Get The App

વિજ્યા દશમી .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
વિજ્યા દશમી                                                  . 1 - image

આપણે ત્યાં નવરાત્રિમાં શક્તિના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. 'શૈલપુત્રી'થી લઈ 'સિદ્ધિદાત્રી' સુધીના શક્તિના નવ સ્વરૂપો અને આ વિવિધ સ્વરૂપોના પોતપોતાના નવ દિવસ. પણ માતાજીનું એક સ્વરૂપ છે 'વિજ્યાદેવી.' આ દેવીની પૂજા વિજ્યા દશમીના દિવસે થતી હોય છે, એટલે દશેરાનું પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ નામ હોય તો એ વિજ્યા દશમી છે. વિજ્યની કામના માટે પ્રત્યેક વ્યક્તિઓએ માં જગદંબાની પૂજા કરવી જોઈએ. જ્યારે જ્યારે માતાજીની પૂજા કરીએ ત્યારે વિજ્યાદેવીનું જો સ્મરણ કરવામાં આવે તો માતા વિજ્યા તે વ્યક્તિને તેના યોગ્ય કાર્યમાં વિજ્ય અપાવે છે. 'વાલ્મિકી રામાયણ' અને 'શ્રીમદ્ દેવી ભાગવત' અનુસાર ભગવાન શ્રી રામજીએ પણ વિજ્યાદેવીનું પૂજન કર્યું હતું. વિજ્યાદેવીનું પૂજન કરી શ્રી રામજીએ શસ્ત્ર પૂજા કરી. શસ્ત્ર પૂજા કર્યા પછી દૈવી સંપદા એ આસુરી સંપદા ઉપર વિજ્ય પ્રાપ્ત કરવા નીકળી. ભગવાન શ્રી રામજી રાવણ ઉપર વિજ્ય મેળવવા માટે થઈને નીકળ્યા એ પર્વ એટલે વિજ્યા દશમી. તો શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ભગવાન શ્રી રામજીએ નવરાત્રિના અનુષ્ઠાન કર્યા અને માતાજીએ તેમને આશિર્વાદ આપ્યા. માતાજીએ કહ્યું કે, "રાવણ ભલે ગમે તેટલો શક્તિશાળી હશે પણ વિજ્ય તો તમારો જ થશે." આસો મહિનાની સુદ અષ્ટમીને દિવસે ભગવાન રામજીને માતાજીના દર્શન થયાં, નવ દિવસનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું, દશેરાને દિવસે હવન કર્યો, શસ્ત્ર પૂજા કરી અને ભગવાન શ્રી રામજીએ લંકા તરફ યાત્રાનો આરંભ કર્યો. 

આપણા પ્રાચીન કાળમાં જે ક્ષત્રિય સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ હતાં તેઓે નવરાત્રિના અનુષ્ઠાન કરતા હતાં. તેઓ શક્તિના ઉપાસક હતા અને અનુષ્ઠાન કર્યા પછી પોતાના નક્કી કરેલા કાર્યોના વિજ્ય માટે તે રાજાઓ દશમે દિવસે શસ્ત્ર પૂજા કરતા હતાં. આમ, શસ્ત્રો એ પણ જગદંબાનું સ્વરૂપ છે. એ આયુધોને શક્તિનું સ્વરૂપ માનતા હતા કારણ કે, તેે કાળમાં સંગ્રામો પણ વિકટ હતાં એટલે શસ્ત્ર પૂજા અનિવાર્ય હતી. તે રીતે પણ આ પર્વનો મહિમા જોડાયેલો છે.

આ પર્વનો આધ્યાત્મિક અર્થ કરીએ તો ભગવાન શ્રી રામજીએ રાવણને માર્યો પણ વાસ્તવમાં જે મોહ છે એ જ દશાનન છે. તુલસીદાસજી મહારાજે વિનય પત્રિકા નામના ગ્રંથમાં એવું વર્ણવ્યું છે કે "ઋક્રક્રશ્વદ્ય ઘ્।ક્રઋક્રક્રહ્મઁટ્ટ ભઘ્ે ઼ક્રત્ક્રભ ત્ત્દ્યધ્ઙ્ગેંક્રથ્ Ðત્ક્રઙ્ગેંક્રથ્ટ્ટ બ્હૃક્રડ્ડક્રઙ્ગેંક્રઋક્ર બ્ંઊંક્રક્રઋક્રદ્યક્રથ્ટ્ટ ત્ન" આનો અર્થ એ થાય કે, રાવણ એ મોહનું પ્રતીક છે, કુંભકર્ણ એ અહંકારનું પ્રતીક છે અને ઈન્દ્રજિત એ કામનાઓનું પ્રતીક છે. તો આપણી જે મોહરૂપી દશાનન વૃત્તિ છે એનો નાશ આ વિજ્યા દશમીના દિવસે કરવાનો છે. "ભઘ્ે ઼ક્રત્ક્રભ ત્ત્દ્યધ્ઙ્ગેંક્રથ્" કુંભકર્ણ એટલે અહંકાર. આ અહંકારનો જ્યારે નાશ થશે અને ઈન્દ્રજિત એટલે કામના, તો જ્યારે કામનાનો નાશ થશે ત્યારે જ વિજ્યા દશમી સાર્થક થઈ એમ કહેવાશે.

મહાભારત અનુસાર જ્યારે પાંડવોએ પોતાનો ૧ વર્ષનો ગુપ્તવાસ પૂર્ણ કર્યો ત્યારે પાંડવોએ વિજ્યા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન કર્યું, શસ્ત્રોની સાથે સાથે એમણે સમી વૃક્ષનું પણ પૂજન કર્યું. ગુપ્તવાસ પછી પાંડવો પ્રગટ થયા. પાંડવોને માં જગદંબાએ આશીર્વાદ આપ્યા કે, આ યુદ્ધ એ ધર્મયુદ્ધ છે, માત્ર કૌરવો અને પાંડવોનું યુદ્ધ નથી પણ અસત્ય ઉપર સત્યના વિજ્યનું યુદ્ધ છે. તમારો નિશ્ચિત વિજ્ય જ થશે. આવા આશીર્વાદ પાંડવોને માતાજીએ વિજ્યા દશમીના દિવસે આપ્યા હતાં.

વિજ્યા દશમીનો એક બીજો સંદેશ એ પણ ગ્રહણ કરીએ કે, વિજ્યની કામના એટલે શું !? આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ વાપરીએ છીએ કે 'અસંભવ', પણ આ અસંભવ માંથી ખાલી 'અ' શબ્દને કાઢી નાંખીએ તો બધું 'સંભવ' જ છે. એટલે જીવનમાં હકારાત્મક વિચારોને ધારણ કરવા અને હકારાત્મક ઊર્જાનું સર્જન કરવું એ જ વિજ્યા દશમી. તો આવો આપણા મનની અંદર જે દશાનનની વૃત્તિ છે એનો નાશ કરી અને દૈવી ગુણોનું સર્જન કરી હકારાત્મક કાર્યો કરીએ એ જ અભ્યર્થના...અસ્તુ!

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી