા સામુદ્રિક જ્ઞાન માટે મને ઘણું માન છે. પણ મારા પુત્રની આટલી સ્પષ્ટ ભવિષ્યવાણી ભાષવાની પ્રેરણા કેવી રીતે મળી ?" "તમે વિષ્ણુગુપ્તના બે દાંત જોયા ? કેવા વાકાંચૂકાં છે એવા દાંત કોઈ ભાગ્યશાળીને મુખમાં હોય છે. આ મારું સામુદ્રિક શાસ્ત્ર કહે છે જ્યોતિષાચાર્યની વાત સાંભળી ચણક હસીને બોલ્યા: 'આવા વિચિત્ર દાંતને લીધે તો બીચારો બેડોળ છે અને કદરૂપો લાગે છે. એના સ્વાધ્યાયીઓ અને મિત્રો પણ તેની મજાક ઉડાડે છે. મેં એને માટે કંઈ આશા નથી રાખી. મારા યજમાનના પચાસ-પચાસ ઘર સંભાળી લઈ એને યજ્ઞા-યજ્ઞાદી કરાવે, કર્મકાંડ કરાવે એટલે આપણને તો બસ ભયોભયો. એની જીવનનિર્વાહ સારી રીતે ચાલી રહે એટલું કમાય તો પણ મારા માટે તો ઘણું છે. જ્યોતિષાચાર્ય ગંભીર થઈ કહ્યું: "અત્યારે મારી વાત તમને ભલે હસવા જેવી લાગતી હોય પણ મારું આ કથન સાચું પડશે અવશ્ય. તમને પણ પાકો અનુભવ થઈ જશે. અત્યારે વધુ વાત કહેવી નિર્થક છે. બંને મિત્રોના આ ભવિષ્ય કથનના વાર્તાલાપનો અહીં પૂર્ણવિરામ આવી ગયો. પછી બંને મિત્રો વચ્ચે કૌટુમ્બિક અને બીજી વાતો થવા લાગી. થોડીવાર પછી વિષ્ણુગુપ્ત ઊભો થઈ ગયો અને ચણક પાસે આવ્યો. ચણકને વિનંતી કરતા એ કહેવા લાગ્યો: "હા પિતાજી ! આપ અનુમતિ આપો તો આ ભવિષ્ય કથન વિશે જાણવું છે. તેના પિતાએ બધી વાત કરી. સાંભળી ચંદ્રગુપ્ત બોલ્યો: "પિતાજી ! માનવી મહાન કે વામણો બને છે એના શરીર પરના ચિહ્નો પરથી નથી બનતો. મહાન કે વામણો બને છે પોતાના કાર્યથી." વખત જતા કંઈ વાર લાગે છે સમયનો પ્રવાહ અટકાવ્યો અટકતો નથી કોઈનો થંભાવ્યો થંભતો નથી. કિશોર વિષ્ણુગુપ્ત મોટો થયો. એના હૈયામાં આત્મશ્રદ્ધાના બીજ બાલ્યવસ્થાથી જ વવાયેલા હતા. એ બીજ યુવાનીમાં વધુ પાગર્યાં. વિષ્ણુગુપ્ત જે કામ હાથ પર લેતો તે કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી જંપતો નહીં. તક્ષશિલામાં વિદ્યાભ્યાસ કરી એ રાજા નંદના પક્ષમાં આચાર્ય બન્યો. જોકે જ્યોતિષાચાર્યની આગાહી સાચી જ પડી. પણ વિષ્ણુગુપ્તે જગત સમક્ષ એક સચોટ દાખલો બેસાડયો કે માત્ર સામુદ્રિક ચિહ્નો પ્રાપ્ત થવાથી સિધ્ધિ પ્રાપ્ત નથી થતી.  સિદ્ધિ તો મળે છે સતત પુરુષાર્થ કરતા રહેવાથી.