આત્મિક સત્યમાં સ્થિત થઈ સમર્પણ ભાવથી અનાસક્ત ભાવમાં સ્થિત થઈને કર્મો ચાલુ રાખવાના છે, કર્મ છોડવાના નથી, પણ કર્તાભાવ, અહંકાર અને ફળની આશા છોડવાની છે
માનવ જીવનમાં પ્રકૃતિનો બાહ્ય પ્રયત્ન ઈંદ્રિયાતીત આનંદ વિષયભોગ દ્વારા અનુભવનો હોય છે, સત્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ઈંદ્રિયાતીત આનંદને જીવનમાં વિષય વાસનાના સંસર્ગથી દૂષિત ન કરો તેને શુધ્ધ સ્વરૂપમાં અનુભવવાનો હોય છે, આજે સત્ય બાહ્ય સાધનાથી ઢંકાય ગયું છે, તેને આંતર સાધનાથી ઉજાગર કરો.
સત્ય તમારી અંદર જ છે. એટલે અંતરમાંથી ઉપલબ્ધ જ છે. તે માટે આધ્યાત્મિક સત્યની અનુભૂતિઓ અનુભવ પ્રાપ્ત કરવા માટે અંતરમાં સંપૂર્ણ પણે ઉતરી જવું અને બાહ્ય સાધનાની ઉપેક્ષા કરવી એજ અંતરની સૂક્ષ્મ અનુભૂતિ અને બાહ્ય આત્મિક સત્યનો વિકાસ ઊર્ધ્વીકરણ કરવો છે.
પરમાત્માને ખાતર આત્મિક સત્યમાં સ્થિત થઈને સમર્પણ ભાવથી અનાસક્ત ભાવમાં સ્થિત થઈને કર્મો ચાલુ જ રાખવાના છે, કર્મ છોડવાના નથી, પણ કર્તાભાવ અને અહંકાર અને ફળની આશા છોડવાની છે, આવું કર્મ જ આંતર સત્યના દર્શનમાં સાધનાનું સર્વાંગી પણું અને સંમગ્રતા જાળવવામાં અને સત્યને પ્રાપ્ત કરવામાં મદદ રૂપ થાય છે.
આ ચાર શાસ્ત્રમાંજ સત્ય ધર્મને પ્રાપ્ત કરવાનો અર્ક ભર્યો પડયો છે, એટલે જે શાસ્ત્રમાં સત્યની અનુભૂતિનો રણકાર જ ન હોય તે સત્ય આધારિત શાસ્ત્ર નથી. તેને ધાવવાથી સત્યની પ્રાપ્તિ થાય જ નહિ અને તેવું શાસ્ત્ર સનાતન ધર્મની વ્યાખ્યામાં આવી શકે નહીં. ગોઠવાય શકે જ નહિ એટલું તમારા પોતાના આત્મિક સત્યના આધારે જાણો અને પછી જ બાહ્યાચારોથી મુક્ત થાવ ત્યાંજ તમારું કલ્યાણ ઊભું છે. આમ બાહ્યાચારોનું આચરણ એટલે અજ્ઞાાનની સ્થિતિ જેથી માણસ પોતેજ પરમાત્મ સ્વરૂપ છે. તે ભૂલી ગયો છે.
એમ કરવા કરતા પંથો અને સંપ્રદાયોએ ભૂલવાડી દીધો છે, એટલે પોતાના શરીરનેજ પોતાનું સ્વરૂપ માનતો હોવાથી સદાય નાશવંતનો ભય રહે છે, મન સતત શું થશે જો આવું ન બનેતો જેવી અનેક ચિંતામાં ગુથાએલું જ રહે છે, આમ અતિતની યાદો અને ભવિષ્યની કલ્પનાઓમાંથી વર્તમાન ક્ષણમાં જીવવામાં અસમર્થ માણસ હોવાથી ભય માજ સ્થિત હોય છે. (ક્રમશ:)
- તત્ત્વચિંતક વી. પટેલ


