Get The App

તો ''સાધક દશા'' સહજ પ્રાપ્ત થશે .

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
તો ''સાધક દશા'' સહજ પ્રાપ્ત થશે                             . 1 - image

- સવલત, મસલત, ધરપત, ગફલત, કરવત શબ્દોનું ચિંતન એટલે ''સાધક દશા''

- જીવનમાં 'સવલત' ન જોઈએ અર્થાત્ કોઈ પણ પ્રકારની સગવડતાની અપેક્ષા ન જ હોવી જોઈએ.

- જીવનમાં 'મસલત' ન જોઈએ અર્થાત્ મોટી-મોટી વાતોથી દુર રહેવું જોઈએ અને માત્ર હીત-મીત-પથ્ય-સત્ય જ બોલવું જોઈએ.

- જીવનમાં 'ધરપત' જોઈએ અર્થાત્ પ્રભુની કૃપાથી જે મળે તેમાં સંતોષ માની લેવો જોઈએ.

-જીવનમાં 'ગફલત' ન જોઈએ અર્થાત્ સાધક સદાય જાગૃત જ રહેવો જોઈએ તેની ક્ષણ પણ નકામી પસાર ન થાય તેનું સતત ચિંતન હોવું જોઈએ.

- સાધક અપેક્ષા 'કરવત' જેવો જોઈએ અર્થાત્ સાધકને પોતાના જીવનમાં રહેલ પોતાના દોષો દુર કરવા માટે સતત જાગૃતિ જ હોવી જોઈએ જેમ બિનજરૂરી વસ્તુ 'કરવત' થી દુર થાય છે તેમ સાધક દોષો પર 'કરવત' જેવા બનવું જોઈએ.

- સાધકે હંમેશા 'સવલત', 'મસલત', 'ધરપત', 'ગફલત' અને 'કરવત' જેવા શબ્દોને સતત ઘુંટવા જોઈએ તો તેના જીવનમાં પરમ સાધક દશા પ્રાપ્ત થશે અને સાચા સુખની શોધ તરફ આગળ વધી શકે છે.

(નોંધ : 'કરવત' એટલે લાકડું કાપવાનુ એક ઓજાર)

- હસમુખભાઈ વેદલીયા