Get The App

ટુરિસ્ટ વિઝા .

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ટુરિસ્ટ વિઝા                                              . 1 - image


- આપણા પણ વિઝા કયારે કેવી રીતે પૂરા થશે એની કશી જ જાણકારી આપણને મળવાની નથી.

કો ઈપણ દેશના વિઝા મળવાથી લોકોને જાણે કે લોટરી મળી હોય એટલો આનંદ થતો હોય છે. એના પ્રચાર-પ્રસાર શરું થઈ જાય છે. વિદેશનું એક સ્વપ્ન પૂરૃં  થાય છે.

બરાબર એમ જ એક આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિને તથા ધર્મલોકના એક વાચક તરીકે મનમાં સવાલ તો થવો જ જોઈએ કે શું આપણે પણ આ પૃથ્વી ઉપર વિઝા લઈને આવ્યા તો નથી ને ? હા... હા બિલકુલ સાચું છે. આપણને પણ આ અવની ઉપર ઇશ્વરે ટુરિસ્ટ વિઝા આપીને મોકલ્યા છે. આપણે અહીંયા કાયમી રહેવા નથી આવ્યા. ભગવાને ટૂરિસ્ટ વિઝા આપીને મોકલ્યા છે.

 વિદેશના વિઝા તો ક્યારે પૂરા થશે એની આપણને ખબર હોય છે. જ્યારે આપણા સર્જનહારે જે વિઝા આપીને આપણને જન્મ આપ્યો છે. તે ક્યારે પૂરા થશે એની એકમાત્ર ખબર માત્રને માત્ર ઇશ્વરને જ હોય છે. આપણી નજર આગળ જ જે જે લોકોના વિઝા પૂરા થતા હતા તે તમામ આપણા સ્વજનોને આપણે વસમી વિદાય આપી ચૂકયા છીએ. વિઝાને લંબાવવાની આપણી કોઈ વિનવણી પ્રભુ આગળ ચાલતી નથી.

હવે વાત રહી ટૂરની. તો આપણા તો ટૂરિસ્ટ વિઝા છે. ટૂરમાં તો આનંદ અને મોજ કરવાની હોય. અહીંયા આસક્તિ ન ચાલે. અનાસક્ત અને વિરકત રહો તો જ ટૂરની મજા માણી શકો. જે મનુષ્ય પોતાની જાતને પ્રવાસી સમજીને ટૂરની મજા માણે એનો જ મનખો સાર્થક થયો કહેવાય. બાકીની બધી જ બાબતો નિરર્થક છે.

આપણા પણ વિઝા કયારે કેવી રીતે પૂરા થશે એની કશી જ જાણકારી આપણને મળવાની નથી. આપણે ઊંઘતા ઝડપાઈએ તે પહેલાં પોતાના દમખમ પ્રમાણે, જોમ અને જુસ્સાથી, શ્રદ્ધા અને વિશ્વાસથી , મહેનતના સહારે ટૂરનો આનંદ લઈએ. એમાં જ આપણો ધાર્મિક હોવાનો મર્મ છૂપાયેલો છે. નિર્દોષ આનંદ એ જ ટૂરિસ્ટ વિઝા.

- દિલીપ રાવલ

Dharmlok

Google NewsGoogle News