Get The App

માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો 1 - image

- મોક્ષ એટલે, મુક્તિ, આંતર ભાવોથી મુક્ત થવું, ત્રિગુણાતીત થવું અને હર્ષોલ્લાસ બની અમૃત રૂપ જીવનપ્રાપ્ત કરવું

આપણી આખી આધ્યાત્મિક સંસ્કૃતિમાં અને સત્ય ધર્મના આચરણમાં આત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને માનવ જીવનનું અંતિમ લક્ષ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉદેશ અને ધ્યેય રખાયેલો છે, દરેક માણસની અંતિમ ઈચ્છા અને અભિપ્સા મોક્ષ પ્રાપ્ત કરવાની જ હોય જ છે, તે માટે જ તે જિંદગીભર મહેનત કરે છે, પણ આંતરભાવોથી મુક્ત આંતર સાધના કરી શકતો નથી, આમ  સ્વાર્થ, લાભ, લોભ, અહંકાર, ઈચ્છા, તૃષ્ણા, વાસના  અને આસક્તિથી મુક્ત થઇને પોતાના જ માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો.

આપણી આખી આધ્યાત્મિક સંસ્કૃતિમાં અને સત્ય ધર્મના આચરણમાં આત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને માનવ જીવનનું અંતિમ લક્ષ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ અને ધ્યેય રખાયેલો છે, દરેક માણસની અંતિમ ઈચ્છા અને અભિપ્સા મોક્ષ પ્રાપ્ત કરવાની જ હોય છે, તે માટે જ તે જિંદગીભર મહેનત કરે છે,  પણ આંતરભાવોથી મુક્ત આંતર સાધના કરી થતો નથી, આમ  સ્વાર્થ,લાભ, લોભ, અહકાર, ઈચ્છા,તૃષ્ણા, વાસના  અને આસક્તિથી મુક્ત થઇને પોતાના જ આત્મિક સત્યમા, સ્વભાવમાં અને સ્વ સ્વરૂપમાં સ્થિત થઈને જીવી શકતો નથી, બધુ જ તેમને મેળવી જ લેવું છે, કાઇ પણ મૂકવું જ નથી, માટે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, ખરેખર માનવ માત્ર પોતાના  સ્વભાવથી, સ્વ સ્વરૂપ થતાં મુક્ત જ છે. 

જો આત્મિક સત્ય સ્વરૂપ થઈને પોતાના  સત્યના આધારે સત્વ શુદ્ધ અંતરથી જીવે જવું અને આત્મિક સત્યને ધારણ કરે, અહંકાર રાગદ્વેષ વાસના  કામના ઈચ્છા અપેક્ષા અને તૃષ્ણા વગેરેથી મુક્ત થાવ અને સ્વભાવ અને સ્વ સ્વરૂપતા ધારણ કરે તોે, મુક્ત જ છે, આમ મોક્ષ એટલે, મુક્તિ, આંતર ભાવોથી મુક્ત થવું, ત્રિગુણાતીત થવું અને હર્ષોલ્લાસ બની અમૃત રૂપ જીવન પ્રાપ્ત કરવું તેને, માટે જ્ઞાન યોગની આંતર સાધના એ અત્યંત અસરકારક માધ્યમ  માનવામાં  આવેલ છે.     

(ક્રમશઃ)

- તત્વચિંતક વી. પટેલ