Get The App

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા

Updated: Sep 1st, 2022

GS TEAM


Google News
Google News
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:  નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 1 - image


ભા દરવા સુદ ચોથના દિવસે ગણપતિજીનો પ્રાગટય દિન હોવાથી અત્ર તત્ર સર્વત્ર ગણેશજીનો મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ભાવિક ભક્તો તેમની મૂર્તિનું સ્થાપન પોતાના ગૃહમાં, સોસાયટીમાં કરતાં હોય છે અને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક તેમનું પૂજન કરીને આરતી ઉતારે છે. નિત્ય તેમને થાળ ધરાવે છે...

ગણપતિજીનું જીવન આપણે નિહાળીએ તો તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. અરે ! ગણપતિજીની શારીરિક ચેષ્ટા ઉપરથી એટલે કે, શરીર ઉપરથી પણ આપણને સદ્બોધ સાંપડે છે. તમો ગણપતિજીને નિહાળો તો તમને તેમના મોટા પેટના દર્શન થશે. આ મોટું પેટ આપણને સદ્ઉપદેશ આપે છે. ગણપતિજીને જેમ મોટું પેટ છે તેવું આપણે મોટું પેટ કરવાની જરૂર છે. મોટું પેટ કરવા માટે ખોરાક વધારે લેવાની જરૂર નથી. પરંતુ મોટા પેટવાળા એટલે કે, મોટા પેટમાં જેમ બધાનો સમાવેશ થઈ જાય છે, તેમ આપણે કોઈપણ માણસની નાની મોટી ભૂલો હોય તેને સ્વીકારી લેવી જોઈએ અને તે વ્યક્તિમાં જે કાંઈ સારું હોય તેને ગ્રહણ કરી લેવું જોઈએ અને તેને પણ સ્થાન આપવું જોઈએ. કોઈ આપણી નિંદા કરે, તો તેને પણ ગળી જવી જોઈએ અને પેટમાં સ્થાન આપીને રાખી મુકવી જોઈએ.

આપણા ધર્મશાસ્ત્રોમાં ઋષિમુનિઓએ- સત્પુરૂષોએ અને ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આજ આપણને શીખવ્યું છે.

ગણેશજી સ્થાપનાના સુઅવસર ઉપર આપણે સહુ કોઈ બોધપાઠ લઈએ અને ગણેશજીના જેવા ખરા અર્થમાં મોટા પેટવાળા થઈએ એટલે કે, દરેક વ્યક્તિની સાથે હળી મળીને રહીએ, કોઈ અણસમજુ હોય અને તે આપણી નિંદા કરે, આપણને હેરાન પરેશાન કરે તો પણ ધીરજ રાખીએ, તેને સુધરવાની તક આપીએ, અને તેને ક્ષમા આપીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :