Get The App

એક લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો...

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
એક લાખ શ્લોકના  મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો... 1 - image


તમે હિન્દૂ હો કે કોઈપણ, તમે સ્ત્રી હો કે પુરુષ, તમે ગરીબ હો કે તવંગર, તમે દેશમાં હો કે વિદેશમાં, ટૂંકમાં, જો તમે માણસ હો તો અહીં નીચે લખેલ બાબત સમજીને વાંચો, વાંચીને સમજો.

''મહાભારત'' માંથી શોધેલ અમૂલ્ય ''9'' મોતી

(૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો.... ''કૌરવો''

(૨) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન, બધું જ નકામું થઈ જશે... ''કર્ણ''

(૩) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે,, વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે... ''અશ્વસ્થામા''

(૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે.... ''ભીષ્મપિતા''

(૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે.... ''દુર્યોધન''

(૬) અંધ વ્યક્તિ... અર્થાત્... સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે.... ''ઘૃતરાષ્ટ્ર''

(૭) વિદ્યાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો.... ''અર્જુન''

(૮) બધા સમયે - બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ.... ''શકુનિ''

(૯) જો તમે નીતિ-ધર્મ-કર્મ સફળતા પૂર્વક નિભાવશો તો... વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરે શકે,.... ''યુધિષ્ઠિર''

Tags :