FOLLOW US

સાચી વાત 'તરત' સમજાતી નથી .

Updated: Mar 15th, 2023


- એક બાજુનું મસ્તક જટાધારી બીજી બાજુનું મુગટધારી. એક બાજુ ભસ્મ બીજી બાજુ ચંદનલેપ, એક બાજુ ચંદ્ર બીજીબાજુ કૌસ્તુભમણી, એક રૂદ્રરૂપ બીજું વિષ્ણુરૂપ! 

બ ર્બરીક ઘટોત્કચનો પુત્ર અને મહાબલી ભીમનો પૌત્ર હતો. પૂર્વ-જન્મમાં તે સૂર્યવર્ચા નામનો પક્ષ (દેવયોનિ) હતો. જ્યારે પૃથ્વી અધર્મના ભારથી કંટાળીને મેરૂ પર્વત પર દેવતાઓ આગળ દુઃખ ભરી યાચના કરી રહી હતી ત્યારે બર્બરીક ત્યાં હાજર હતો. તેણે બધાની વચ્ચે જોશમાં આવીને કહી દીધું '' તમે ચિંતા ના કરો. હું એકલો કાફી છું. હું અવતાર ધારણ કરીને સમગ્ર દૈત્યોનો પળવારમાં સંહાર કરી દઈશ. કોઈ દેવતાને પૃથ્વી પર અવતાર ધારણ કરવાની જરૂર નથી.લ્લલ્લ બ્રહ્માજીની હાજરીમાં આવો અહંકાર કરવોએ સમગ્ર દેવતાઓનું અપમાન હતું. વળી બર્બરીક યક્ષ હતો. કોઈ રૂદ્રરૂપ કે વિષ્ણુરૂપ નોલ્લ તો તેથી બ્રહ્માજી ખૂબ ક્રોધિત થયા અને શાપ આપ્યો. ''હે મૂઢ! તું અહંવશ થઈ આવું દુઃસાહસ કરી રહ્યો છે. મારો તને શાપ છે. જ્યારે પૃથ્વીનો ભાર ઉતારવા મહાભારતનું યુદ્ધ થશે ત્યારે યુદ્ધ પહેલાં જ શ્રીકૃષ્ણના હાથે જ તારો શિરચ્છેદ થશે.લ્લલ્લ

અને બન્યું પણ એવું જ ! મહાભારતના યુદ્ધની પૂર્વયોજના બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે બર્બરીક સૌની હાજરીમાં પાંડવોની વચ્ચે હુંકાર કર્યો. ''મારી પાસે સિધ્ધામ્બિકાએ આપેલું ખડ્ગ છે. દિવ્ય ધનુષ્ય-બાણ છે. મને આજ્ઞાા આપો. હું આખી કૌરવ-સેનાને એક જ દિવસમાં યમલોક પહોંચાડી દઈશ.લ્લલ્લ બર્બરીકની વાત સાંભળી સૌ વિસ્મય પામ્યાં. બ્રહ્માજીના શાપને કારણે એ જ વખતે શ્રીકૃષ્ણએ ક-મને એનો શિરચ્છેદ કરી દીધો. જો કે બર્બરીક શ્રીકૃષ્ણને પ્રિય હતો. શ્રીકૃષ્ણએ દેવી ચંડિકાને બોલાવીને કહ્યું - ''આના મસ્તકને અમૃતથી સીંચો અને તેને જીવિત રાખો. જીવિત થતાં જ બર્બરીકના મસ્તકે કહ્યું - '' હે કૃષ્ણ ! જે થયું તે થયું. પણ મારે મહાભારતનું યુદ્ધ જોવું છે. મારા પર કૃપા કરો.લ્લલ્લ શ્રી કૃષ્ણએ એના મસ્તકને કુરૂક્ષેત્રની એકબાજુની સૌથી ખૂણે ખૂણે થનારૂ યુધ્ધને બરાબર જોઈ શકે. ત્યારબાદ અઢાર દિવસો સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. યુધ્ધના અંતે પાંડવો અને ખાસ તો ભીમસેને પોતપોતાની યુધ્ધ કલાની પ્રશંસા ખૂબ કરી. કોણે કેવી રીતે કયા કયા કૌરવોને યમલોક પહોંચાડયા તેની ચર્ચા ગર્વથી કરવા લાગ્યા. છેવટે સૌ સાચી વાત જાણવા બર્બરીક પાસે પહોંચ્યા અને યુધ્ધનો સાચો હેવાલ જણાવવા વિનંતી કરી. બર્બરીકે યથાતથ વર્ણન કર્યું. ''સાચી વાત એ છે કે યુધ્ધમાં મેં કૌરવસેનાની સામે ફક્ત એક જ પુરૂષને યુધ્ધ કરતાં જોયો છે.લ્લલ્લ પાંડવો એની વાત સાંભળી દંગ રહી ગયા.''એની ડાબી બાજુ પાંચ મુખ અને દશ હાથ હતા. જેમણે ત્રિશુલ આદિ શસ્ત્રો ધારણ કર્યા હતાં. અને જમણી બાજુ એક જ મુખ અને ચાર હાથ હતા જેમણે સુદર્શન ચક્ર જેવા શસ્ત્રો ધારણ કર્યાં હતાં. એક બાજુનું મસ્તક જટાધારી બીજી બાજુનું મુગટધારી. એક બાજુ ભસ્મ બીજી બાજુ ચંદનલેપ, એક બાજુ ચંદ્ર બીજીબાજુ કૌસ્તુભમણી, એક રૂદ્રરૂપ બીજું વિષ્ણુરૂપ! આમ એક જ પુરૂષે આખી કૌરવસેનાનો નાશ કર્યો હતો. મને તમારામાંથી કોઈ દેખાયું નહિ! મને લાગે છે કે તમે ત્યાં નિમિત માત્ર હતા.લ્લલ્લ

