- અમદાવાદ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 26-26 વખત પધાર્યા છે અને 66 થી વધુ સ્થળોએ ભ્રમણ કરીને અમદાવાદની ધરતીને પોતાના ચરણોથી પાવન કરેલી છે. તેઓ સૌ પ્રથમ સંવત્ 1855માં આવ્યા હતા. ત્યારે કાંકરીયાની નગીનાવાડીમાં બેસીને ધ્યાન કર્યું હતું
આજે આપણા સહું માટે ગૌરવનો દિવસ છે. તા. ૨૬ ફેબ્રુઆરી આજે મહાસંયોય સર્જાયો છે. કારણ કે સામાન્ય રીતે ત્રણ આકડાં એક જ દિવસે ભેગા થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ આ વખતે એવું બન્યું છે કે, ૨૬-૨૬નો મળે આવી ગયો છે.
તા.૨૬ ફેબ્રુઆરી એટલે અમદાવાદ શહેરની જયંતી. આજે અમદાવાદ ૬૧૫ વર્ષનું થયું.
આજે ઈ.સ. ૨૦૨૬ પણ છે.
અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ શહેરમાં ૨૬ વખત પધારેલા છે. અમદાવાદનો ઈતિહાસ ૧૧મી સદીથી જાડાયેલો છે. ત્યારે તે આશાવલ કે આશાપલ્લી તરીકે ઓળખાતો હતો.
અમદાવાદ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ૨૬-૨૬ વખત પધાર્યા છે અને ૬૬ થી વધુ સ્થળોએ ભ્રમણ કરીને અમદાવાદની ધરતીને પોતાના ચરણોથી પાવન કરેલી છે. તેઓ સૌ પ્રથમ સંવત્ ૧૮૫૫માં આવ્યા હતા. ત્યારે કાંકરીયાની નગીનાવાડીમાં બેસીને ધ્યાન કર્યું હતું.
દરિયાખાનનો ઘૂંમટ, હઠેસિંહના દેરા, સપ્તર્ષિનો આરો, ભદ્રનો કિલ્લો, સાબરમતી નદી આદિ અનેક સ્થળોએ તેમણે વિચરણ કરેલું છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર પણ અમદાવાદમાં સ્થાપ્યું છે. આ શહેરમાં ભગવાનની નગરયાત્રા પણ અનેક વખતે કાઢવામાં આવેલી છે. અને તેની વ્યવસ્થામાં અંગ્રેજ અધિકારી એરણ સાહેબ, ડનલોપ સાહેબ આદિએ સેવા આપેલી છે. પ્રથમ સ્થાપેલ મંદિરની જગ્યા પણ અંગ્રેજોએ મંદિરને ભેટમાં આપેલી છે. કાંકરીયા તળાવ ઉપર ચોરાશી કરીને અનેક બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવેલું છે. જેથી આજેય અમદાવાદ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો અને અંસખ્ય સત્સંગીઓ વસે છે. આ અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને જે સદ્ ઉપદેશ આપ્યો હતો. તેના ૮ ઉપદેશો પણ વચનામૃતમ્ ગ્રંથમાં સ્થાન પામ્યા છે.
અમદાવાદ શહેરની આગવી વિશિષ્ટતાઓ વિશ્વના અનેક માણસોને આકર્ષે છે અને તેને અહીં લઈ આવે છે. અમદાવાદ હવે વર્લ્ડ હેરીટેજ સીટી બની ગયું છે. આ અમદાવાદમાં ઈતિહાસ અને સ્થાપત્યનો અદ્ભૂત સંગમ જોવા મળે છે. કાંકરીયા, તળાવ, સાબરમતી નદી, ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, બી.આર.ટી.બસ સાયન્સસીટી, સિદ્દી સૈયાદની જાળી, જામા મસ્જિદ, હઠીસિંહના દેરા, ઝૂલતા મિનારા, જગન્નાથ મંદિર, ભદ્રાકાળી મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર આ સ્થળો અમદાવાદનું નજરાણું ગણાય છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


