Get The App

''ભગવાને આપેલા બોનસને વ્યવસ્થિત વાપરો''

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
''ભગવાને આપેલા બોનસને વ્યવસ્થિત વાપરો'' 1 - image

મનુષ્ય જીવનમાં ભગવાન આપણાં કર્મ અનુસાર સર્વ પ્રકારનું સુખ પુણ્યપ્રતાપે આપણને આપે છે. આયુષ્ય પ્રમાણે આયુષ્ય પણ નિયમ અનુસાર ૧૦૦ વર્ષનું પ્રદાન કરેલું છે. પરંતુ આજના સમયમાં ઘણે ભાગે પચ્ચાસે પૂર્ણ વિરામ થતું જોવામાં આવે છે. અને એકાવને આપણે વનમાં પ્રવેશ કરીએ છીએ. આ એકાવન પછીનું આપણું જીવન, આપણું આયુષ્ય એ આજના સમયમાં ભગવાને આપણને આપેલું બોનસ છે.

સારી કંપનીમાં નોકરી કરતા હોઈએ તો આપણે કંપની તરફથી પૈસા સ્વરૂપે સારું એવું બોનસ પ્રાપ્ત કરીએ છીએ. અને જે રીતે જરૂરિયાત હોય તે કરતા પણ બીજી રીતે બોનસને યેનકેન પ્રકારે વાપરીને પૂરું કરી દઈએ છીએ. અને ૬૦ વર્ષ સુધી બે છક બાર મનાવીએ છીએ. પરંતુ મિત્રો..! આપણો આ મનુષ્ય જન્મ મહાદૂર્લભ છે. કંઈક જાતના પુણ્ય કર્મો કર્યા હોય ત્યારે આ દેહ પ્રાપ્ત થાય છે. અને આ જન્મ ચોર્યાસી લાખના ફેરામાંથી મુક્ત થવા માટે ભગવાને આપણને એક અમૂલ્ય તક આપીને આપણાં ઉપર મોટો ઉપકાર કર્યો છે અને તેથી જ ૫૧ વર્ષમાં વનમાં પ્રવેશ કરી લીધા પછીનું આપણું આયુષ્ય એ ભગવાને આપણને આપેલું બોનસ છે. આ બોનસ લીધા પછી આપણે કેવી રીતે બોનસને વાપરવું એ આપણાં હાથની વાત છે. કેમ કે આ સમયમાં શરીર અશક્ત બને છે. અનેક જાતના નાના મોટા રોગો એ આપણા શરીરને ઘર બનાવી દે છે. આંખનો ઉજાસ-શરીરનું સમતોલ પણું, બેઠાડૂ જીવન પાચન શક્તિનો અભાવ વિગેરે આપણાં આ બોનસને વાપરે છે. મન જે જોઈએ તે માંગે છે. બુધ્ધિ તે મેળવવા માટે હુકમ કરે છે અને શરીર તે ભોગવે છે.

આ સમયમાં મનને કન્ટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જીવન અનિશ્ચિત છે. એક ઠેસ વાગશે ને પ્રાણ નીકળી જશે. ઘરેથી નીકળયા પછી સુખેથી ઘરે પહોંચી જઈએ તો નશીબદાર બાકિ કાળ ક્યારે કોળીયો કરી જશે તે કોઈ જાણી શકતું નથી. બોનસની થોડી રકમ ખાવાપીવા અને હરવા ફરવામાં વાપરો. બોનસને બને તેટલું બચાવો. શ્વાસે શ્વાસે બોનસ ઓછું થઈ રહ્યું છે. હ્ય્દય પરમાત્મા ચલાવે છે. ત્યાંથી જીવી શકશું. બાકિ ઉપરવાળાની ચીઠ્ઠી ક્યારે ફાટસે તે નક્કી નથી. ટીકિટ બૂક થઈ ગયા પછી કેન્સલ કરાવી શકાતી નથી. કે વધુ આયુષ્યરૂપી રીફંડ પણ મળતું નથી.

તો આજે જ પ્રભુને પ્રાર્થના કરીએ, ''હે પ્રભુ..! તારું આપેલું બોનસ હવે બીજી કોઈ જગ્યાએ નહીં વાપરતા તે તારા માટે જ વાપરીશ. પરમાર્થે વાપરીશ. આ બોનસરૂપે ભેટ ને મારા આત્માને હે પરમાત્મા તારા મય કરીને મનુષ્ય માત્રમાં જડ ચેતનમાં તારા દર્શન કરીને તારી ભક્તિ કરીને આ જન્મ મરણ રૂપી સાયકલ માંથી મુક્ત થઈ ને મારા આ બોનસની અંતિમ રકમ તારા ચરણોમાં સમર્પિત કરીશ.''

- નૈષધ દેરાશ્રી