Get The App

ઉમિયા માતાની ઉંઝામાં ભવ્ય નગરયાત્રા .

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ઉમિયા માતાની ઉંઝામાં ભવ્ય નગરયાત્રા                         . 1 - image


શ્રી ઉમિયા માતાજી સૃષ્ટિની સર્વશક્તિમાન દેવીસ્વરૂપ છે. સરસ્તવી, લક્ષ્મી તથા કાળકા માતાજી પણ તેમના જ અવતાર છે. જ્યારે જ્યારે આસુરી તત્ત્વોએ જગતમાં માથું ઉંચું કર્યું છે ત્યારે ધર્મની રક્ષા માટે વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ શાંતિ તથા ધર્મની સ્થાપના કરી છે. કહેવાય છે કે ભોળા ભગવાન મહાદેવે સ્વહસ્તે દેવીશ્રી ઉમિયાજીની સ્થાપના કરી ત્યારથી આ સ્થળ ઉમાપુર નામથી ઓળખ પામ્યું છે. સમયાંતરે નામનો અપભ્રંશ થતા આ સ્થળ આજે ઊમા તરીકે ઓળખાય છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઉમિયા માતાજી મંદિરનો રાજ્યના 'અ' કક્ષાના તીર્થસ્થાનોમાં સમાવેશ કર્યો છે. જે રાજ્યના ચોટીલા, જગન્નાથ મંદિર (અમદાવાદ), તરણેતર, વડતાલ સ્વામીનારાયણ મંદિર અને ખોડલધામ પછી છઠ્ઠું 'અ' કક્ષાનું તીર્થસ્થાન બન્યું છે. દર વર્ષે ઉમિયા માતાજીના દર્શનાર્થે કરોડો ભાવિક ભક્તોનું ઘોડાપુર રહે છે. ઉમિયા માતાજીની અદ્ભૂત કૃપા દ્રષ્ટિને કારણે ઉંઝાવાસીઓ સમૃધ્ધ થયા છે. ૧૮૬૮ વર્ષથી નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાજીની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળે છે. સમગ્ર ઊંઝા નગર આ દિવસે મા ઉમિયાની ભક્તિના રંગે રંગાશે અને રજા પાળે છે. આગામી તા.૧૨/૫/૨૦૨૫ સોમવારે ભવ્યાતિભવ્ય નગરયાત્રા સંપન્ન થનાર છે. નગરયાત્રા દરમ્યાન ઉમિયા માતાજીના નગરમાં માર્કેટયાર્ડ સહિત ઠેર ઠેર ભારે ભક્તિભાવથી વધામણા થાય છે. જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો, મહિલા મંડળો તેમજ ગુજરાત સહિત આસપાસના તમામ રાજ્યોમાંથી પણ ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાતા હોય છે. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા નગરયાત્રા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જુદી જુદી ૧૫૦ થી ૨૦૦ જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત કરવામાં આવે છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મંદિર મેનેજમેન્ટ ઉપરાંત અન્ય સામાજીક પ્રવૃત્તિઓ પણ આજે ઉડીને આંખે વળગી રહી. ઊમા ઉપરાંત અંબાજી, સોલા-અમદાવાદ, બહુચરાજી તથા ઉત્તરખંડ હરદ્વારમાં પણ વિશ્રામગૃહની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ઉમિયા શિખર મંદિર, ગ્રામ્ય વિસ્તાર ફોટો મંદિરોનો નિર્માણ માટે ઉત્કૃષ્ટ સેવાઓ સમર્પિત થઈ રહી હતી. હાલમાં વર્ષોની પરંપરા મુજબ વૈશાખી પુનમે એટલે કે ૧૨મી મે સોમવારે નીકળનાર મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

- કલ્પના જયવદનભાઈ ગાંધી

Tags :