હિંદુ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલો શ્રાદ્ધનો અનેરો મહિમા
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
શાસ્ત્રો કહે છે કે મનુષ્ય માત્ર પર પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણ ચઢેલું જ રહે છે. એમના આપણા પર એટલા ઉપકારો હોય છે કે તેમના માટે ગમે તેટલું કરીએ તો પણ તે ઋણમાંથી પૂર્ણપણે મુક્ત જ ન જ થઈ શકે
ભારતીય સંસ્કૃતિમાં ષોડશ સંસ્કાર વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. આ સોળ સંસ્કારોમાં એક અંત્યેષ્ટિ સંસ્કાર છે. જેની સાથે મરણોત્તર વિધિ અને શ્રાદ્ધ કર્મ સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ કહે છે કે મૃત્યુ પછીના જીવનનો ખ્યાલ પરમાત્માની વ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ ભાગ હોવાથી આત્મા, પુનર્જન્મ, અને આધ્યાત્મિકતા એ વિષયો પર ઊંડુ જ્ઞાાન મેળવવાની જરૂર છે. હિંદુ સંસ્કૃતિનો એ પાયાનો સિદ્ધાંત છે કે મરણ કેવળ સ્થૂળ શરીરનું જ થાય છે, એની સાથે જોડાયેલ સૂક્ષ્મ શરીર, લિંગ શરીર અને આત્માનું મરણ થતું નથી.
વેદ- ઉપનિષદ- પુરાણો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે જીવાત્મા એના કર્મ, જ્ઞાાન અને મરણ વખતની અંતિમ પળોમાં ઉદ્ભવતા વિચાર કે ભાવ અનુસાર મરણ પછીની ગતિ પ્રાપ્ત કરે છે. મરણ બાદ તે પ્રેત, પિતૃ, દેવ જેવી યોનિમાં રહ્યા પછી ક્યાં તો પુનર્જન્મ અને આધ્યાત્મિકતા એ વિષયો પર ઊંડુ જ્ઞાાન મેળવવાની જરૂર છે. હિંદુ સંસ્કૃતિનો એ પાયાનો સિદ્ધાંત છે કે મરણ કેવળ સ્થૂળ શરીરનું જ થાય છે, એની સાથે જોડાયેલ સૂક્ષ્મ શરીર, લિંગ શરીર અને આત્માનું મરણ થતું નથી.
વેદ- ઉપનિષદો- પુરાણો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે જીવાત્મા એના કર્મ, જ્ઞાાન અને મરણ વખતની અંતિમ પળોમાં ઉદ્ભવતા વિચાર કે ભાવ અનુસાર મરણ પછીની ગતિ પ્રાપ્ત કરે છે. મરણ બાદ તે પ્રેત, પિતૃ, દેવ જેવી યોનિમાં રહ્યા પછી ક્યાં તો પુનર્જન્મ પામે છે કે ક્યાં તો મુક્તિ કે પરમ ધામને પ્રાપ્ત થાય છે.
જ્યાંથી એને પાછા ફરવાનું થતું નથી. મરણથી મોક્ષની વચ્ચેના ગાળામાં પણ તે સૂક્ષ્મ દેહધારી હોવાથી અનુભૂતિની ક્ષમતાવાળો હોય છે. સગા-સંબંધીઓ સાથે દૂરથી પણ જોડાયેલો રહે છે. એમની ક્રિયાથી પ્રસન્ન કે અપ્રસન્ન, સંતુષ્ટ કે અસંતુષ્ટ બની આશીર્વાદ કે અભિશાપ આપતો હોય છે.
ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષ (વદ)માં હિંદુ સમુદાય મૃતાત્માની શ્રાદ્ધ વિધિ કરે છે અથવા એનું મરણ થયું હોય તે પછી દસમા, અગિયારમાં, બારમાં અને તેરમા દિવસે તથા પ્રત્યેક મહિને તે તિથિએ શ્રાદ્ધ કર્મ કરે છે. એમાં તર્પણ વિધિ આવે છે. સંસ્કૃત ભાષામાં 'તર્પ' ધાતુ- ક્રિયાપદનો અર્થ પ્રસન્ન કે સંતુષ્ટ થવું એવો જ થાય છે.
તર્પણ દ્વારા મૃતાત્માને પ્રસન્ન કે સંતુષ્ટ કરવામાં આવે છે. શ્રાદ્ધ શબ્દ 'શ્રદ્ધા' ઉપરથી બન્યો છે. એની વ્યુત્પત્તિ 'શ્રદ્ધયા કૃતં સંપાદિતં ઇદં', 'શ્રદ્ધયા દીયતે યસ્માત્ તત્ શ્રાદ્ધમ્' એવી કરાય છે. મહર્ષિ પરાશર શ્રાદ્ધ વિશે કહે છે- ' દેશે કાલે ચ પાત્રે ચ વિધિના હવિષ । ચ યત્ । તિલૈર્દભૈશ્ચ મન્ત્રૈશ્ચ શ્રાદ્ધં સ્યાચ્છ્રદ્વયા યુતમ્ ।। દેશ, કાળ તથા પાત્રમાં હવિષ્ય વગેરે વિધિ દ્વારા જે કર્મ, તલ, જવ અને દર્ભ વગેરેથી અને મંત્રોથી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે.'
