Get The App

ધાર્મિક પાત્રોનાં વિવિધ મુખારવિંદ .

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ધાર્મિક પાત્રોનાં વિવિધ મુખારવિંદ                                . 1 - image

આપણાં અનેક દેવી-દેવતાંઓ તથા ધાર્મિક પાત્રોનાં વિશિષ્ટ, અનોખાં તથા અવનવાં મુખારવિંદ વિશે આજે વાત કરીશું.

દત્તાત્રેય : ત્રણ મુખ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)

બ્રહ્માજી : ચાર મુખ

ગાયત્રી મા : ત્રણ મુખ (ત્રિપદા ગાયત્રી)

શિવજી : ગળામા સર્પ, વ્યાધ્રચર્મ, શિર પર જટા તથા ગંગા, ત્રિનેત્રધારી.

રાંદલ મા : બે મુખ (બે લોટા)

ચામુંડા મા : બે મુખ (ચંડી તથા ચામુંડા)

હનુમાનજી : વાનરમુખ તથા પંચમુખી

ગણેશજી : હાથીનું મસ્તક, ભારે શરીર 

મહાકાળી મા : જીભ બહાર કાઢેલું મુખ

કાર્તિક સ્વામી : ષડાન્ન. (છ મુખ)

ભગવાન વિષ્ણુના અવતારોમાં મત્સ્ય (માછલી)

કૂર્મ (કાચબો), વરાહ (ભુંડ) નૃસિંહ (અર્ધુ નર અડધુ સિંહ)

અન્ય પાત્રોની વાત કરીએ તો :

રાવણ : દશાનન, દશ મુખ.

અષ્ટાવક્ર : કહોડ ઋષિ તથા સુજાતાનો પુત્ર આઠેય અંગે વાંકો હતો.

ઋષ્યશૃંગ : કપાળ પર શીંગડુ હતું. બલરામ તથા લક્ષ્મણ શેષાવતાર હતા. વાલી, સુગ્રીવ- નલ-નીલ : વાનર

જાંબુવાન : રીંછ. મંથરા : વાંકી વળી ગયેલી, કપટી, હલકા વિચારની. કુબ્જા : બીહામણું સ્વરૂપ ખરાબ મોઢું

આપણે ત્યાં એક કહેવત છે. 'આકૃતિ ગુણાન્ કથયતિ' અર્થાત્ કોઈ પણ વ્યક્તિનો ચહેરો તેના સ્વભાવની ચાડી ખાય છે. સુંદર તથા આકર્ષક ચહેરો જોવો ગમે તેવો હોય છે. ચિત્ર વિચિત્ર મુખાકૃતિ અલગ તરી આવે છે. અન્ય લોકોથી અલગ તરી આવતાં મુખારવિંદ કંઈક અલગ કરી પણ જાણતાં હોય છે. આપણે ત્યાં સાત હનુમાન કે સુતા હનુમાનનાં મંદિરો પણ છે. મંદિરોમાં મૂર્તિઓને આકર્ષક વસ્ત્રો કે વાઘા પહેરાવ્યા હોય તો દર્શન કરતા આંખ પણ થાકતી નથી. સુંદરતાએ અનુપમ ગુણ છે. આમ છતાં આપણાં ધર્મશાસ્ત્રો કથા વાર્તા કે પ્રસંગોમાં વિવિધ દેવી-દેવતાઓ, ધાર્મિક પાત્રોનાં જુદી જ પ્રકારનાં મુખારવિંદ નવી ભાત તથા ચીલો પાડે છે. 

ભાવાર્થ : આપણે એ અવનવા મુખારવિંદનાં રહસ્યોને જાણીને તેની પાછળનાં હાર્દ કે ભાવાર્થને જાણીએ તે જ આજના યુગની જરૂરિયાત છે.

- ભરત અંજારિયા