- સત્ય તો માત્ર ને માત્ર અનુભૂતિ અને અનુભવ થયા પછી તેમણે કરેલ અભિવ્યક્તિ એ જ સત્યની સાવ જ નજીક હોય છે. સત્ય કહી શકાતું નથી અનુભવી શકાય છે
એ એક જ છે કે અનેક એમ બેમાંથી એક રીતે વર્ણન આપી શકે તેમ નથી વેદ અને ઉપનિષદ આજ કહે છે, તેમણે આંતર સાધના કરી અમંન અને સાક્ષીભાવમાં સ્થિત થઈને તે દ્વારા જાણીને કહેલ છે, તેજ તેનું મહત્વનું પાસું છે, પરમાત્મા તમારી અંદર બેઠો છે, ને બહાર શોધો છો ક્યાંથી મળે.
જ્યારે શાસ્ત્રો જાણ્યા વિના અશુધ્ધ મનથી માનીને કહ્યે જાય છે તેમાં સત્યતાનો અંશપણ હોય શકે જ નહિ, સત્ય તો માત્રને માત્ર અનુભૂતિ અને અનુભવ થયા પછી તેમણે કરેલ અભિવ્યક્તિ એજ સત્યની સાવજ નજીક હોય છે, તે પણ પૂર્ણ સત્ય તો હોય શકે જ નહિ, સત્ય કહી શકાતું નથી અનુભવી શકાય છે.
દરેક માણસનું સત્ય પોતાનું હોય છે મારુ સત્ય તમારું સત્ય બની શકે જ નહિ સત્ય કોઈને આપી શકતું જ નથી, તેતો પોતાએ જ શુધ્ધ અંતરમાંથી આત્મિક સત્ય સ્વરૂપ થવું જ પડે છે એજ તમારું સત્ય એજ તમારો ઉધ્ધાર કરે.
બીજાનું સત્ય ગંગામાં દુબકીઓ મરાવે પણ પાપ ધોવાય નહિ નાણાથી ધોવાઈએ તે સત્ય છે,અને તેનો સ્વાર્થ સધાય તે નક્કી, જ્યાં સ્વાર્થ આવ્યો ત્યાં તેનો આત્મ જ મરી પરવાર્યો હોય છે, તેને આત્મ જ્ઞાન સાત જન્મારે પણ પ્રાપ્ત થાય જ નહિ, અને આત્મ જ્ઞાન વિના મુક્તિ નથી.
આપણાં વેદો અને ઉપનિષદો આજ વસ્તુ હંમેશા એક જ અવાજે કહી રહ્યા છે પરમાંત્મા એકલો પોતે જ છે, તેના કોઈ વારસો નથી, વારસોએ સ્વાર્થી માણસોનું મંન ધડત ઉત્પાદન છે જગતમાં પરમાત્મા સીવાય કોઈ છે, જ નહિ, તે આપણાં આત્મામાં બેઠો બહાર ક્યાંય ભમતો નથી કે મળી જાય તે સાંત છે, તે અનંત છે, તે જીવ છે, આત્મા છે આ તમામ સૃષ્ટિ પરમાત્માના ચૈતન્યની તેના અનંત સ્વરૂપોમાં થઈ રહેલી લીલાજ છે, તેનાજ આવિર્ભાવો છે.
(ક્રમશ:)
- તત્વચિંતક વી. પટેલ