- તરત અર્જુનને શ્રીકૃષ્ણએ કહેલા ગીતા વચનો યાદ આવી ગયાં. ''હું જ આ સમગ્ર જગતનો ઉત્પાદક અને સંહારક છું. (૭/૬) હું જ ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર અને મૂળ અવિનાશી બીજ છું. (૯/૧૮) હે અર્જુન! (જેને જોઈને તારાં ગાત્રો ઢીલાં થાય છે.) એમને તો મેં પહેલેથી જ મારેલા છે. તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે. (૧૧-૩૩).લ્લલ્લ

શ્વાસ લેતા દરેક શરીરની અંદર ને ચિત્સ્વરૂપ રહેલું છે એ પરાયું નથી. આપણું જ આત્મીય-મૂળ સ્વરૂપ છે. સર્જન અને સંહાર ઈશ્વર કરે છે. આટલી નક્કર વાત સમજતાં જન્મો વીતી જાય છે. આપણે જેના પર હક્ક દાવો કરી રહ્યાં છીએ એ શરીર તો ક્ષણિક છે, નાશવંત છે. તેનો કોઈ ભરોસો નથી. આપણે દેહના જ વિચારો કરીએ છીએ - આત્માના નહિ. અત્તરનો ફાયો કાનમાં ખોસી રાખનારને સાચી વાત સમજાતી નથી કે એની સુગંધનું મૂળ તો બગીચામાં ખીલી ગયેલાં ફુલોમાં હોય છે. માર્કોનીએ 'વાયરલેસલ્લ ની શોધ કરી ત્યારે કોઈ સાચું માનવા તૈયાર નોલ્લ તું. રાઈટ ભાઈઓ એ પ્રથમ વિમાન ઉડાડયું ત્યારે તરત કોઈ સમજ્યું નો તું. ગેલીલિયો ગેલીલીએ પ્રથમવાર સિધ્ધ કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ત્યારે ત્યારના ધર્મગુરૂઓએ તેને નજર કેદ કરી ત્રાસ આપ્યો હતો. કોઈ પણ નવી શોધ 'તરતલ્લ સમજાતી નથી. સાચી વાત 'તરતલ્લ સાચી મનાતી નથી.

રાજકુમાર સિધ્ધાર્થ રથમાં બેસીને ફરવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેમણે વૃધ્ધ, રોગી અને શબ જોયું. પછી એક કષાય વસ્ત્ર ધારી શ્રમણ ભિક્ષુ જોયો. બસ, તેમને 'તરતલ્લ સાચી વાત સમજાઈ ગઈ. અને કશો જ વિચાર કર્યા વગર આત્યંતિક સુખનો-નિર્વાણનો-માર્ગ પસંદ કરી લીધો. આપણે જરા-વ્યાધિ-મરણ જેવી અવસ્થા રોજે રોજ જોઈએ છીએ પણ આપણને શાશ્વત સુખનો વિચાર કદી નથી આવતો. કારણ કે આપણા સુખની ઈમારત સંસારની અશાશ્વત વસ્તુઓના પાયા પર ચણાયેલી હોય છે. 'સત્યલ્લ હમેશાં આપણા મનના દરવાજે ટકોરા મારે જ છે પણ ઈચ્છાઓના ઘોંઘાટમાં એનો અવાજ સંભળાતો નથી અથવા સાંભળી તે પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ.

એકવાર ધનદોલતથી છકી ગયેલા એક વેપારીએ તેના ઘોડા પર એક બાજુ બે મણ ઘઉંની બોરી મૂકી અને બીજી બાજુ બે મણ રેતીની બોરી મૂકી જેથી વજન બરાબર રહે! એક ગરીબ માણસે કહ્યું - ''શ્રીમાન, તમે આ શું કરી રહ્યા છો? તમે ઘઉંની એક મણની બોરી એક તરફ અને એક મણની બીજી તરફ મૂકી હોત તો ઘોડા ઉપર ડબલ ભાર ના પડત, તેને તકલીફ ના થાત.લ્લલ્લ વેપારી છકેલો, ઘમંડી હતો. ''એય, ચીંથરેહાલ...તું કોણ છે ? મને સલાહ કેમ આપે છે ? બહું બુધ્ધિ હોય તો પૈસા કમાવામાં વાપર. કેટલી મિલકત ભેગી કરી તેં ? મને સલાહ ના આપ!લ્લલ્લ - આ વેપારીની માફક જ સાચી વાત સમજવામાં ઘમંડ અહં અને હું પણું વચ્ચે આવી જાય છે. પણ જે માણસ સાચી વાતનું અજવાળું ભીતર ભાળી જાય છે એને પછી બહારના ઈગમગાટની કોઈ કિંમત રહેતી નથી.   

- સુરેન્દ્ર શાહ

Gujarat
News
News
News
Magazines