Get The App

તુલસી ઇસ સંસારમેં ભાંતિ ભાંતિકે લોગસબસે હિલમીલ ચાલીયે, જૈસે નદી-નાવ સંજોગ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
તુલસી ઇસ સંસારમેં ભાંતિ ભાંતિકે લોગસબસે હિલમીલ ચાલીયે, જૈસે નદી-નાવ સંજોગ 1 - image

- આંખો રડેલી હોય તો આખુ જગત રડતુ દેખાય. અને આનંદમાં રહેતા માણસોને આ દુનિયા આનંદી દેખાય. દુનિયા દો રંગીલી છે

મનુષ્ય દેહ, મેળવી દરેકને, પરમ કૃપાળુ પરમાત્માને ઓળખવાનો અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે. પણ કોઈક જ આ અમુલ્ય અવસરને જાણે છે. માણે છે. જેઓ આ દુનિયાને પહેંચાની શકે છે. સંવાદ, સમાનુકુલન અને સમાધાન વૃત્તિ, એ જ દુન્યવી વહેવારનાં આધાર-સ્થંભો છે, સંત તુલસીદાસ દુનિયાનું સ્વરૂપ પહંચાની શકયા છે. એટલે જ તેમણે જગતને સલાહ આપી 'સબસે હિલમીલ ચાલીએ જૈસે નદી-નાવ સંજોગ. દુનિયાનો વહેવાર હળીમળીને કરો તો તો કાંઈ વાંધો આવે નહિ.

પરંતુ આજનો માણસ પોતાના દોષ જોવાને બદલે પારકાનાં દોષ બહુ જુવે છે. પારકી પળોજણ ઉભી કરીને પોતો તે દુ:ખી દુ:ખી થાય છે અને અન્યને પણ દુ:ખી કરે છે માટે ' જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટિ' જેમકે કમળો થયો હોય તો આખુ જગત પીળું દેખાય. આંખો રડેલી હોય તો આખુ જગત રડતુ દેખાય. અને આનંદમાં રહેતા માણસોને આ દુનિયા આનંદી દેખાય. દુનિયા દો રંગીલી છે. તો શું આ દુનિયા સજ્જતોથી- છલકાતી, મલાકાતી છે ! કે દુર્જનોથી હારેલી, થાકેલી, લાચાર, સ્થિતિમાં છે. કવિ શ્રી દલપતરામ કહે છે.

'પાપ ન દેખીશ પારકું,

નિજ ગુણ દોષ નિહાળ,

કરશે તે ફળ પામશે,

તું તારૃં સંભાળ.

આંતરિક ખુમારી મેળવી, જીવન-વ્યવહાર નિર્મળ બનાવો. દુનિયા તમને દુભવિ શકશે નહિ. સમજણપુર્વક, નમ્રતાથી અને સમય અનુસાર યોગ્ય નિર્ણય કરનાર, અર્ધા દુ:ખો, પોતે જ ટાળી શકે છે. 'આત્મ' ના અંજવાળે ચાલનાર કદી દુ:ખી થતો નથી. વધુ પડતા કુશળ લોકો 'આત્મકેન્દ્રી' બની જાય છે. વધુ ચતુર લોકો 'પલાયનવાદી' બની જાય છે માટે 'મધ્યમ' માર્ગ અપનાવી દુન્યવી વહેવાર કરવો.

સુનિયે સબકી, કરીયે મનકી.

- ધનજીભાઈ નડીઆપરા