વેદોમાં કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાાનકાંડનું વર્ણન આવે છે. એમાં મુખ્ય સ્થાન કર્મકાંડનું છે. કર્મકાંડમાં વિવિધ મંત્રોની અનુષ્ઠાન વિધિ (પદ્ધતિઓ)ઓ દર્શાવવામાં આવી છે. એમાં પિતૃયજ્ઞાનું વર્ણન, પણ આવે છે. આ પિતૃયજ્ઞાનું જ બીજું નામ 'શ્રાદ્ધ' છે. શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક પિણ્ડોદક અને દાન અપાય છે.
ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધ દર્શાવવામાં આવ્યા છે- ૧ નિત્ય ૨.નૈમિત્તિક ૩. કામ્ય ૪. વૃદ્ધિ ૫. સપિણ્ડન ૬. પાર્વણ ૭. ગોષ્ઠી ૮. શુદ્ધયર્થ ૯. કર્માગ ૧૦. દૈવિક ૧૧. યાત્રાર્થ ૧૨. પુષ્ટયર્થ. મહાભારતના અનુશાસન પર્વના ૮૭માં અધ્યાયના નવથી સત્તર સુધીના શ્લોકોમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પડવાથી અમાસ સુધીની દરેક તિથિમાં શ્રાદ્ધ કરવાનું જુદુ જુદુ ફળ દર્શાવ્યું છે. બ્રહ્મપુરાણમાં વિવિધ તિથિઓની સાથે વિભિન્ન નક્ષત્રોમાં કરવામાં આવતા શ્રાદ્ધનું મહત્ત્વ નિરુપિત થયું છે.
શાસ્ત્રો કહે છે કે મનુષ્ય માત્ર પર પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણ ચઢેલું જ રહે છે. એમના આપણા પર એટલા ઉપકારો હોય છે કે તેમના માટે ગમે તેટલું કરીએ તો પણ તે ઋણમાંથી પૂર્ણપણે મુક્ત જ ન જ થઈ શકે. શ્રાદ્ધ દરમિયાન કહેવામાં આવે છે- 'એહિ કામુષ્મિકં યચ્ચ સપ્તજન્માર્જિતં ઋણમ્ । તત્સર્વ મુક્તિમાયાતુ ગામેકાં દૃદતો મમ ।। દેવ માનુષપિતૃણાં ઋણત્રયવિમોચનમ્ । ઇહલોકેડપિ યત્કિંચિત્ તત્ ઋણસ્યાય શાંતયે ।। આ દુનિયામાં સાત જન્મ દરમિયાન એકઠા કરેલા દેવા (ઋણ)માંથી મને મુક્તિ પ્રદાન કરો.
દેવ, મનુષ્ય અને પિતૃ એ ત્રણના ઋણને ઉતારવા જે કંઈ આ લોકમાં દાન કરું તેનાથી તે શાંત થાય.' માતા-પિતાના મરણ બાદ શ્રાદ્ધ કર્મ કરીને જ પુત્ર એના પુત્ર નામ- સંબંધને સાર્થક કરે છે. આ શ્રાદ્ધથી જે પિતૃઓને અસદ્ગતિથી ઉગારી, ઉત્કૃષ્ટ સદ્ગતિ અપાવે એનું નામ પુત્ર. (પુંનામ્ને નરકાદ્ ત્રાયતે ઇતિ પુત્ર :)
'યાજ્ઞાવલ્કય સ્મૃતિ' માં કહેવાયું છે- 'આયુ: પ્રજા, ધનં, વિદ્યા, સ્વર્ગ, મોક્ષસુખાનિ ચ । પ્રયચ્છન્તિ તથા રાજ્યં પ્રીતા નૃણાં પિતામહ :।।
પિતૃઓ મનુષ્યો પર પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે ત્યારે તેમને આયુષ્ય, સંતતિ, ધન-સંપત્તિ, વિદ્યા, રાજય, સુખો, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.'
એટલે જ શ્રાદ્ધ વિધિને અંતે એ કર્મ કરનાર એના પિતૃઓને કહે છે. યાન્તુ પિતૃગણા: સર્વે, યત: સ્થાનાદુપાગતા:। સર્વે હૃષ્ટમનસ.' સર્વાન્ કામાન્ દદન્તુ મે ।। યે લોકા: દાનશીલાનાં, યે લોકા: પુણ્યકર્મણામ્ । સંપૂર્ણાન સર્વભોગૈસ્તુ તાન્ વ્રજધ્વંસુપુષ્કલાન્ ।। ઇહાસ્માકં શિવ શાંતિ: આયુરારોગ્ય સંપદ:। વૃદ્ધિ સંતાનવર્ગસ્ય જાયતા મુત્તરોત્તરા ।।