''વયનો વિચાર'' .
- તમે સત્તર વર્ષના હો કે સિત્તેરનાં તમારી 'ગમતી' પ્રવૃત્તિ માટે એક પણ વય નકામી નથી. બીજા વિચાર કરો, કંઇક શરૂ કરો. સંકલ્પ કરો કે મારી વય મારા કાર્યમાં આડે નહી આવે
યૌવનની મોટી તકલીફ છે કે એ યુવકોના ઉપર વેડફી મારવામાં આવે છે. ઘણા બધા યુવકો જાણે દુનિયાભરનો ભાર એણના પર આવી ગયો તેમ અકાળે વૃધ્ધ થાય છે. ક્યાં જોવા મળે છે એમનામાં પેલી ધમધમતી ચેતના ? આના સામે છેડે વૃધ્ધોને યૌવન ગુમાવી દીધાનો વસવસો થાય છે. જો કે, મોટી વયના લાભ અપાર છે એ વિષે સભાન થાય તો એમને આવો વસવસો કરવાનું કોઇ પ્રયોજન ન રહે. અનુભવનું મૂલ્ય ગણીએ તો વૃધ્ધો અને પ્રૌઢોને માટે કેટલી જમા-મૂડી થઇ કહેવાય ! એ મૂડીનો ઉપયોગ કરીને માણસ કહેવાતી પાછલી વયે પણ ખૂબ આગળ વધી શકે છે. યૌવન આ વાત સમજે. ખુબ આગળ વધી શકે માટે વયને ભૂલો આગળ-પાછળના વિચારને વેગળા મેલો. હાલ જે કંઇ લાભ મળી શકે તેમ હોય તેનો વિચાર કરો. ડૉ. નેપેલિયન સિત્તેર વર્ષની વયે પણ પ્રભાવ પાડી શકતા હતા. તેના જવાબમાં તે કહેતો, 'તમે મારી જેમ પ્રભાવ પાડી શકો, પણ ઢીલા ઢીલા રહેશો તો કોઇ પત્તોય નહીં લાગે.' શરીર થાકેલુ હોય ને એના પર અક્કડને ફક્કડ કપડા પહેરાવીયે એટલામાત્રથી એ ટટ્ટર ઊભુ નહીં જ થઇ શકે. ગમે તેટલી વયે પણ સફળ થવા માટે જીવનના વ્યવહાર ગોઠવવા માટે સ્વાસ્થ્ય ખૂબ ઉપયોગી થઇ પડે. દિમાગનો ઉપયોગ કદાચ એનાથી ય મહત્વનો છે. ઘણા લોકો મોટી ઉમ્મરે આ ઉપયોગ બંધ કરી દે છે પછી નુકસાન થાય એમાં આશ્ચર્ય શું ?
''મને જીવનના ચિરઉલ્લાસનું રહસ્ય કહો'' કિત્તુ નામના એક વૃધ્ધ શ્રેષ્ઠીએ તથાગત બુધ્ધને કહ્યું તથાગતે હસીને કહ્યું. 'વિવેક વાણી તો તુ જાણે જ છે. એટલે કોઈ પણ ઉમ્મરે ચિર ઉલ્લાસ જાળવવાનું એક રહસ્ય તને મળેલું જ છે.' બીજુ રહસ્ય કહો, 'સભર પ્રેમ એ બીજુ રહસ્ય' તારી આટલી પ્રૌઢ વયમાં પણ તુ પ્રેમથી સભર રહીશ તો તારે હજાર વહાણે વેપાર ખેડવો હશે તો ય ખેડી શકીશ. મુક્ત હાસ્ય એ સભર પ્રેમનું જ પ્રગટય છે તથાગત, આ ઉપરાંત મારે બીજુ શું કરવું જોઇએ. 'ઉચિતશ્રમ લેવાનું કહી ભૂલીશ નહી, શ્રમ ચૂક્યો તો તારા હજારે વહાણ ડૂબી જશે.' 