mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સત્ય સ્વરૂપ જીવનના ત્રણ તબક્કા છે

Updated: Nov 23rd, 2022

સત્ય સ્વરૂપ જીવનના ત્રણ તબક્કા છે 1 - image


જો વૃધ્ધાવસ્થામાં સમતા, સમત્વ, અને સ્થિત પ્રજ્ઞામાંવૃધ્ધો સ્થિર હોય તો આ બધુ  તેમને  નડતરરૂપ થતું જ નથી, અને જીવન પરમ આનંદ અને સુખ શાંતિપૂર્વક જીવી શકે  છે, જો અપેક્ષા વિનાનું જીવન હોય તો તેમણે આનંદ વૃદ્ધાવસ્થામાં  મળે છે, તે જ આત્મિક  સત્ય સ્વરૂપ જીવનજીવ્યાની ફળશ્રુત હોય છે. 

આજના વૃદ્ધાવસ્થામાં જીવતા વૃદ્ધોને જીવનની આખરી અવસ્થામાં પરિવાર તરફથી  સુખ અને શાંતિની. મોટે ભાગે મળતા  જ નથી, તેના અનેક કારણો છે, પણ તેમ કુટુંબીજનો કરતાં પોતાનો સ્વભાવ વધુ  જવાબદાર હોય છે, વૃદ્ધ પોતે જ આશા રાખીને બેઠો હોય છે, તેવી તમામ આશા કદી  કોઈનાથી પૂર્ણ  થાય જ નહીં તે વાસ્તવિક સત્ય છે, પણ આ સત્યને  આજના વૃદ્ધો સ્વીકારીને ચાલતા  નથી, ત્યાંજ મુશ્કેલી છે. 

આજના કુટુંબના સભ્યો  ઘરડા માણસ માટે સમય ફાળવી શકતા નથી, જ્યારે વૃદ્ધો સમય ફાળવે તેના ખબર અંતર નિયમિત પૂછે, તેવી આશા રાખીને બેઠા હોય છે,આવીઆશાથી જ જીવતા હોય છે,  જેથી વૃદ્ધને એવો ભાસ થાય છે, કે મારી સામે કોઈ જોતું જ નથી, મારી કોઈ કદર કરતું નથી  મારી કોઈ કાળજી જ લેતું નથી,

આમ તેઓ પોતે જ પોતાની રીતે પોતે જ અસલામતીમાં જીવતા હોય છે,તેનું કારણ તેઓ આશા રાખીને બેઠા હોય છે, અને આશા જ દુ:ખનું કારણ છે, જો  આભાવ જ મનમાં નહોય તો દુ:ખનું કોઈ કારણ જ રહેવા પામતું નથી, જે કાઇ છે, જેવી પરિસ્થિતિ છે, સંજોગો છે  જે કાઇ સગવડ છે, તેમાં જ અને  તેમાંથી  આનંદ લેવોએજ જીવન છે,પણ આવું મોટા ભાગના વૃધ્ધો  સ્વીકારી શક્યતા નથી, મારા જ ભાઈ આવું સ્વીકારી શકતા નથી, અને છોકરાઓથી ન જૂદા રહેવા દોડી જાય છે, તે વાસ્તવિક સત્ય હકીકત છે, 

આજના વૃદ્ધોને જીવનમાં  બધુ થવું જોઈએ,  છે મે  મારા જીવનમાં ઘણુ બધુ કર્યું છે, હવે  મારી કોઈ કદર કરતું નથી,તેવા  ભાવથી મુક્ત જો  થશે તોજ જ પરમ શાંતિ મળશે જ , ટુંકમાં આશા અપેક્ષા અને તૃષ્ણાથી મુક્ત થશો તો તમોને આનંદ અને પરમ શાંતિ મળશે જ  પરંતુ આશા અપેક્ષા સાથે જે જીવે છે તે સદાય દુ:ખી થતાં જ હોય છે, આમ દુ:ખનું કારણ વૃદ્ધની માનસિકતા વધુ હોય છે, કુટુંબી જનોજવાબદાર  ઓછા  હોય છે. વૃદ્ધાવસ્થામાં પોતાના કાંડાની કમાણી બંધ, શરીર અશક્ત અને મોત સામે આવી ઊભું રહ્યું હોવાનો અહેસાસ. આ બધા ભયો અને શંકાઓ સંશયો અને અસલામતી  તેમને વધુ કમજોર બનાવે છે,  અને માનસિક રીતે સતાવે છે, દરેક વખતે કાઇ વૃદ્ધોનો અનાદર કે અપમાન કે તિરસ્કાર  કુટુંબ તરફથી હોતો જ નથી, પણ કુટુંબના સભ્યોની કામની વ્યસ્તતા એવી છે, કે તેમાં કુટુંબીજનો વૃદ્ધો માટે  સમય ફાળવી શક્તા નથી, જેથી વૃદ્ધોને અવગણના લાગે છે, જેથી વૃદ્ધ દુ:ખી થાય છે, વ્યગ્ર બની જાય  છે, જે  વધુ વધુ તેણે  પોતાને  માનસિક રીતે વધુ નુકસાન કરે છે, અને ક્રોધ કરે છે, જેથી  કુટુંબીજનો ક્રોધને કારણે જ  દૂર રહે છે, જેથી વૃદ્ધ વધુ દુ:ખી થાય છે, આમ વિશ ચક્ર ચાલ્યા જ કરે છે.

(ક્રમશ :)

- તત્વચિંતક વિ પટેલ

Gujarat