Get The App

મૃત્યુના પ્રકાશમય અને આનંદમય દર્શન થશે ખરા?

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
મૃત્યુના પ્રકાશમય અને આનંદમય દર્શન થશે ખરા? 1 - image

આમ તમારા આત્મામાં જ સ્થિત થાવ તે માટે શ્વાસના પર ધ્યાનને સ્થિર કારવાની  ધ્યાનની આંતર સાધના કરો અને આત્મામાં સ્થિત થાવ આ બધુ કહ્યા પછી તેઓએ સ્પષ્ટ કહ્યું કે મારુ કહ્યું માનીને ચાલવાનું નથી, તમારે તમારા આત્માના આદેશ અનુસાર જ ચાલવાનું છે. આત્માનો આદેશ પ્રાપ્ત કરવા ધ્યાન દ્વારા  આંતર શુદ્ધતા પ્રાપ્ત કરવા ધ્યાનની સાધના તમારે કરવાની છે, આજ વાત કૃષ્ણ  ભગવાને પણ ગીતાંમાં  આખો  જીવંન યોગ સમજાવ્યા પછી કહ્યું કે મારે જે કઈ જીવનયોગ અંગે કહેવું હતું તે મે કહી દીધું હવે તને  જે યોગ્ય લાગે તેમ કર એજ તારો આત્મ ધર્મ છે, અને શુદ્ધ ધર્મ છે તેના આદેશ પ્રમાણે કર.

આમ બંને પરમાત્મા સ્વરૂપ પરમાત્માએ સ્પષ્ટ કહ્યું કે  તમાંરો આત્માં  જેમ કહે  તેમ કર  આ બંને મહા માનવોએ મારુ કહ્યું  માનીને ચાલવાનું  કહ્યું જ નથી તમારે આંતર ધ્યાનની સાધના કરી દ્વદ્વાતીત થઈને તમારા  આત્માને જ જાણવાનો છે, અને તેના જ આદેશ અનુસાર જીવન જીવવાનું  છે, આમ તમારે તમારા આત્માના આદેશ અનુસાર જ  ચાલવા કહ્યું  છે, તે જ  તમારો મહા ગુરુ છે બીજો કોઈ ગુરુ હોય પણ શકે નહીં, આત્માનો આદેશ એજ સત્ય ધર્મ છે,આત્મ ધર્મ છે, શુદ્ધ ધર્મ છે તમારા સ્વભાવને અનુરૂપ ધર્મ છે જે તમોને તમારા  સ્વ સ્વરૂપમાં સ્થિત કરશે એજ તમારી મુક્તિ  છે નિર્વાણ છે.

આ બંને મહામનવોએ સ્પષ્ટ કહ્યું કે તમારે તમારા જ શુદ્ધ અંતકરણથી જાણવું બધુ જ પણ આચરવું તો તમારા  આત્માના આદેશ અનુસાર જ એટલે પોતાના આત્માનો આદેશ જ એટલે કે આત્મિક સત્યનુ આચરણ કરવાનું છે, આ જ  માનવનો  સત્યધર્મ, આત્મ ધર્મ શુધ્ધ ધર્મ બને છે આવો ધર્મ જ હંમેશા સ્વાભાવિક સરળ અને સત્ય  સ્વરૂપ જ હોય છે, જ્યાં પોતાના આત્માની સત્યતા અને સત્યનો અનુભવ કે અનુભૂતિ અદ્રશ્ય થાય છે, ત્યાં પછી કુત્રિમતા ચમત્કારો અસત્ય જ માજા મુકે છે, જે આજે આપણે અનુભવીએ છીએ જાણીએ જ છીએ આજે તો પૈસા ફેકો સુખ લઈ જાવ પુણ્ય લઈ જાવ  અને પાપ ધોઈ નાખો, અને પૈસા ફેકો ને માંગતા ભૂલો આજ ચાલ્યું છે, આ મહા માનવો સૂચવેલો ધર્મ નથી પણ બુધ્ધું ઓએ અંતરથી જાણ્યા વિના પોતાનો સ્વાર્થ સાધવા અને સમાજને લૂટવા માટે ઊભા કરેલા તુક્કા જ  છે, જાજા  લોકોનું ટોળું કદી સત્ય  હોય શકે જ નહિ, અને કોઇની જોકમાં પુરાવું એ જ પરતંત્રતા અને પરતંત્રતા એજ ગુલામી એજ દુખ છે. એટલું જાણો  ક્યારેક પણ અંતરથી જાણશો તો જ સત્યને પામશો, બાકી હરિઁ કર્યા કરો ખાલી જ રહેશો.

- તત્ત્વચિંતક વી. પટેલ