'શ્રમ તો પૂરતો લઉ છું,' 'પૂરતો વિશ્રામ લે છે કે નહી એ પણ જોવું પડશે, ફક્ત અને માત્ર શ્રમ જ કરતો રહીશ તારા વહાણ જે ધન કામી લાવશે. એનો ઉપભોગ કરવા માટે જીવતો નહીં રહે યા ભોગવવા શક્તિમાન નહીં બને, વળી કમાણી એકલો ના ખાતો, શક્ય તેટલું દાન કરતો રહેજે.' આ સાધ વાર્તાલાપમાં કોઇપણ વયે જીવને સફળ બનાવવાની સુંદર ચાવીઓ આપેલી છે. બીજી પણ થોડી જોઇએ પ્રાર્થના એ એક ચાવી છે જેનો કોઇપણ ઉમ્મરે ઉપયોગ થઇ શકે. મોટી વયે મન વધારે સ્વસ્થ હોય છે. ત્યારે તો એનો લાભ વધારે લેવાય. આ સાથે એક વ્યવહારિક વાત પણ જોઇ લઇએ હિસાબ ચોખ્ખા રાખનારા માણસ વધારે જીવે છે. આ સિદ્ધાંત સિધ્ધ કરવા માટે કોઇ દલીલની જરૂર નથી. અનુભવ કરો અને જુઓ. આમ પણ જેમને દુનિયાનો અનુભવ છે એમને આવા સ્વભાવના લાભ સમજાવવાના હોય જ નહીં. નિવૃત્ત ના થશો તમનેય નિવૃત્તિની જરૂર જ નથી. કોઇપણ વય પ્રવૃત્તિનાં પ્રારંભ માટેની ઉત્તમ વ્યવસ્થા છે. અવસ્થા છે. તમે સત્તર વર્ષના હો કે સિત્તેરનાં તમારી 'ગમતી' પ્રવૃત્તિ માટે એક પણ વય નકામી નથી. બીજા કશાકનો વિચાર કરો, કંઇક શરૂ કરો. એ વગર તમારા જીવનનો આખરી ભાગ નિષ્ફળ થઇ જશે. કોઇને અમે લાગે કે આતો વહીવટ છોડીને બીજો વહીવટ પકડવાની વાત થઇ. પણ આપણો મૂળ મુદ્દો વૃધ્ધાવસ્થામાં અવનવા ઉપયોગનો નથી. જો વયનો વિચાર વિકાસમાં કે ગમતા કાર્યમાં આડે આવતો હોય તો શંકા નાં એ કાંટાને મનમાંથી કાઢી નખાવવા માટે જ આપણે આ બધી ચર્ચાઓ કરી છે. અશક્તિ, સંકોચ કે કોઇ બીજો વિચાર પાછા ના પાડી જાય એ જોવાનું છે. વર્ષો ને અનુભવોનું ભાતુ આપણી પાસે વધતું જાય છે. એવો વિચાર કરીશું તો આપણી પાસે વધતુ જાય છે એવો વિચાર કરીશું તો કોઇપણ નંબરની વર્ષગાંઠ દુ:ખી નહીં કરી કેટલાંક માણસો ત્રીસીમાં પ્રવેશે છે ત્યારે એમને દુ:ખ થવા માંડે છે. દુનિયામાં જે વિચારણાઓ ચાલુ છે. એ એમના પર સવાર થવા લાગે છે. એટલે પાર વગરની શક્તિઓ હોવા છતા એ લોકો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. એ ભૂલને સુધારી લેવાની છે. સંકલ્પ કરો કે મારી વય મારા કાર્યમાં આડે નહી આવે. સફળતા મારો જન્મસિધ્ધ અધિકાર છે. એ અધિકાર હું ગમે તે વયે ભોગવી શકુ છું. મનમાની સફળતા મેળવવાનો મારો દ્રઢ નિર્ધાર છે. એ નિર્ધાર સફળ થાઓ.
- ચેતન એસ ત્રિવેદી